આપણી વ્યસ્ત અને ભાગદોડ ભરી જીવન શૈલીમાં આપણે આપણા સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવાનું પણ ભૂલી જતા હોઈએ છીએ. જો આપણે આપણા સ્વાસ્થ્ય પર યોગ્ય ઘ્યાન આપી શકતા નથી તો આપણે અનેક બીમારીના શિકાર પણ બની શકીએ છીએ.
વાતાવરણમાં બદલાવ થવાના કારણે પણ વાયરલ ઈન્ફેક્શનના શિકાર પણ બની શકીએ છીએ. જયારે આપણા શરીરમાં ઈમ્યુનિટી ઓછી થવા લાગે છે ત્યારે શરીરમાં થાક લાગવો અને કમજોરી આવી જતી હોય છે. ત્યારે આપણા શરીરમાં અનેક રોગો પ્રવેશ થતા હોય છે.
શરીરમાં રોગપ્રતિકારક શકતીને મજબૂત બનાવી રાખવા માટે આપણે રોજિંદા આહારમાં પૌષ્ટિક આહારનો સમાવેશ કરવો જોઈએ. આ સાથે વિટામિન-સી થી ભરપૂર ફળોનો પણ સમાવેશ કરવો જેથી અનેક રોંગસામે લડવાની શક્તિ મળે છે.
માટે આપણે અનેક રોગથી બચી રહેવા માટે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બની રહે તે ખુબ જ જરૂરી છે. માટે આજે અમે તમને કેટલીક વસ્તુ વિષે જણાવીશું જેનું સેવન કરવાથી તમે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકો છો.
ખાટા ફળોનું સેવન: ખાટા ફળોમાં ખુબ જ વધુ પ્રમાણમાં વિટામિન-સી મળી આવે છે, આ ઉપરાંત કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન, વિટામિન-એ જેવા પોષક તત્વોનો ખજાનો મળી આવે છે. માટે તમારે ખાટા ફળોમાં લીંબુ, કીવી, મોસંબી, દ્રાક્ષ જેવા ફળોનો સમાવેશ કરવો જોઈએ જેથી શરીરમાં વિટામિન-સી ની ઉણપ પૂર્ણ થશે અને શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં પણ વઘારો થશે.
અંકુરિત મગ: જયારે આપણે બીમાર થઈ જઈએ છીએ ત્યારે ડોક્ટર પણ આપણે મગ અને મગનું પાણી પીવાનું કહેતા હોય છે. મગ અને મગનું પાણી પીવાથી આપણા શરીરમાં કમજોર પડી ગયેલ ઈમ્યુનિટીને મજબૂત બનાવાનું કામ કરે છે. ઉપરાંત અંકુરિત મગનું સેવન કરવાથી આપણું કોલેસ્ટ્રોલ લેવલ પણ કંટ્રોલમાં રહે છે જેથી હૃદયને લગતી બીમારીનું જોખમ પણ ઘટે છે.
સફરજન: રોજે એક સફરજન ખાવાથી કોઈ દિવસ દવાખાન જવું નહિ પડે. હા જયારે પણ આપણે કોઈ પણ બીમારીના શિકાર થઈ જઈએ છીએ ત્યારે સફરજનનું સેવન સૌથી વધુ કરવાનું ડોક્ટર પણ કહેતા હોય છે. સફરજનમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે. જે જરૂરી પોષક તત્તવોની કમીને પૂર્ણ કરી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. માટે જો તમારે બીમાર ના પડવું હોય અને ઈમ્યુનિટી હંમેશા માટે મજબૂત બનાવી રાખવી હોય તો રોજે એક સફરજનનું સેવન કરવું જોઈએ. જેથી આખો દિવસ ફ્રેશ અને તાજગી વાન રહેશે.
હળદરવાળા દૂઘનું સેવન: આપણા શરીરમાં રહેલ હાનિકારક બેક્ટેરિયા આપણા શરીરને કમજોર અને નબળું પડી શકે છે. માટે જો તમે રોજે રાત્રે સુતા પહેલા એક ગ્લાસ દૂઘમાં હળદર નાખીને પી લેશો તો શરીરમાં રહેલ હાનિકારક ઝેરી તત્વોનો નાશ થાય છે. દૂઘને એક પૌષ્ટિક આહાર માનવામાં આવે છે. જેનું સેવન રોજ કરવાથી શરીરમાં ઈમ્યુનિટી મજબૂત રહેશે અને અનેક બીમારી સામે લડવાની ક્ષમતા ઘરાવે છે.
શરીરમાં રોગ પ્રવેશ ના કરે તે માટે આપણે આહારમાં પૌષ્ટિક આહારની સાથે આપણે કેટલીક શારીરિક પ્રવૃત્તિ પણ કરવી જોઈએ. આ માટે આપણે રોજે 20-25 મિનિટ યોગા અને હળવી કસરત પણ કરવી જોઈએ. સાથે દિવસની શરૂઆતમાં સવારે ચાલવું પણ જોઈએ.