આંખો માણસને મળેલી કુદરતની અમૂલ્ય ભેટ છે. જેના કારણે આપણે આ દુનિયા જોઈ રહયા છીએ. તેથી તેની કાળજી લેવી પણ ખૂબ જરૂરી છે. આજના સમયમાં આપણે કોમ્પ્યુટર સ્ક્રીન, ટીવી અને મોબાઈલમાં વધારે સમય વિતાવીએ છીએ, જેના કારણે આંખોને લગતી ઘણી બીમારીઓ થઇ શકે છે.
પરંતુ આપણે તેનો ઉપયોગ કરવાનું બંધ કરી શકતા નથી, કારણ કે આપણે તેમના પર જરૂર કરતાં વધુ નિર્ભર છીએ. એટલા માટે આ લેખમાં કેટલીક કસરતો વિશે જાનવીશું જે તમારે આંખોને બચાવવા માટે દરરોજ કરવી જોઈએ. તો ચાલો જાણીયે કઈ છે આ કસરતો.
20-20-20 નિયમ : મોબાઈલ કે કોમ્પ્યુટર સ્ક્રીન પર સતત જોવાથી આંખના સ્નાયુઓમાં દુખાવો થાય છે. તમારી આંખના સ્નાયુઓને વિરામ આપો. કમ્પ્યુટર કે મોબાઈલ સ્ક્રીનનો ઉપયોગ કરતી વખતે દર 20 મિનિટ પછી 20 સેકન્ડ માટે દૂરની વસ્તુને જોવાનું રાખો. આ એક ઉપાય તમને આખી જિંદગી તમારી આંખોને સ્વસ્થ રાખી શકે છે.
નજીક અને દૂર ધ્યાન કેન્દ્રિત કરો : આરામથી ખુરશી પર બેસીને તમારા અંગૂઠાને તમારા ચહેરાથી લગભગ 10 ઇંચ દૂર રાખીને તેના પર 10 સેકન્ડ માટે ધ્યાન કેન્દ્રિત કરો. હવે દૂરની વસ્તુને જોઈને તેના પર 15 સેકન્ડ સુધી ધ્યાન કેન્દ્રિત કરો. તે પછી તમારું ધ્યાન ફરીથી અંગૂઠા પર રાખો. આ કસરતને તમે દિવસમાં 5 થી 6 વખત કરો.
આંખો ઝપકાવવી : આરામથી બેસીને તમારી આંખોને ઝડપથી 10 થી 15 વખત ઝબકાવો. પછી તમારી આંખો બંધ કરીને 20 સેકન્ડ સુધી આરામ આપો. આનાથી રક્ત પરિભ્રમણ સુધરે છે. આ કસરત દિવસમાં 5 વખત કરો. તમારી આંખોને આરામ આપવા માટે વચ્ચે બ્રેક આપવા માટે સરસ રીત છે.
આંખોને મોટી કરો : તમારી આંખોને 5 સેકન્ડ માટે બંધ કરો અને પછી તેને આંખોને મોટી કરીને ખોલો. આ કસરત પોપચાના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને રક્ત પરિભ્રમણને સુધારે છે અને આંખોને સ્વસ્થ રાખે છે.
પોપચાને માલિશ કરો : એક બાઉલમાં ગરમ પાણી રેડો અને તેમાં થોડા કોટન બોલ્સને ડુબાડી લો. આ બોલ્સને તમારી આંખો પર હળવા હાથે પ્રેસ કરો. તમારા હાથને ઉપર અને નીચેની તરફ લઇ જાઓ અને તમારી પોપચાની માલિશ કરો.
ઇન્ફિનિટી સિમ્બોલ : આરામથી ખુરશીમાં બેસો. તમારા જમણા અંગૂઠાને તમારા ચહેરાથી લગભગ 10 ઇંચ દૂર રાખીને તમારા હાથને પકડી રાખો અને અંગૂઠા પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારી દિશા પર તમારું મોં રાખીને તમારા અંગૂઠાને ઇન્ફિનિટી સિમ્બોલમાં ફેરવો. આ કસરત તમે ઘડિયાળની દિશામાં અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 5 વાર કરો.
ફિલ્ટરિંગ : આ કસરતમાં તમારી આંખની કીકીને ડાબેથી જમણે બાજુ લઇ જવાની છે. તમારા ડાબા ખૂણા તરફ જુઓ અને પછી ધીમે ધીમે તમારી નજર જમણી બાજુ ફેરવો. હલનચલન કરતી આંખની કીકી દ્વારા પમ્પ થતા લોહીમાં વધારો થવાને કારણે આંખના નાના સ્નાયુઓ વધુ સક્રિય અને સ્વસ્થ બને છે. તમે આ કસરતને ઓછામાં ઓછી 6 વખત કરો.
કોન્ટ્રાસ્ટ શાવર : તમારી આંખોને દિવસમાં બે વાર સાફ કરો. સવારે હુંફાળા પાણીથી કરો અને પછી ઠંડા પાણીથી ધોઈ લો. સાંજે તમારી આંખો આ જ રીતે પહેલા ઠંડા પાણીથી અને પછી હૂંફાળા પાણીથી ધોવો.
ગરમ હથેળીઓ : તમારી બંને હથેળીઓને ઘસો, જે રીતે તમે શિયાળામાં ઘસો છો. ધીમેધીમે તમારી ગરમ હથેળીઓને આંખો પર મુકશો એટલે તમે આંખના સ્નાયુઓને આરામ આપતી હૂંફ અનુભવશો. હાથને આંખો પર ત્યાં સુધી રાખો જ્યાં સુધી આંખો ગરમી સંપૂર્ણપણે શોષાઈ ના જાય. આ ક્રિયા 5 વખત કરો.
માલિશ કરો : તમે તમારી આંગળીઓથી ઉપરની પાંપણના પોપચાને 4-5 સેકન્ડ માટે હળવેથી દબાવો. આ 5 વખત કરવાથી અંતઃસ્ત્રાવી પ્રવાહીના પરિભ્રમણમાં સુધારો થાય છે.
જો તમે આ કસરતો દરરોજ કરો છો તો તમે તમારી આંખોને ઘણી સમસ્યાઓથી બચાવી શકો છો. તમે પણ આ કસરતોને એકવાર કરી જુઓ, તમને પણ સારું પરિણામ મળશે. આવા જ વધુ લેખો વાંચવા માટે ગુજરાતફિટનેસ સાથે જોડાયેલા રહો.
