કીવી લંબગોળ આકાર ધરાવતું ફ્રૂટ હોય છે. આ કીવી ફ્રૂટ મુલાયમ રૂછાદાળ અને લીલાસ પડતા બ્રાઉન કલરની છાલ ધરાવેલ છે અને અંદર એક્દમ નાના કાળા બીજ ધરાવતા લીલા રંગનું દળ હોય છે. કીવી ફ્રૂટ સ્વાદમા ખટાશ પડતી મીઠાશ હોય છે.
કીવી ફ્રૂટ માં પોષક તત્વો ભરપૂર માત્રા હોવાથી ધણા બધા ફાયદા થાય છે. કીવી માં વિટામિન સી, વિટામિન એ, વિટામિન ઈ, વિટામિન-ડી, ફાયબર અને એંટીઓક્સિડેંટ ખૂબ વધારે પ્રમાણમાં હોય છે.
વિટામિન સી નું ખૂબ ઉંચુપ્રમાણ ધરાવતા કીવી શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારી ઇન્ફેક્શન સામે ખૂબ રક્ષણ આપે છે. મેલેરિયા કે ડેન્ગ્યુ ના તાવમાં કીવી ફ્રૂટ ખાવાથી પેટલેટ ખૂબ ઝડપથી વધે છે અને ઇન્ફેક્શન દૂર થઈ જલ્દી રિકવરી આવે છે.
કીવી માં રહેલું વિટામિન એ લોહી ને ગંઠાઈ જતું અટકાવે છે અને લોહીને પાતળું રાખે છે. જેથી બ્લડપ્રેસર ને ધટાડવા માં મદદ કરે છે. કીવી માં રહેલું વિટામિન સી કફ, શરદી જેવી બીમારીને દૂર કરી ફેફસાને સ્વસ્થ રાખે છે.
કીવી માં રહેલી ડાયેટરી ફાયબર હોવા થી કબજિયાત દૂર કરે છે. કીવી માં સૌથી વધારે ફાઈબર તેની છાલ છે, માટે કીવી ને બરાબર ધોઈ ને છાલ સાથે ખાવા થી કજિયાતમાં ખૂબ ફાયદો થાય છે.
શરદી કે કફ તેમ સ્વાસ ની બીમારી માં નિયમિત એક કીવી ખાવાથી થોડા દિવસોમાં જ રોગપ્રતિકારક શક્તિ વધવાથી શરદી, સ્વાસ ની કે કફ ની સમસ્યા દૂર થાય છે. કીવી માં ગ્રોમિલિયન નામનું તત્વ હોય છે જે ખાવાથી લોહીમાં સાંધામાં જમા થયેલા પ્રોટીન અને ઝેરી તત્વોને દૂર કરી સોજાને ઘટાડે છે.
કોઈપણ જાતના ઓપરેશન પછી ઘામા રુજ ઝડપથી લાવવા માટે કીવી ફ્રૂટ ખાવા થી ઘામા ઝડપથી રુજ આવે છે અને ઇન્ફેક્શન થવાની શક્યતા ધટી જાય છે.
એન્ટીઓક્સીડેન્ટ થી ભરપૂર કીવી શરીરમાં રહેલા ફ્રીરેડીકલ્સ ને દૂર કરી ઓક્સિડેટ ને યુશટ્રેશન ને ધટાડે છે. જેથી તે કેન્સર જેવી બીમારીથી બચાવે છે સાથે જ ત્વચાને સ્વસ્થ અને યુવાન રાખે છે.
કીવી ખાવાથી બ્લડ શુગરનું લેવલ ઝડપથી વધતું નથી માટે ડાયાબિટીસના દર્દીઓ કીવી ફ્રૂટને ખાઈ શકે છે. કીવીમાં વધારે ફાઇબર તેમ જ કેલરી ધરાવતાં કીવી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય અને ફિટનેસ વિષે ઘરે બેસી માહિતી જાણવા અને શીખવા માટે અમારાં Page ” ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ” ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ.