હાલમાં ઉનાળાની ગરમીમાં દરેક મહિલાઓ અને પુરુષોની એક જ સમસ્યા હોય છે. જે ચહેરાને લગતી સમસ્યા છે. અત્યારે હાલમાં ઉનાળાની ગરમીમાં સૂર્ય પ્રકાશના કિરણોથી ચહેરા પર કાળાશ પડી જતી હોય છે. જેથી ચહેરાની સુંદરતા પણ છીનવાઈ થઈ જાય છે. બીજી ઋતુ કરતા ઉનાળામાં સૂર્યપ્રકાશથી ચહેરો હોય તેના કરતા દેખાવમાં ખુબ જ ઓછો થઈ જાય છે.
ઉનાળામાં આપણે આપણા ચહેરાની દેખરેખ રાખવી પણ ખુબ જ જરૂરી છે. જેથી ચારણી સુંદરતા જળવાઈ રહે. ઘણા લોકો ઉનાળામાં ગરમીમાં મોં ઢાંકિયાં વગર જ બહાર નીકળતા હોય છે. જેના કારણે ગરમીમાં પરસેવો થાય છે અને પરસેવો થાય ત્યારે ધૂળ માટીના રજકણો પણ ચહેરા પર ચોંટી જતા હોય છે. જેના કારણે ચહેરા પર જે ચમક દેખાવી જોઈએ તે દેખાતી નથી.
ઉનાળાની ગરમીમાં ચહેરને પણ ઠંડક મળી રહે તે ખુબ જ જરૂરી છે. ચહેરાને સુંદર બનાવવા માટે ઘણી બઘી બ્યુટી પ્રોડકટ મળી આવે છે. જેનો મોટાભાગના લોકો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે. પરંતુ આજે અમે તમને ઘરેલુ ઉપાય જણાવીશું. જેની મદદથી ચહેરા પર પડેલ કાળી ત્વચાને સફેદ બનાવી દેશે.
આપણા રસોડામાં એવી કેટલીક વસ્તુ મળી આવે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે સાથે ચહેરાને પણ સુંદર કરવામાં ખુબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. આ માટે આપણે આપણા રસોડામાં રહેલ બટાકાનો ઉપયોગ કરવાનો છે. બટાકાનો ઉપયોગ કરી ચહેરાને સફેદ બનાવી શકાય છે.
આ માટે સૌથી પહેલા ચહેરાને સાદા પાણીથી ઘોઈને સાફ કરી લો, હવે એક બટાકો લઈ લો, ત્યાર પછી બટાકાને પાણીથી ઘોઈ લેવો ત્યાર પછી તે બટાકાને વચ્ચે થી કાપી લો, ત્યાર પછી તેની બે ચિપ્સ કાપી લો, પછી વાળા ફરીથી એક-એક ચિપ્સ લઈને ચહેરા પર હળવા હાથે લાવીને ચાર થી પાંચ મિનિટ માલિશ કરીને 20 મિનિટ સુઘી રહેવા દો. ત્યાર પછી ચહેરાને સાદા પાણીની મદદથી ઘોઈ દેવાનો છે.
આ ઉપાય તમે સવારે ઉઠીને કરી શકો છો અથવા રાત્રે સુવાના પહેલા આ ઉપાય કરી લેવો જોઈએ આ ઉપાય રાત્રે કરવાથી તમને સુકાવવા દેવા માટે પૂરતો સમય પણ મળી રહેશે જેથી ચહેરા પર પડેલ કાળાશ પણ દૂર થઈ જશે. જેથી ચહેરા ની ગ્લો પાછી આવી જશે. જેથી ચહેરો ચમકદાર અને સફેદ દેખાવા લાગશે.
બટાકાની ચિપ્સની મદદથી માલિશ કરવાથી આંખો નીચે પડેલ કાળા ડાર્ક સર્કલ પણ દૂર થઈ જશે. તમે બટાકાના ચિપ્સથી ગરદન પર પણ માલિશ કરી શકશો. જેથી કાળી પડી ગયેલ ગરદન પણ સફેદ થશે. આ ઉપરાંત ઉનાળામાં પડતી ગરમીમાં હાથ અને પગ પણ કાળા પડી જાય તો બટાકાનો ઉપયોગ કરીને હાથ પગને ઘોળા કરી શકો છો.
હવે બીજા ઉપાય માટે તમારે એલોવેરા જેલની જરૂર પડશે. આ માટે સૌથી પહેલા તો તમે ચહેરાને સાદા પાણી વડે ઘોઈ ને સાફ કરી લો, ત્યાર પછી એલોવેરા જેલને આખા ચહેરા પર લગાવી ને હળવા હાથે ત્રણ મિનિટ માલિશ કરવી, ત્યાર પછી 25 મિનિટ થાય ત્યારે ચહેરાને સાદા પાણી વડે ઘોઈ લેવો અને સાફ કરી લેવો.
આ ઉપરાંત તમે એલોવેરા જેલને આખી રાત રહેવા દઈને સવારે પણ ઘોઈ શકો છો. આ ઉપાય તમારે સાંજે જમ્યા પછી કરવાનો છે. આ જેલની મદદથી ચહેરા પર ચોંટેલા ધૂળ માટીના રજકણો, પ્રદુષિત હવાના સુક્ષમ કણો હોય તો તેને દૂર કરવામાં મદદ કરે છે. જેથી ચહેરો બેદાગ થઈ જશે. આ ઉપાય ચહેરા ની કાળી પડી ગયેલ ત્વચાને સફેદ બનાવી દેશે.
ઉનાળાની ગરમીમાં ચહેરાને થડક મેળવવા માટે પણ આ બને ઉપાય ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. મહિલાઓ અને પુરુષોની સ્કિનની સમસ્યા ને દૂર કરવામાં માટે બટાકા અને એલોવેરા જેલ ખુબ જ કારગર સાબિત થશે. આ આ બને વસ્તુ ચહેરા પર પડેલ કાળા ડાઘા, ખીલ, ફોલ્લીઓ વગેરે જે દૂર કરવામાં ખુબ જ અસરકારક છે.
