આપણી ભાગદોડ ભરી જીવન શૈલી અને અનિયમિત ખાણી આપણા સ્વાસ્થ્ય માટે નુકસાન કારક સાબિત થાય છે. આપણા શરીરની એવી ઘણી બીમારી છે જે આપણે જાતે કરીને લાવીએ છીએ. તેવી જ બીમારી એટલે કે એસીડીટી.
એસીડીટી હાલના સમયમાં મોટાભાગે દરેક વ્યક્તિને થતી હોય છે. એસિડિટી આપણી ખરાબ ખાન પાન ના કરાઈ થતી હોય છે. વઘારે તીખો, વઘારે તળેલો, વઘારે મસાલાવાળો ખોરાક ખાવાથી એસીડીટીની સમસ્યા થવાનુ શરુ થાય છે.
એસીડીટી થવાથી છાતી અને પેટમાં બળતરા જેવી સમસ્યા થતી હોય છે. આ ઉપરાંત ખાઘા પછી ખાટા ઓટકાર આવતા હોય છે. ગળામાં બળતરા, ખાટા ઓટકાર, છાતી કે પેટમાં થતી બળતરા એસિડિટી થવાના મુખ્ય લક્ષણો છે.
ભોજન પછી થતી આ એસિડિટીની સમસ્યા છે જેમાં આપણે ભોજન પર પૂરતું ઘ્યાન આપવું જોઈએ. એસિડિટી ની સમસ્યાના દૂર કરવા માટે કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું. જેની મદદથી તમે એસિડિટીની સમસ્યામાં રાહત મેળવી શકશો.
ગોળનું સેવન કરવું: ગોળ એસિડિટીની સમસ્યા દૂર કરવામાં ખુબ જ કારગર છે. આ માટે તમારે ભોજન સાથે બપોરે અને સાંજે એક-એક ટુકડો ગોળનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત ભોજન કરીને ઉભા થઈએ ત્યારે પણ એક ટુકડો ગોળનો ખાઈ શકાય છે.
ગોળનું સેવન કરવાથી એસિડિટીમાં થતી પેટની છાતીમાં થતી બળતરામાં રાહત મળશે. ગોળનું સેવન કરવાથી આપણા શરીર માટે ખુબ જ લાભદાયક છે. તેનું સેવન કરવાથી શરીર મજબૂત બને છે જેથી થાક અને નબળાઈની સમસ્યા દૂર થાય છે.
વરિયાળીનું સેવન કરવું: વરિયાળી એસિડિટીમાં ખુબ લાભદાયક છે. આ માટે તમે વરિયાળીને ભોજન કરીને ઉભા થાઓ ત્યારે એક ચમચી વરિયાળીનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત એક કપ પાણીમાં એક ચમચી વરિયાળી મિક્સ કરીને આખી રાત પલાળીને રહેવા દેવી,
ત્યાર પછી સવારે ઉઠીને ખાલી પેટ તે પાણીને ગાળીને તેમે કે ચમચી દેશી મઘ મિક્સ કરીને પી જવાનું છે. ત્યાર પછી વરિયાળીને ચાવી ચાવીને ખાઈ લેવાની છે. વરિયાળીનું સેવન કરવાથી ખાટા ઓટકાર આવવાની સમસ્યા દૂર થઈ જશે અને પેટમા અને છાતીમાં થતી બળતરા માં રાહત મળશે. આ ઉપરાંત મોં માં આવતી ખરાબ વાસ પણ દૂર થઈ જશે.
જો તમને એસિડિટીની સમસ્યા હોય તો આ વસ્તુનું સેવન કરવું જોઈએ. રોજે આ વસ્તુનું સેવન કરવાથી છાતીમાં થતી બળતરા, પેટમાં થતી બળતરા, ગળામાં થતી બળતરા અને ખાટા ઓટકાર આવવાની સમસ્યા કાયમી માટે દૂર થઈ જશે. એસિડિટીથી પીડિત દર્દી માટે આ બંને વસ્તુ વરદાન સમાન છે.