જે ચાનું સેવન આપણે રોજ સવારે નાસ્તા સાથે કરીએ છીએ, શું તે ખરેખર આપણા શરીર માટે ગુણકારી છે કે નહીં તેની જાણકારી આપણને હોવી જોઈએ કારણ કે ભારત દેશની અંદર મોટાભાગના લોકો ચા પી પીવાથી ટેવાયેલા છે. આપણે સવારે ચા પીએ છીએ અને સાંજે પણ ચા પીએ છીએ. દિવસની અંદર ન જાણે કેટલી બધી વાર ચા પિતા હોય છે.
પરંતુ શું આજે આપણા માટે ચા પીવી ખરેખર યોગ્ય છે કે નહીં તે આપણે જાણીએ. ચા ખરેખર અંગ્રેજોની પેદાશ છે એટલે ભારતમાં 1750 પહેલાં ચાનું કોઈ નામો-નિશાન જ ન હતું. અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા, જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ, ત્યારબાદ અંગ્રેજોએ આવ્યા અને તેમના અનુકૂળતાની પ્રમાણે તેમને ચાનું ઉત્પાદન કર્યું.
કારણકે અંગ્રેજો જે છે, એ ઠંડા પ્રદેશમાં રહે છે. પરિણામે તે લોકોનું બ્લડપ્રેશર છે તે ખૂબ જ લો રહેતું હોય છે. પરિણામે તેમના માટે ચા છે એ સારી છે. પરંતુ આપણે ભારત દેશમાં રહીએ છીએ અને આપણો દેશ એક ગરમ આબોહવા વાળો છે એટલે આપણા માટે ચા જરાય પણ યોગ્ય નથી.
ચા આપણા માટે અમૃત નહીં પરંતુ ઝેર સમાન છે. હવે તમને જણાવીએ કે ચા કેવા લોકોએ પીવી જોઈએ તો જે લોકોનું બ્લડપ્રેશર ખૂબ લો હોય તેવા લોકો ચાનું સેવન કરે તો તેમને પ્રોબ્લેમ નથી થતો.પરંતુ જે લોકોનું બ્લડપ્રેશર નોર્મલ અથવા તો હાઈ છે તેવા લોકોએ ચાનું સેવન જરાય પણ ન કરવું જોઈએ કારણ કે ચા એસિડિક પદાર્થ છે અને તેના કારણે આપણા શરીરની અંદર એસિડ વધવા માંડે છે. શરીરનું બ્લડ પ્રેશર છે તે હાઈ થવા માંડે છે.
જે અંગ્રેજો છે, જે ઠંડા પ્રદેશમાં રહે છે તેમનું બ્લડ પ્રેશર થોડુંક આલ્કલાઈન હોય છે પરિણામે તેઓ ચા જેવું પદાર્થ લે છે તો તેમને કોઈ પ્રોબ્લેમ નથી થતો. પરંતુ આપણે ભારત દેશમાં રહીએ છીએ અને આપણું જે બ્લડ છે તે એસિડિક છે અને ચા પણ એસિડિટીકે છે પરિણામે આપણા શરીરની અંદર એસિડનું પ્રમાણ વધવા માંડે છે.
હવે જયારે આપણને ચાની આદત આટલી બધી પડી ગઈ છે તેને આપણે દૂર કેવી રીતે કરી શકીએ તેના વિષે જાણી લઈએ કારણકે ચાને આપણે સવારના નાસ્તામાં લઈએ છીએ, તે ખરેખર આપણા માટે યોગ્ય નથી. તો ચાલો જાણીએ આ ચાને આપણે દૂર કેવી રીતે કરી શકીએ.
મિત્રો સૌ પ્રથમ તો આપણે જે ચાની ખૂબ જ વધારે પડતી આદત છે, તે તો આસાનીથી છૂટવાની નથી એટલે કે આજે આપણે વિચાર્યું કે “કાલથી ચા નહીં પીવું” તો તેમ નહીં ચાલે. તો ચાને આપણે થોડી થોડી કરીને એટલે કે ચાને જો આપણે સવારે એક કપ લેતા હોઈએ તો તેનાથી અડધો કરી નાખવાનો.
સવાર અને સાંજ આ બે ટાઈમ ચા પીતા હોય તો તેમાંથી ફક્ત આપણે એક જ સમયે ચા પીવાની. થોડાક દિવસ આવું કરવાથી તમારી ચાની ટેવ ઓછી થઇ જશે. ઘણા લોકો કહેતા હોય છે કે જો હું ચા નથી પીતો તો મારું માથું ચડી જાય છે કારણકે ચા એક પ્રકારનું વ્યસન છે. ચાને આપણે કહીએ તો ચા એક પ્રકારનો નશો છે.
પરિણામે ચા ન પીવાના કારણે આપણને માથું ચડી શકે છે. તો આ પરથી તમને ખ્યાલ આવી જ ગયો હશે કે ચા જે આપણે પીએ છીએ તે ખરેખર એક વ્યસન છે, એક નશો છે. પરંતુ જો તમે તેને ધીમે ધીમે ઓછો કરશો તો તમને માથું પણ નહીં પડે અને તેની આદત પણ છૂટી જશે.
હવે જાણીએ કે ચાના ઓપ્શન માં શું લેવું તો એક અર્જુન છાલ કરીને પાવડર આવે છે. તે કોઈ પણ મેડિકલ સ્ટોર કે કરિયાણાની દુકાનો પણ આપણને મળી જશે. તે એક ચમચી પાવડર લેવો અને એક ગ્લાસ જેટલું પાણી લેવું અને તેને ઉકાળવું. ત્યારબાદ તેનું આપણે સેવન કરવું. એટલે કે તમે ચાની જગ્યાએ આવા અર્જુન પાવડર નું સેવન કરી શકો છો, જે સ્વાદમાં પણ સારો હોય છે.
આપણે તેને વધુ ટેસ્ટી બનાવવા માટે તેની અંદર થોડીક ખાંડ અથવા ગોળ નાખી શકો છો. દૂધ પણ તેની અંદર નાખી શકો છો. એટલે કેજે રીતે ચા બનાવી એ છીએ તેમ જ તે અર્જુન છાલ પાવડરને બનાવવાનો છે. એટલે ચાની જગ્યાએ આપણે અર્જુન છાલના પાવડર નો ઉપયોગ કરવાનો છે.
હવે જે અર્જુન પાવડર છે તે આલ્કલાઈન પદાર્થ છે અને આપણું બ્લડ જે એસિડિક છે. પરિણામે આપણે તેનું સેવન કરવાથી કોઈ પ્રોબ્લેમ થતો નથી. આપણે એવા દરેક પદાર્થ લઈ શકીએ છીએ જે આલ્કલાઈન હોય. પરંતુ આપણે એવા બધા જ પદાર્થ ન લેવા જોઈએ જે એસિડકે હોય કારણ કે આપણે ભારત દેશમાં રહીએ છીએ.
ભારત દેશની અંદર ઘણા બધા એવા પ્રદેશો આવેલા છે જે ખૂબ જ ઠંડા છે તો તે લોકો ચા પીવે છે તો તેમના માટે ચા કોઈ નુકસાનકારી નથી. જેમકે જમ્મુ કાશ્મીરના લોકો ચા પીવો તો તેમના માટે કોઈ નુકશાનકારી નથી. પરંતુ ગરમ પ્રદેશમાં રહેતા લોકો જો ચા પિતા હોય તો તેના માટે તે ગુણકારી નહીં પરંતુ ઝેર સમાન છે.
તો મિત્રો જો તમે ચાની આદતથી ટેવાયેલા હોય અને આપણને ચાની ખૂબ જ આદત હોય તો તેને છોડી નાખજો અથવા ધીરેધીરે આ રીતે ઓછી કરી નાખશો તો છૂટી જશે.