એક પરેશ છે અને તેની 40 વર્ષની છે. તે સંતુલિત ડાઈટ લેવા છતાં તેને સતત પેટની સમસ્યા રહે છે. હવે તેને ખબર નથી કે શું કરવું? ત્યારે તેના પડોશમાં રહેતા એક કાકીએ તેને કહ્યું કે સંતુલિત આહાર લેવો એ સ્વાસ્થ્ય માટે સારું છે.
પરંતુ જો તમે ખાવાનું ચાવીને સારી રીતે ખાશો નહીં અથવા ખાતી વખતે સતત પાણી પીશો તો ખોરાક સારી રીતે પચતો નથી, જેના કારણે પેટની ઘણી સમસ્યાઓ હોઈ શકે છે. આટલું જ નહીં, ખાવાનું સારી રીતે ચાવવાથી કબજિયાત દૂર થાય છે, દાંત મજબૂત બને છે, ભૂખ વધે છે અને પેટના રોગો તમારાથી કોષો દૂર રહેશે.
હવે પરેશ પણ ખાતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું શરૂ કર્યું છે. તો ચાલો આપણે જાણીએ કે ખોરાક લેતી વખતે આપણે પણ કઈ ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
1. ચાવીને ખાવું : મોટા ભાગના લોકો ઉતાવરમાં 10 થી 15 વાર ચાવીને ખાઈ લે છે. જ્યારે એવું કહેવાય છે કે, પેટને ઓછી અને દાંતને વધારે મહેનત કરાવવી જોઈએ. વજન ઓછું કરનારા લોકો માટે મહત્વનું છે કે તે ઓછામાં ઓછા 30-35 વખત ખોરાક ચાવીને ખાય.
બરાબર ચાવવાથી કબજિયાત દૂર થાય છે, દાંત મજબૂત થાય છે, ભૂખ વધે છે અને પેટના ઘણા તમારા થી કોષો દૂર રહે છે. જો કે, મહિલાઓ પુરૂષો કરતાં તેમનો ખોરાક વધારે ચાવીને ખાય છે.
2. બેસીને ખાઓ : આજકાલ લોકો પાસે શાંતિથી બેસીને ખાવાનો સમય નથી પરંતુ બેસીને ખાવું જોઈએ, કારણ કે ચાલતા કે ઊભા રહીને ખાવાથી પાચનક્રિયા પર ખરાબ અસર પડે છે. બેસીને જમતી વખતે આપણે સુખાસન સ્થિતિમાં હોઈએ છીએ, જેના કારણે આપણે પેટ સંબંધિત રોગો જેમ કે કબજિયાત, મોટાપા, એસિડિટી વગેરેથી બચી શકાય છે.
3. ભૂખ લાગે ત્યારે જ ખાઓ : કેટલાક લોકો સ્વાદિષ્ટ જોઈને વારંવાર ખાય છે. પહેલા ખાધેલું પચતું નથી કે તેઓ ફરીથી ખાવાનું શરૂ કરે છે. આમ કરવાથી પેટની બીમારીઓ શરૂ થઈ જાય છે અને ખોરાક સારી રીતે પચતું નથી. તેથી જ્યારે તમને ભૂખ લાગે ત્યારે જ ખાઓ.
4. ખાતી વખતે વચ્ચે પાણી પીવાનું ટાળો : ખાતી વખતે કે જમ્યા પછી તરત જ પાણી પીવાથી પાચનક્રિયા પર ખરાબ અસર પડે છે અને તમારું ખાવાનું પણ સારી રીતે પચતું નથી. તેથી જમ્યાના અડધા કલાક પહેલા અથવા જમ્યા પછી જ પાણી પીવો.
5. થોડું અંતર રાખીને બીજી વાર ખાઓ : વારંવાર ખાવાનું ટાળો. દરેક ભોજન વચ્ચે ઓછામાં ઓછું 3 કલાકનું અંતર હોવું જોઈએ. આમ કરવાથી ખોરાકને યોગ્ય રીતે પચાવવા માટે પૂરો સમય મળી શકે. રાત્રિભોજનના પાચનમાં સમય લાગે છે, તેથી રાત્રે વહેલા જમવું જોઈએ. દિવસમાં ત્રણ વખત નિયમિત ખાવાથી તમારું પાચન સારું રહે છે અને એકાગ્રતા પણ વધે છે.
6. કસરત કર્યા પછી તરત જ ના ખાવું : લોકોને કસરત કર્યા પછી એટલી ભૂખ લાગી જાય છે કે તેઓ કસરત કર્યા પછી તરત જ ખાવાનું શરૂ કરી દે છે. પરંતુ કસરત કર્યા પછી તરત જ ખોરાક ન ખાવો જોઈએ. શરીરને સામાન્ય તાપમાનમાં આવે પછી જ ખાવાનું ખાઓ.
7. જમતા પહેલા હાથ ધોવો : સૌથી મહત્વની અને છેલ્લી વાત એ છે કે પોષક તત્વોથી ભરપૂર ખોરાક ખાવાથી પણ તમારા શરીરને કોઈ ફાયદો થશે નહીં, જો તમે ખોરાક ખાતા પહેલા તમારા હાથને સાબુથી બરાબર ના ધોતા હોય તો.
કારણ કે તમારા હાથમાં રહેલા બેક્ટેરિયા તમારા ખોરાક સાથે તમારા શરીરમાં જઈને તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. જો તમારે સારું સ્વાસ્થ્ય જોઈએ છે તો હેલ્ધી ડાયટની સાથે ખાવાના આ 7 નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે.
આમાંથી કેટલાક નિયમો તમે પહેલેથી જાણતા જ હશો, પરંતુ તેનું પાલન નહીં કરતા હોવ. તેથી આજતી જ તમે પણ આ નિયમોનું પાલન કરો અને સ્વસ્થ્ય રહો. આવી જ માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.
