ઉનાળાની સીઝનમાં મોઢામાં ચાંદાની સમસ્યા વધુ જોવા મળે છે. મોઢાના ચાંદા ખૂબ જ પીડાદાયક હોય છે અને તેમના કારણે ખાવાનું મુશ્કેલ બની જાય છે. કેટલીકવાર આ સમસ્યા એટલી વધી જાય છે કે તમારા માટે ખાવું કે પાણી પીવું મુશ્કેલ બની જાય છે. મોઢાના ચાંદા સામાન્ય રીતે પીળા અથવા સફેદ રંગના હોય છે અને તેની આસપાસ લાલાશ હોય છે.

તે સામાન્ય રીતે ઘણા બધા એસિડિક અથવા મસાલેદાર ખોરાક ખાવાથી, અમુક પ્રકારની ખાદ્ય એલર્જી, નબળી દાંતની સ્વચ્છતા, તણાવ અને વિટામિન્સ બી અને વિટામિન સીની પોષક ઉણપને કારણે થાય છે. સામાન્ય રીતે ચાંદાની સમસ્યા ત્રણ થી સાત દિવસમાં સારી થઇ જાય છે. પરંતુ જો તે લાંબા સમય સુધી સારું ન થાય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

આ સિવાય મોઢાના ચાંદાથી છુટકારો મેળવવા માટે તમે તમારા આહારમાં કેટલાક ખોરાકનો પણ સમાવેશ કરી શકો છો, જેનાથી તે ઝડપથી ઠીક થઈ શકે છે અને આ સમસ્યા વારંવાર ના થાય. તો ચાલો જાણીએ મોઢાના ચાંદાથી છુટકારો મેળવવા માટે તમે કયા કયા ખોરાકને આહારમાં સામેલ કરી શકો છો.

મેથીના દાણા: મેથીના દાણા અને પાંદડા બંને મોઢાના ચાંદાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. મેથીના પાંદડા પોષણનું પાવરહાઉસ છે અને તે વિવિધ રોગોની સારવાર માટે કામ કરી શકે છે. મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળીને સવારે ખાલી પેટ ખાવાથી મોઢાના ચાંદાથી જલ્દી છુટકારો મળે છે.

છાશ: જો તમે તમારા નિયમિત આહારમાં છાશનો સમાવેશ કરો છો, તો તે તમને મોઢાના ચાંદાથી બચાવવામાં મદદ કરે છે. આ સિવાય જો તમને મોઢામાં અલ્સરની સમસ્યા હોય તો તમે છાશથી ગાર્ગલ કરી શકો છો અને તેને તમારા ભોજન સાથે પણ ખાઈ શકો છો. છાશનો આ રીતે ઉપયોગ કરવાથી તમને મોઢાના ચાંદાથી રાહત મળશે.

હળદર: હળદરનો ઉપયોગ પ્રાચીન સમયથી દર્દ નિવારક તરીકે કરવામાં આવે છે. જો તમે નિયમિતપણે હળદરનું પાણી અથવા હળદર મિશ્રિત દૂધનું સેવન કરો છો, તો તે તમને મોઢાના ચાંદાથી જલ્દી છુટકારો મેળવવામાં મદદ કરશે. કોઈપણ સ્વરૂપમાં હળદરનું નિયમિત સેવન તમને મોંમાં ચાંદા થવાથી બચાવે છે.

ટામેટા: ખાટા ફળ તમારા ભોજનનો સ્વાદ તો વધારી શકે છે, પરંતુ મોઢાના ચાંદા માટે પણ ઉત્તમ દવા તરીકે પણ કામ કરી શકે છે. જો તમે તમારા આહારમાં ટામેટાંનો સમાવેશ કરો છો, તો મોંમાં ચાંદાની સમસ્યાને ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે.

આટલું જ નહીં, તમે મોઢામાં ચાંદાની સ્થિતિમાં પણ તેનો ઉપયોગ દવા તરીકે કરી શકો છો. આ માટે તમે સલાડના રૂપમાં કાચા ટામેટાંનું સેવન કરી શકો છો. ટામેટાનો ઉપયોગ કરવાથી ખૂબ જ જલ્દી તમને આ સમસ્યામાંથી છુટકારો મળશે.

તુલસીના પાન: તુલસીના પાન હંમેશા ઔષધિનું કામ કરે છે. ખાસ કરીને જ્યારે તમને મોઢામાં ચાંદાની સમસ્યા હોય તો તમારે તુલસીના કેટલાક પાન ચાવીને પાણી સાથે ગળી જવા જોઈએ. આ પાંદડા તમને ચાંદાની સમસ્યાથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. તમે તુલસીના પાનને હળતા ફરતા ચાવી ચાવીને ખાઈને છુટકાળો મેળવી શકો છો.

લસણ: લસણ એ મોઢાના ચાંદા માટે કુદરતી ઉપાય છે જે ઘાવ ને સાજા કરીને પીડા ઘટાડવામાં મદદ કરે છે. લસણમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે, તેથી તેને તમારા આહારમાં સામેલ કરવાથી મોઢાના ચાંદાથી જલ્દી રાહત મળે છે.

લસણમાં રહેલું શક્તિશાળી સંયોજન એલિસિન પીડા ઘટાડવા અને મોઢાના ચાંદાને ઘટાડવામાં અસરકારક છે. તેથી, આવી કોઈપણ સમસ્યાથી છુટકારો મેળવવા માટે, તમારે તમારા આહારમાં લસણનો સમાવેશ કરવો જોઈએ.

ચીકુ: ક્યારેક મોઢામાં ચાંદા થવાનું કારણ પણ ખરાબ પાચન હોય છે. ફાઈબરયુક્ત ખોરાક પાચનમાં મદદ કરે છે અને કબજિયાતમાં રાહત આપે છે. ચીકુ એક ફાઈબરથી ભરપૂર ફળોમાંનું એક છે . ચીકુમાં ડાયેટરી ફાઈબર હોય છે, જે પાચનક્રિયાને સરળ બનાવે છે.

ઉચ્ચ ફાઇબર સામગ્રી કબજિયાતથી રાહત આપે છે, તેથી જ્યારે તમે ખોરાકમાં ચીકુનો સમાવેશ કરો છો, ત્યારે તે પેટને સાફ રાખવામાં મદદ કરે છે તેમજ મોંના ચાંદાથી રાહત આપે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *