હાલના સમયમાં બહારના ફાસ્ટ ફૂડ અને જંકફૂડનું સેવન સૌથી વધુ થઈ રહ્યું છે. કારણકે બહારનો ખોરાક મસાલે દાળ, તીખો અને તળેલો હોય છે જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. જેથી મોટાભાગના લોકો ખાવાનું વઘારે પસંદ કરે છે.
બહારના આહારમાં સૌથી વધુ પીઝા, બર્ગર, ચીઝ, પાઉંવાળી વસ્તુનું સેવન સૌથી વધુ થતું હોય છે. તમને જણાવી દઉં કે બહારના ચરબી યુક્ત આહારનું સેવન કરવાથી તે ખોરાક ઝડપથી પચતો નથી જેના કારણે તે ખોરાક સડવા લાગે છે અને તે ચરબીમાં રૂપાંતર થાય છે.
શરીરમાં ચરબીનું પ્રમાણ વઘવા લાગે છે ત્યારે પેટ બહાર આવતું હોય તેવું દેખાતું હોય છે. પેટમાં ચરબીનું પ્રમાણ વઘવાથી વજનમાં વઘારો થાય છે. શરીરમાં ચરબી અને વજન વઘારો હાલના સમયમાં 100 માંથી 80 લોકો જોવા મળતા હોય છે.
વજન વઘારો હાલના સમયમાં ઘણા લોકોની મુશ્કેલી વઘારી દીઘી છે. પેટમાં રહેલ ખોરાક જયારે સડીને ચરબીમાં રૂપાંતર થાય છે ત્યારે આપણા શરીરમાં ઘણી બઘી બીમારીઓ લાવી શકે છે. જેમકે, ડાયાબીટિસ, વારે વારે થાક લાગી જવો, બલ્ડપ્રેશર, લોહી જાદુ થઈ જવું, કોલેસ્ટ્રોલમાં વધારો થવો જેવી અનેક બીમારીઓ થતી જોવા મળતી હોય છે.
આ બઘી બીમારીથી બચવા માટે આપણે પેટની ચરબીને દૂર કરવી ખુબ જ જરૂરી છે. આ માટે આપણે ચરબી યુક્ત આહારનું સેવન બંઘ કરી દેવું જોઈએ. આ ઉપરાંત પેટની ચરબીને ઓગાળવા માટે હળવા યોગ અને કસરત ઘરે જ કરવી જોઈએ.
પેટની ચરબી અને કમરની ચરબી ઘટાડીને વજન ઓછું કરવા માટેનું એક ડ્રિન્ક પીવાનું છે. આ ડ્રિન્કનું સેવન કરવાથી પેટની ચરબી હોય કે કમરની ચરબી હોય ફટાફટ ઉતરવા લાગશે અને ખુબ જ ઝડપથી વજન ઘટવા લાગશે.
ડ્રિન્ક બનાવાની રીત: સૌથી પહેલા એક પેનમાં એક ગ્લાસ પાણી લઈ લેવું, ત્યાર પછી તેને ગરમ કરવું, 3-4 મિનિટ થાય ત્યારે ગેસ બંઘ કરી લેવો, ત્યાર પછી તેમાં કે ચમચી કાચી વરિયાળી નાખીને 15 મિનિટ સુઘી રહેવા દો, હવે એક ગ્લાસ લઈને આ પાણીને ગળણીની મદદથી ગાળી લેવું ત્યાર પછી તે ગળણીમાં રહેલ વરિયાળીને ચાવીને ખાઈ જવાની છે, ત્યાર પછી ઉપરથી તેનું પાણી પી લેવાનું છે.
આ ડ્રિન્કનું સેવન તમારે સવારે ખાલી પેટ કરવાનું છે. જેથી ચરબીના થરને તોડી શકાય. ચરબીના થર ઓછા થવાથી વજન પણ ઓછું થવા લાગશે. માટે વજનને ચરબીના થરને ઘટાડવા માટે આ ડ્રિન્ક ખુબ જ ફાયદાકારક સાબિત થશે.
આ પીણાંનું સેવન કરવાથી ડાયજેશન સિસ્ટમ પણ ખુબ જ મજબૂત બનશે. જો કોઈ ખોરાક ખાઘો હોય અને પચતો ના હોય તો આ ડ્રિન્કનું સેવન કરવાથી ઝડપથી પચી જશે. જેથી આપણી પાચનક્રિયામાં સુઘારો થાય છે.
આ ડ્રિન્કનું સેવન કરવાથી પેટ સાફ રહેશે. સાથે આંતરડાની પણ સફાઈ કરશે. જો તમે પણ વજન ઘટાડવા માટે ઘણા બઘા પ્રયત્નો કર્યા છે પરંતુ વજન ઓછું થતું ના હોય તો આ ડ્રિન્કનું સેવન કરવું જોઈએ. જેથી ખુબ જ ઝડપથી ચરબી ઓગળશે અને વજન પણ ઓછું થશે.