આજે તમને અંજીર સાથે એક વસ્તુ ખાવાથી શરીરમાં થતા ફાયદા વિષે જણાવીશું. અંજીર સાથે એક વસ્તુ લેવાની છે એટલે કે અંજીર સાથે તમારે અખરોટ નું સેવન કરવાનું છે. અંજીર અને અખરોટનું સેવન કરવાથી શરીરને ઘણા લાભ મળે છે. અંજીર અને અખરોટને સાથે ખાવાથી હાર્ટ સમસ્યાઓ, વજન ઘટાડવા, એનિમિયા અને પાચન સબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે મદદ મળી શકે છે.
તમે અજીર અને અખરોટનું સેવન ઘણી બધી રીતે કરી શકો છો. તમે ઈચ્છો તો આ બંનેનું અન્ય કેટલાક નટ્સ અને ડ્રાઈ ફ્રુટ્સ સાથે પણ કરી શકો છો. આ તમારી સ્કિન અને વાળની સમસ્યાને દૂર કરી વાળ મજબૂત અને સાઇની, ચમકદાર બનાવે છે.
તમે અંજીર અને અખરોટને સવારે પલાઈને અથવા દૂધમાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો. અંજીર અને અખરોટમાં મેગ્નિશિયમ, ફોસ્ફોરસ, પોટેશિયમ, ઓમેગા-3 ફેટી એસિડ, કેલ્શિયમ, આયરન, વિટામીન અને ફાઈબર મળે છે. હવે જાણીએ તેના ફાયદા વિષે.
હ્નદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક: અખરોટ અને અંજીરમાં મોનોઅનસેચ્યુરેટેડ, પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ અને પોટેશિયમ જેવા તત્વો હોય છે, જે તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે. તે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં અને હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. તે હૃદય રોગ, સ્ટ્રોક અને હાર્ટ એટેકના જોખમને પણ ઘટાડી શકે છે.
વાળ માટે ફાયદાકારક: ઘણા લોકો તેમના વાળ તૂટવાથી પરેશાન હોય છે અને આ માટે ઘણા પ્રકાર પ્રોડક્ટ્સનો ઉપયોગ પણ કરે છે. પરંતુ તમને જણાવીએ કે અંજીર અને અખરોટના સેવનથી વાળ સારી રીતે વધે છે અને વાળ મજબૂત બની તૂટતાં અટકી જાય છે. આ ઉપરાંત માથાની ચામડીમાં જરૂરી તેલનું પ્રમાણ પણ જળવાઈ રહે છે અને વાળ ચમકદાર દેખાય છે.
પાચનતંત્ર મજબૂત બનાવે: અંજીર અને અખરોટ તમારા પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. તે અપચો, ગેસ અને કબજિયાતની સમસ્યામાં ઘણી રાહત આપે છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે તમને ઘણી બીમારીઓથી પણ બચાવી શકે છે. સવારે તેનું સેવન કરવાથી પેટ હલકું લાગે છે અને ખાવાની ઈચ્છા દિવસભર રહે છે.
વજન નિયંત્રણ રાખે: અંજીર અને અખરોટના સેવનથી દિવસભર એનર્જી જળવાઈ રહે છે. અખરોટનું સેવન વજન ઘટાડવામાં મદદ કરે છે. અખરોટમાં રહેલું ફાઈબર પાચનતંત્ર મજબૂત કરવાની સાથે તમારા વજનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.
ત્વચા માટે ફાયદાકારક: દરેક વ્યક્તિને સુંદર અને ચમકદાર ત્વચા જોઈએ છે. આવી સ્થિતિમાં, તમારે તમારી ત્વચાની સંભાળ માટે તમારી દિનચર્યામાં અંજીર અને અખરોટનો સમાવેશ કરવો જોઈએ. તેમાં રહેલા પ્રોટીન અને વિટામિન્સની મદદથી તમારી ત્વચા સ્વસ્થ રહે છે અને ત્વચા ચમકદાર દેખાય છે.
હવે જાણીએ અંજીર અને અખરોટનું સેવન કેવી રીતે કરવું: અંજીર અને અખરોટનું સેવન કરવા માટે, તમે તેને પલાળીને ખાઈ શકો છો અને તેનું પાણી પણ લઈ શકો છો. આને સવારે તેને ખાવાથી ઘણા ફાયદા થાય છે.
તમે તેને આખા દિવસ દરમિયાન અથવા સાંજે દૂધ સાથે લઈ શકો છો. તમે મધ સાથે અંજીર અને અખરોટનો પણ ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે તેને દહીં અથવા સ્મૂધી સાથે પણ ખાઈ શકો છો.
