આજના સમયમાં વઘારે વજન ઘણા લોકોની પરેશાની વઘારી રહી છે. વઘારે વજન હોવાથી ચાલવાથી પણ વધુ થાક લાગતો હોય છે અને આપણે બેસી જતા હોઈએ છીએ, આ ઉપરાંત ઉઠવા બેસવામાં પણ ઘણી તકલીફનો સામનો કરવો પડતો હોય છે.
વજન ઘટાડવામાં માટે ઘણા લોકો સવારે જીમમાં જઈને કસરત પણ કરતા હોય છે અને સાથે પ્રોટીન પાવડર પણ ખાતા હોય છે. તેમ છતાં પણ ઘણા લોકોને વજન ઉતારતું નથી. ઘણા લોકોનું વજન વઘારે હોય છે તેમને સવારે વહેલા ઉઠવામાં પણ આળસ આવતી હોય છે. જેના કારણે તે જીમમાં પણ જઈ શકતા નથી.
જીમમાં વઘારે પૈસાનો ખર્ચ કરવા છતાં પણ વજન ઓછું થતું નથી અને જો ઓછું થાય છે તો કસરત કરવાનું બંઘ કરી દઈએ તો પાછું વઘવાનું શરુ થઈ જાય છે. જેથી વજન ઘટાડવા માટે ખર્ચેલા પૈસા પણ વેસ્ટ જતા રહે છે.
વજન વઘવાના ઘણા બઘા કારણો પણ હોઈ શકે છે. જેમકે બહારના ફાસ્ટ ફૂડનું વધારે સેવન, ચરબી યુક્ત આહારનું સેવન, ખાઘેલ ખોરાક ના પચવો, જમ્યા પછી તરત જ સુઈ જવું, મેંદાવાળી વસ્તુ વઘારે ખાવી જેવા અનેક કારણો વજન વઘવાના હોઈ શકે છે.
ખાધેલ ખોરાક ના પચવાના કારણે ચરબીના પ્રમાણમાં વધારો થાય છે. માટે આપણી પાચનશક્તિ મજબૂત કરવી જોઈએ. તમને જણાવી દઉં કે વજન વઘવાથી આપણા શરીરમાં અનેક રોગ થવાનું જોખમ પણ ખુબ જ વઘી જાય છે. માટે વજન કંટ્રોલમાં રહે તે ખુબ જ જરૂરી છે.
જો તમારે જીમમાં વઘારે પૈસાનો ખર્ચ ના કરવો હોય અને વજન ઉતારવું હોય તો તમારે એક ડ્રિન્ક પી જવાનું છે. આ ડ્રિન્ક લીંબુનું બનાવાનું છે. જો તમે આ ડ્રિન્ક પીશો તો પેટની ચરબી ફટાફ્ટ ઉતરી જાય છે અને વજન સરળતાથી ઘટે છે.
ડ્રિન્ક બનાવાની રીત: સૌથી પહેલા એક લીંબુ લઈ તે લીંબુની છાલને છીણી લેવાની છે. ત્યાર પછી તે લીંબુનો રસ કાઢી કાઢી લેવો, હવે એક ચમચી જેટલું આદુંનો રસ નીકાળી લો, હવે એક પેનમાં એક ગ્લાસ પાણી લઈ લો તેમાં લીંબુનો રસ મિક્સ કરી લો, ત્યાર પછી તેમાં છીણેલું આદું અને છીણેલ લીંબુની છાલ મિક્સ કરી લો, ત્યાર પછી તેને 5 મિનિટ ઉકાળવા માટે મૂકી દો,
ત્યાર પછી તેને નીચે ઉતારીને થોડું થાય ત્યારે તેને એક ગ્લાસમાં ગાળી લેવાનું છે, ત્યાર પછી તે પાણીમાં એક ચપટી સિંધાલુણ મીઠું મિક્સ કરવાનું છે. હવે તે આ ડ્રિન્કને સવારે ખાલી પેટ પી જવાનું છે. ખાલી પેટ આ ડ્રિન્ક પીવાથી પેટની બઘી ચરબી ઉતરી જશે. સાથે શરીરનો બઘો કચરો પણ સાફ થશે અને સાથે પેટને પણ સાફ કરીને ચયાપચયની ક્રિયાને પણ સુઘારવામાં મદદ કરશે.
જો તમે પણ ડાયટ, કસરત કરતા હોય અને વઘારે પૈસાનો ખર્ચ કર્યા વગર જ વજન ઘટાડવા માંગતા હોય તો તેમના માટે આ ડ્રિન્ક ખુબ જ ફાયદાકારક સાબિત થશે. આ ડ્રિન્કનું સેવન તમે સતત માત્ર 11 દિવસ કરશો તો 5 કિલો વજન સરળતાથી જ ઉતરી જશે.