આપણા માનવ શરીરમાં કોઇપણ રોગ થાય તો તે વાયુ, પિત્ત અને કફ ત્રિદોષ આયુર્વેદમાં શોધાણા છે. જો ત્રિદોષ સમ રહે તો આપણું શરીર નિરોગી રહે છે. ત્રિદોષ એટલે કે વાયુ, પિત્ત અને કફ કોઈપણ એક નું પ્રમાણ વધઘટ થાય તો આપણું શરીર રોગો ના સંકેતો આપવાનું શરૂ કરી દે છે.
પ્રથમ સામાન્ય સંકેત હોય છે પરંતુ આપણે તેને ન સમજીએ તો તે પાછળથી ભયાનક રોગ સ્વરૂપે તેનું સ્વરૂપ લઇ શકે છે. આપણે ભોજનમાં જ દરરોજ છાશ પીએ છીએ કે પૃથ્વીલોક નું અમૃત કહેવામાં આવે છે.
આપણે છાશ તો દરરોજ પીવાની છે પરંતુ કફ થયો હોય ત્યારે છાશમાં શું મિક્સ કરવું જોઈએ, વાયુ થયો હોય ત્યારે છાશમાં શું મિક્સ કરવું જોઈએ અને પિત્ત થયું હોય ત્યારે છાશ માં શું મિક્સ કરવું જોઈએ તે વિષે જણાવીશું જેથી તમને કફ પિત્ત અને વાયુ માં રાહત અનુભવાય.
જ્યારે આપણા શરીરમાં કફનું પ્રમાણ વધી ગયું હોય ત્યારે તમારે તાજી મોળી છાશ પીવાની છે અને એમાં ચપટી સૂંઠ નાખી સૂંઠ વાળી છાશ પીવાની છે. આનાથી તમને કફ વધશે નહીં અને કફ તમારો ઘટવા લાગશે. આ છાશ તમને બિલકુલ કફમાં નડશે પણ નહીં.
હવે આપણા શરીરમાં વાયુ થયો હોય ત્યારે તમારે છાશ સાથે ચપટી સિંધવ લેવું અથવા તો ચપટી સંચળ લેવાનું છે અને તેની સાથે છાસ પીવાની છે. આ છાશ પીવાથી તમને વાયુ થયો હશે તો તેનું પ્રમાણ ઘટી જશે અને પેટ તમારું એકદમ રિલેક્સ રહેશે.
જ્યારે વાયુ થયો હોય ત્યારે પણ તમે છાશમાં ચપટી સૂંઠ નાખીને લેશો તો તે પાચ્ય થઈ જશે અને વાયુ નું પ્રમાણ ઘટી જશે અને તમને પેટમાં રાહત થશે.
હવે જયારે પિત્ત થયું હોય ત્યારે તમારે ખાટી છાશ પીવાની નથી. તમે મોળી છાશ અને તેમાં પાણીનું પ્રમાણ વધુ હોય એવી છાશ પી શકો છો. આ ઉપરાંત જો તમે છાશમાં સાકર મિક્સ કરીને પણ પી શકો છો. આ છાશ પીવાથી પિત્તમાં તમને રાહત થવા લાગે છે.
જો તમે આ રીતે છાશને પીવો છો તો તમને કફ થયો હોય કે વાયુ થયો હોય કે પિત્ત થયું હોય એ સિચ્યુએશનમાં તમને છાશ બિલકુલ નડતી નથી. પરંતુ ધ્યાન રાખો કે કોઈ પણ રોગમાં તમારે આડેધર છાશ પીવાની નથી અને એકસાથે વધુ છાશ પીવાની નથી.