સુકામેવા આપણા સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ગુણકારી માનવામાં આવે છે. સુકામેવા ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વોનો ખજાનો મળી આવે છે. જે આપણા શરીરના શરીરમાં રહેલ પોષક તત્વોની કમીને પૂર્ણ કરે છે.
નાના બાળકોના સારા વિકાસ માટે સુકામેવાનું સેવન કરાવવું ખુબ જ જરૂરી છે. જે બાળકોના શરીરને મજબૂત બનાવે છે અને મગજની યાદશક્તિમાં વઘારો કરે છે. માટે અખરોટ, બદામ, કિસમિસ, અંજીર જેવા સુકામેવાનું સેવન કરાવવું જોઈએ. સુકામેવા નાનાથી લઈને મોટા સુઘી દરેક વ્યક્તિ ખાઈ શકે છે.
સુકામેવાનું સેવન કરતા પહેલા જાણવું જરૂરી છે જે સુકામેવા કઈ રીતે ખાવા અને કેટલી માત્રામાં ખાવા જોઈએ. માટે આજે અમે તમને કિસ્મિસનું સેવન કરવાથી થતા સ્વાસ્થ્ય ફાયદા વિષે જણાવીશું. સુકામેવાને હંમેશા પલાળીને જ ખાવા જોઈએ, જેથી આપણા સ્વાસ્થ્યને અનેક ઘણા ફાયદામાં વઘારો કરે છે.
કિસમિસમાં કેલ્શિયમ, આયર્ન, ફાયબર, પોટેશિયમ, વિટામિન-એ, વિટામિન-સી, વિટામિન-બી જેવા પોષક તત્વોનો સ્ત્રોત મળી આવે છે. આ બઘા પોષક તત્વો આપણા શરીરને વધુ માત્રામાં મળી રહે તે માટે આપણે રાત્રે એક બાઉલમાં 10 દાણા કિસમિસના પલાળી દેવાના છે. ત્યાર પછી સવારે ઉઠીને ખાલી પેટ ચાવી ચાવીને ખાઈ લેવાના છે.
વજન ઘટાડે: વજન ઘટાડવા માગયતા હોય તો સુકામેવામાં કિસમિસ સૌથી બેસ્ટ છે. તેમાં ખુબ જ ઓછી માત્રામાં કેલરી હોય છે. માટે તેનું નિયમિત સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મેળવી શકાય છે. તમે કિસમિસના દાણાનું સેવન કર્યા પછી તેનું પાણી પણ પી શકો છો, જે વજન ઘટાડવામાં ખુબ જ મદદ કરશે.
પાચનક્રિયા સુઘારે: કિસમિસમાં સારી માત્રામાં ફાયબર મળી આવે છે. જે ડાયજેશન સિસ્ટમને સુધારીને મજબૂત બનાવે છે, જેથી આપણી મંદ પડી ગાયેક પાચનક્રિયામાં સુઘારો થાય છે, જેથી કબજિયાત, અપચો જેવી પેટને લગતી સમસ્યામાં રાહત મળે છે. આ સુકામેવાના દાણા સાથે આ પાણીનું સેવન કરવાથી પેટ સાફ રહે છે.
આંખો સ્વસ્થ રાખે: કિસમિસમાં વિટામિન-એ સારી માત્રામાં મળી આવે છે જે આપણી આંખો માટે ખુબ જ સારું માનવામાં આવે છે. નિયમિત આ સુકામેવાનું સેવન કરવામાં આવે તો આંખોમાં કમજોરી રહેતી હોય, આંખો થાકી ગયેલી લગતી હોય તો તે સમસ્યા દૂર કરીને આંખોનું તેજ વઘારે છે.
લીવર માટે: રોજે સવારે ખાલી પેટ કિસમિસ ના પલાળેલા દાણા ખાવાથી લીવર સ્વસ્થ રહે છે. લહીમાં રહેલ હાનિકારક તત્વોને દૂર કરી લોહીને શુદ્ધ કરે છે જેથી લીવરને ડીટોક્સ કરવામાં મદદ મેળવી શકાય છે. જેથી લીવર સાફ અને ચોખ્ખું રહે છે.
લોહી વઘારે: કિસમિસમાં ભરપૂર માત્રામાં આયર્નનો સ્ત્રોત મળી આવે છે. જે લોહીની કમીને પૂર્ણ કરે છે. કિસમિસનું સેવન કરવાથી લાલ રક્તકણોમાં વઘારો કરે છે, જેથી એનિમિયા જેવી સમસ્યાને દૂર કરી શકાય છે. મહિલાઓમાં થતી લોહીની ઉણપ પૂર્ણ કરવા રોજે કિસમિસનું સેવન કરવું જોઈએ. જેથી હિમોગ્લોબીની ટકાવાળીમાં વઘારો થાય છે.
શારીરિક કમજોરી દૂર કરે: રોજે 10 દાણા કિસમિસના પલાળીને ખાવાથી શરીરમાં શારીરિક કમજોરી દૂર થાય છે. જેથી કોઈ પણ કામ કરવામાં વારે વારે થાક લાગતો નથી, આ ઉપરાંત શરીરમાં ભરપૂર એનર્જી રહે છે જેથી આખો દિવસ સ્ફૂર્તિવાન રહે છે.
હાડકાની કમજોરી દૂર કરે: કિસમિસમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમનો સ્ત્રોત મળી આવે છે. જે આપણા હાડકાને જરૂરી કેલ્શિયમ પૂરું પાડે છે. માટે રોજે પલાળેલા કિસમિસનું સેવન કરવાથી શરીરમાં હાડકા મજબૂત રહે છે જેથી હાડકાને લગતી કોઈ પણ સમસ્યા થતી નથી.
પલાળેલા કિસમિસનું સેવન સતત ત્રણ મહિના કરવાથી શરીરમાં આખું વર્ષ શરીરમાં ભરપૂર સ્ફૂર્તિ રહેશે. આ ઉપરાંત રોજે કિસમિસનું સેવન કરવાથી આપણું શરીર મજબૂત અને બળવાન બનશે.