ઉનાળાની શરૂઆત થતા જ શરીરમાં ઘણી બઘી સમસ્યા થવાનું શરુ થઈ જાય છે. ગરમીની ઋતુમાં ઘણા લોકોને પેશાબની બળતરા, આંખોની બળતરા, છાતીની બળતરા, પેટમાં બળતરા, ગરમીના કારણે શરીર પર ફોલ્લીઓ થવી, હાથપગમાં બળતરા થવી જેવી અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.
ઉનાળામાં જેમ જેમ દિવસો જાય છે તેમ જ ગરમીનું પ્રમાણ પણ વઘવા લાગ્યું છે. તેવામાં આપણા શરીરમાં પિત્તનો પ્રકોપ વઘવા લાગે છે. જેના કારણે આપણું શરીર ગરમ રહેતું હોય અને આ બઘી સમસ્યાઓ થતી હોય છે.
માટે પિત્તને દૂર કરવું ખુબ જ જરૂરી છે જેથી આપણે ગરમીથી થતી બીમારીમાં રાહત મેળવી શકીએ છીએ. માટે આજે અમે તમને એવા કેટલાક ઉપાય જણાવીશું જેની મદદથી તમે પિત્તના પ્રકોપથી રાહત મેળવી શકશો. જેથી છાતીમાં દુખાવો, પેટનો દુખાવો, પેશાબમાં બળતરા જેવી બીમારીમાં રાહત મળશે.
ઉનાળામાં આ બઘી સમસ્યાથી બચવા માટે આપણે શરીરને અંદરથી થડક રાખવું જોઈએ જેથી આપણે ગરમીના પ્રકોપથી બચી શકીએ અને ગરમીથી થતી ફોલ્લીઓ અને ત્વચા ગરમીથી બચાવી રાખશે.
આ બધી બીમારીને દૂર કરવા માટે એરંડિયું તેલ ખુબ જ ફાયદાકારક છે. આ માટે તમારે સૌથી પહેલા એક ગ્લાસ દૂઘ ગરમ કરવું અને ત્યાર પછી તેને ઠંડુ થવા દેવું, ત્યાર પછી તેમાં થોડું કે જ દિવેલ નાખીને બરાબર હલાવીને પી જવાનું છે. આ પીણાંનું સેવન રાત્રે સુવાના 30 મિનિટ પહેલા જ કરવો જોઈએ.
આ પીણું પીવાથી આપણા આંતરડામાં થયેલ બઘો કચરો પણ દૂર થઈ જશે. આ ઉપરાંત જઠર અને આંતરડામાં જમા થયેલ પિત્ત પણ દૂર થઈ જશે. જેથી પેશાબની બળતરા, પગના તળિયાની બળતરા, છાતીની બળતરા જેવી અન્ય બળતરામાં પણ રાહત મળશે.
શરીરમાં થતી બળતરાને દૂર કરવા માટે એક બાઉલમાં એક ગ્લાસ જેટલું માટલીનું પાણી લેવું, ત્યાર પછી સૂકી કાળી દ્રાક્ષના 7 દાણા અને સૂકી લીલી દ્રાક્ષના 7 દાણા લઈને પાણીમાં નાખીને આખી રાત ઢાંકીને રહેવા દો, ત્યાર પછી સવારે ખાલી પેટ ઉઠીને આ દ્રાક્ષના દાણાને ચાવી ચાવીને ખાઈ લેવાના છે. ત્યાર પછી તેનું પાણી પણ ઉપરથી પી જવું.
આ રીતે દ્રાક્ષ અને પાણીનું સેવન કરવાથી શરીરમાં થતી દરેક બળતરાની સમસ્યામાં રાહત મળશે. જો તમે આ દ્રાક્ષ અને પાણીનું સેવન કરશો તો ઉનાળાની કાળજાળ ગરમી માં પણ શરીરને અંદરથી થડક રાખશે અને ગરમીથી બચાવશે. દ્રાક્ષ અને દ્રાક્ષનું પાણી શરીરને હાઈડ્રેટ રાખશે.
આપણા શરીરમાં રહેલ પિત્તને દૂર કરવા માટે આ બંને ઉપાય ખુબ જ ફાયદાકારક છે. જો તમે શરીરને અંદરથી થડક રાખવા માંગતા હોય તો દ્રાક્ષનું સેવન ખુબ જ ફાયદાકારક સાબિત થશે. આ ઉપરાંત દૂઘ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.
ઉનાળાની ગરમીમાં શરીરમાં થતી બળતરાને દૂર કરવા માટે આ બંને ઉપાય ખુબ જ ફાયદાકારક સાબિત થશે. આ ઉપરાંત શરીરને થડક રાખવા માટે વરિયાળીનો જ્યુસ પણ ખુબ જ ફાયદાકારક છે. જેનું સેવન શરીરને થડક રાખવા માટે પણ કરી શકો છો.
