વરિયાળીનો ઉપયોગ રસોડામાં ઘણી બધી વાનગીઓ બનાવવા માટે કરવામાં આવે છે. વરિયાળી ભોજનનો સ્વાદ વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ઘણા લોકો અજાણ હશે વરિયાળી ખાવાથી થતા સ્વાસ્થ્ય ફાયદા વિષે. તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વોનો સ્ત્રોત મળી આવે છે.
જેમ કે, મેન્ગેનીઝ, પોટેશિયમ, ઝીંક, ફાયબર, આયર્ન, કોપર જેવા ખનીજોનો સારો ભંડાર મળી આવે છે. માટે રોજે ભોજન પછી વરિયાળીનું સેવન કરવામાં આવે છે. વરિયાળી આપણી પાચનને લગતી સમસ્યા ને દૂર કરે છે. આજે અમે તમને વરિયાળીનું પાણી પીવાથી થતા ફાયદા વિષે જણાવીશું.
વરિયાળીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ પણ મળી આવે છે. વરિયાળીના પાણીનું સેવન કરવાથી મોટાપા ની સમસ્યા દૂર કરી શકાય છે. સાથે આંખો માટે માટે પણ ખુબ જ ઉપયોગી છે. ડાયાબિટીસ દર્દી માટે આ પીણું ખુબ જ ફાયદાકારક છે. આ પાણી ગરમીમાં પણ આપણા શરીરને અંદરથી ઠંડક આપે છે.
પાચનક્રિયા સુધારે: ખોરાક ના પચવાના કારણે પેટને લગતી ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે, માટે પાચનને સુધારવા માટે વરિયાળીનું પાણી પીવું જોઈએ જે પાચનશક્તિ મજબૂત થાય છે અને ખોરાક સરળતાથી પચી જાય છે, જેથી કબજિયાત, અપચા, ગેસની સમસ્યામાં રાહત મળે છે.
વજન ઓછું કરે: વરિયાળીમાં ખુબ જ પ્રમાણમાં ફેનલ સીડ્સ ફાયબર મળી આવે છે જે ચયાપચયની ક્રિયાને તેજ કરે છે, જે ચરબીનો નાશ કરે છે. માટે વરિયાળીના પાણીનું સેવન કરવાથી જમા થયેલ વધારાની ચરબીને ઓગાળે છે. જેથી મોટાપાની સમસ્યાને દૂર કરીને વજનને ઓછું કરે છે.
બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે: વરિયાળીમાં પોટેશિયમ હોય છે, જે બ્લડપ્રેશર ને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. આ પીણાંનું સેવન કરવાથી આપણા હૃદયની કાર્ય ક્ષમતામાં વધારો કરે છે. માટે હાઈ બ્લડપ્રેશર દર્દી માટે આ પીણું ખુબ જ અસરકારક છે જે બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરશે.
આંખો માટે: વરિયાળીમાં સારી માત્રામાં વિટામિન-એ મળી આવે છે. જે આખોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. માટે એક ગ્લાસ વરિયાળીના પાણીનું સેવન કરવું જોઈએ જે આંખોને ઠંડક પણ આપશે અને આંખોનું તેજ વધારવામાં પણ મદદ કરશે.
લોહીને શુદ્ધ કરે: શરીરમાં રહેલ હાનિકારક ઝેરી પદાર્થોને બહાર નીકાળે છે અને લોહીને સાફ કરે છે. લોહી સાફ થવાથી આપણા શરીરને વધુ માત્રામાં પોષક તત્વો શોષી લેવામાં મદદ મળે છે. માટે લોહીને શુદ્ધ કરવા અને શરીરનો બધો કચરો દૂર કરવા વરિયાળીના પાણીનું સેવન કરી શકાય છે.
ખીલ દૂર કરે: ત્વચાના સારા સ્વાસ્થ્ય માટે વરિયાળી સૌથી ઉત્તમ છે. તેમાં એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ જેવા ગુણ મળી આવે છે, જે ચહેરા પરના ખીલને દૂર કરવામાં મદદ કરે છે. ચહેરા પર ખીલ દૂર થવાથી ચહેરો સુંદર દેખાય છે માટે ખીલને દૂર કરવા માટે વરિયાળીનું પાણીનું સેવન કરી શકાય છે.
કેન્સર સામે રક્ષણ આપે: વરિયાળીમાં કેન્સર વિરોધી ગુણધર્મો મળી આવે છે જે કેન્સરના કોષોને બનવા નથી દેતા, જેથી સ્તન કેન્સર, ત્વચાનું કેન્સર થી બચાવી રાખે છે. જેથી કેન્સરનું જોખમ ઓછું થઈ જાય છે માટે કેન્સરથી બચવા માટે વરિયાળીના પાણીનું સેવન કરી શકાય છે.