હંમેશા સ્વસ્થ રહેવા માટે શરીરમાં યોગ્ય માત્રામાં વિટામિન્સ હોવા ખુબ જ જરૂરી છે, જેમ કે, પ્રોટીન, મિનરલ્સ, વિટામિન્સ, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, ફાયબર, પોટેશિયમ જેવા અનેક પોષક તત્વોનો સ્ત્રોત મળી રહે તે ખુબ જ જરૂરી છે. આ બધા પોષક તત્વો આપણે આહારમાં અને પાણીમાં મળી આવે છે.
આજે અમે તમને વિટામિન-બી12 વિષે જણાવીશું. વિટામિન-બી12 નું સૌથી મહત્વનું કામ આપણા શરીરના લાલ બ્લડ સેલને ઉત્પન્ન કરવાનું કામ કરે છે. વિટામિન-બી12 ની ઉણપના કારણે વારે વારે થાક લાગી જવાની સમસ્યા રહેતી હોય છે.
આ ઉપરાંત આંખોની કમજોરી થવી, નાની ઉંમરે વાર સફેદ થવા, દાઢીના વાળ સફેદ થવા, પેટને લગતી સમસ્યા થવી, હાડકા કમજોર પડી જવા, શરીરમાં રહેલ સ્નાયુઓ નબળા પડી જવા, ભૂખ ઓછી લાગવી, ખાવાનું ખાવાથી પણ વજન ઓછું થવા લાગે જેવા વિટામિન-બી12 ની ઉણપ થવાના લક્ષણો છે.
વિટામિન-બી12 ની ઉણપને દૂર કરવા માટે આપણે આહારમાં એવી કેટલીક વસ્તુનું સેવન કરવું જોઈએ જેની મદદથી વિટામિન-બી12 માં વધારો થાય જેથી શરીર મજબૂત બનશે. આ વસ્તુનું સેવન રોજે કરવાથી જીવશો ત્યાં સુધી વિટામિન- બી12 ની ઉણપ નહીં થાય. તો ચાલો જાણીએ કઈ વસ્તુને આહારમાં સમાવેશ કરવો જોઈએ.
ગાયના દૂધનું સેવન કરવું: ગાયનું દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું માનવામાં આવે છે. ગાયના દૂધમાં ભરપૂર માત્રામાં વિટામિન-બી12 મળી આવે છે. શરીરં નબળાઈ, વાળ સફેદ થવા, કેન્સરથી ફેલાતા કોષોને રોકવા, આંખોના સ્વસ્થ રાખવા માટે વિટામિન-બી12થી ભરપૂર રોજે એક ગ્લાસ ગાયના દૂધનું સેવન કરવું જોઈએ.
ડ્રાયફ્રુટનું સેવન કરવું: ડ્રાય ફ્રૂટ્સમાં બદામ, કાજુ, દ્રાક્ષ, અખરોટ નું સેવન કરવું જોઈએ જેમાં ભરપૂર માત્રામાં ઘણા બઘા પોષક તત્વો પણ મળી આવે છે અને આ બઘા ડ્રાયફ્રૂટ્સમાં ખુબ જ વધારે માત્રામાં વિટામિન-બી12 મળી આવે છે. માટે રોજે થોડી થોડી માત્રામાં સેવન કરવું જોઈએ. જે વિટામિન-બી12ની કમીને પૂર્ણ કરશે.
કેળાનું સેવન: કેળામાં ભરપૂર માત્રામાં વિટામિન-બી12, મળી આવે છે ઉપરાંત કેલ્શિયમ, ફાયબર જેવા પોષક તત્વો મળી આવે છે. જે આપણી પાચનશક્તિને મજબૂત બનાવે છે, કેળાનું સેવન કરવાથી સ્નાયુઓ અને માંસપેશીઓ પણ મજબૂત થાય છે. કેળા આપણા હાડકાની નબળાઈને દૂર કરીને હાડકાને મજબૂત બનાવે છે. વિટામિન-બી12ની ઉણપ પૂર્ણ થવાથી આપણું શરીર મજબૂત રહે છે.
લીલા શાકભાજીનુ સેવન: લીલા શાકભાજીમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે. જે વિટામિન-બી12ની ઉણપને પૂર્ણ કરે છે, આ માટે પાલક અને બ્રોકોલીનું સેવન કરવું જોઈએ જેમાં વિટામિન-બી12 વિટામિન ખુબ જ પ્રમાણમાં મળી આવે છે સાથે લીલા શાકભાજીનું સેવન કરવાથી આપણી આંખોનું તેજ પણ વધે છે.
વિટામિન- બી12ની ઉણપને દૂર કરવા માટે આહારમાં દહીં, સોયાબીન, ટોફુ, અળદની દાળ જેવી વસ્તુનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત જો માંસાહારી વસ્તુનું સેવન કરતા હોય તો ચિકન, માછલી, ઈંડા વગેરેનું સેવન કરવું જોઈએ જેમાં ભરપૂર માત્રામાં વિટામિન-બી12 મળી આવે છે.