આપણું પેટ સ્વસ્થ છે તો આપણા શરીરની અંદર કોઈપણ પ્રકારના રોગ થાય તેવી સંભાવના ઓછી થઇ જાય છે., પરંતુ જો આપણું પેટ અસ્વસ્થ છે, આપણું પેટ સાફ નથી તો આપણને વારે ઘડીએ રોગ થવા માંડે છે કારણ કે શરીરની અંદર મોટાભાગના રોગો જે આપણને થાય છે તે પેટથી જ ઉદ્ભવતા હોય છે.

તેથી પેટને સાફ રાખવું ખૂબ જ જરૂરી છે. સૌથી વધારે આપણને પરેશાન કરતી બાબત એ છે કે પેટની અંદર ખરાબ ચરબી જમા થઈ જાય છે પરિણામે આપણી આખી બોડી તો ફિટ દેખાતી હોય છે, પરંતુ પેટ આગળ વધી જાય છે અને પેટની અંદર ખરાબ ચરબી જમા થઈ જાય છે. એવું કેમ થાય છે? તો તમને જણાવીએ કે આપણા શરીર ની અંદર જઈ ખરાબ ચરબી વધવા માંડે છે.

હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે શરીરમાં કેમ ખરાબ ચરબી વધવા માંડે છે?  તો તમને જણાવીએ કે આપણું શરીર સારી રીતે વર્કઆઉટ ન કરતું હોય તેના કારણે આપણે દિવસની અંદર જે કાર્ય કરતા હોય તે ,બરાબર ન હોય એટલે કે આપણે સમયસર વર્કઆઉટ ન કરતા હોય.

આપણે સારું ભોજન ન લેતા હોઈએ, બહારનું જંકફૂડ ખાતા હોઈએ અને ભોજન ન લેવાના કારણે આપણા શરીરની ડાયજેશન સિસ્ટમ છે તે બગડી જાય છે. પરિણામે આપણા શરીરની અંદર ખરાબ કોલેસ્ટ્રોલ વધવા માંડે છે અને ખરાબ ચરબી જમા થવા લાગે છે.

આ ચરબી ઘણી બધી અલગ અલગ જગ્યાએ જમા થતી હોય છે. શરીરના ઘણા બધા ભાગોમાં ચરબી અલગ અલગ જગ્યાએ જમા થઈ જાય છે પરંતુ વધારે પડતી તે પેટમાં જમા થાય છે. પરિણામે આપણું પેટ ફૂલવા માંડે છે અને આપણું શરીર એકદમ નબળું થઈ જાય છે અને તેના કારણે આપણને ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝ જેવી ઘણી બધી બીમારીઓ અને રોગો આપણને થવા લાગે છે.

ઘણીવાર તો પેટ વધી જવાના કારણે અને ચરબી વધી જવાના કારણે કેન્સર પણ થઈ શકે છે કારણકે આપણા શરીરની અંદરના જે હોર્મોન્સ છે એ અનબેલેન્સ થવા લાગે છે. તેથી સૌ પ્રથમ તો આપણા પેટ ની ચરબી ખૂબ જ વધારે પડતી વધતી હોય તો આપણે સમયસર આપણે વર્કઆઉટ કરવું જરૂરી છે, સારું અને હેલ્ધી ભોજન લેવું પણ ખૂબ જ જરૂરી છે કારણ કે જો પેટની ચરબી વધી જાય તો તેના પછી આપણને ઘણાં બધા રોગો થઈ શકે છે.

તો અહીં આપણે એવું ઘરેલુ ઉપચાર જાણીશુ જેનાથી આપની પેટની ચરબી 7 દિવસમાં જ ઓછી થઈ જશે અને આપણું શરીર એકદમ સ્વસ્થ થવા માંડશે અને શરીરનો શેપ પણ એકદમ સારો થઈ જશે.

તો જાણીએ આ ઘરેલુ ઉપચાર કેવી રીતે કરવાનો છે: આ ઘરેલુ ઉપચાર માટે આપણને 150 ગ્રામ જેટલી અળસી લેવાની છે. કાચી અળસી લેવાની છે, પરંતુ તે શેકેલી હોવી જોઈએ. જો તમે કાચી જ અળસી લો છો તો તેને તમે ઘરે જ શેકી શકો છો અથવા તો બજારની અંદર તૈયાર શેકેલી અળસી મળે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો.

તો 150 ગ્રામ આપણે શેકેલી અળસી લેવાની છે, ત્યારબાદ 100 ગ્રામ જેટલું જીરુ લેવાનું છે, સો ગ્રામ જેટલા અજમો અને 50 ગ્રામ જેટલું આપણે તજ લેવાનું છે. જેને દાલ ચીની પાવડર પણ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે સૌ પ્રથમ શેકેલી અળસી લીધી છે તેને મિક્સરની અંદર વાટી લેવાની છે અથવા તો ગ્રાઈન્ડ કરી લેવાની છે.

અળસીનો ભુક્કો જ્યારે સારી રીતે થઈ જાય ત્યારબાદ આપણે જીરું અને અજમો મિક્સ કરી અને તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું. તેને સારી રીતે પાઉડર બની જાય ત્યારબાદ આપણે તજને મિક્સરમાં નાખી અને તેનો પાવડર બનાવી લેશું. આ દરેક પાવડર જ્યારે સારી રીતે તૈયાર થઈ જાય ત્યારે તે દરેક પાવડરને આપણે મિક્સ કરી લેશો અને એક એરટાઈટ બોટલ કે કાચની કોઈ બોટલની અંદર ભરીને રાખી દો.

ત્યારબાદ આપણે જાણીએ કે આનું સેવન કેવી રીતે કરવાનું છે: તો આ પાવડર માંથી એક ચમચી પાવડર આપણે જ્યારે પણ બપોરે જમવા બેસો તેના એક કલાક પહેલા આ પાવડરને ફાકી જવો અને તેના ઉપર હુંફાળું એક ગ્લાસ જેટલું પાણી પી લેવું.

તમે જ્યારે પણ જમવા બેસો તેના એક કલાક પહેલા આ કામ તમારે કરવાનું છે. આવી રીતે જ તમે સાંજે જમવા બેસો ત્યારે એક કલાક પહેલા એક ચમચી પાઉડર ફાકી જઈ તેના પર એક ગ્લાસ ગરમ હૂંફાળું પાણી પીવું. જ્યારે તમે બપોરે જમવા બેસો ત્યારે અને સાંજે જમવા બેસો ત્યારે આ કમ કરવાનું છે.

માત્ર 7 થી 10 દિવસની અંદર જ તમારી પેટની ચરબી ઓગળશે, શરીરની એકદમ સ્વસ્થ થશે સાથે સાથે જે ખરાબ કોલેસ્ટ્રોલ વધી ગયું હશે તે પણ બેલેન્સમાં થઈ જશે. ખરાબ ચરબી આપણા શરીરની અંદર જમા થઈ ગઈ હશે તે પણ ઓછી થવા લાગશે અને ખાસ કરીને પેટ ની અંદર જે ખરાબ ચરબી જમા થઈ ગઈ હશે તે પડવા ઓગળવા લાગશે અને તમારું પેટ ઓછો થવા લાગશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *