અહીંયા તમને એક એવી વસ્તુ વિષે જણાવીશું જે વસ્તુનું સેવન તમે હાલતા ચાલતા કરશો તો કબજિયાની સમસ્યા દૂર થઇ જશે અને તમારો વાયુ પણ શાંત થઇ જશે. આજના સમયમાં કબજિયાત વિશ્વવ્યાપી ઘેર ઘેર પરેશાન કરતો રોગ છે. કબજિયાતના ઘણા કારણો છે જેમ કે આપણી જીવનશૈલીમાં બદલાવ, ખાણીપીણીમાં બદલાવ, માનસિક ચિંતા વગેરે.
તો આપણે કબજિયાતથી છુટકાળો મેળવવા અને વાયુને શાંત કરવા આપણે હાલતા ચાલતા કાળા તલ ખાવા જોઈએ. કાળા તલ વિષે તો તમે જાણતા જ હશો. સફેદ તલ અને રાતા તલ કરતા સૌથી વધુ અસરકારક કાળા તલ છે. આ કાળા તલ થોડી ગરમ પ્રકૃતિ ધરાવે છે સાથે સાથે સ્નિગ્ધ ગુણધર્મ ધરાવે છે.
કાળા તલ દિવસ દરમ્યાન ગમે ત્યારે ખાઈ શકો છો પરંતુ જમ્યા બાદ થોડા કાળા તલ ચાવીને ખાવાથી તમારો કબજિયાત સાવ મટી જાય છે. તમારા આંતરડા પર ચોખ્ખા થઈ જાય છે, આંતરડા કબજિયાત મુક્ત થઈ જાય છે સાથે સાથે તમને હરસ પણ મટવા લાગે છે. આ ઉપરાંત તમારા હાડકા પણ મજબૂત બનશે
કાળા તલને પાણી અને મીઠું નાખી અડધો કલાક પલાળી પછી તડકામાં સૂકવી દેવાના અને ત્યાર બાદ ધીમા ગેસે શેકવાના. અને ત્યારબાદ જે તૈયાર થાય એ મુખવાસ ને તમારે જમ્યા બાદ ખાવાનો છે. આ તમને ભાવશે અને સ્વાદિષ્ટ પણ લાગશે.
કાળા તલ ખાવાથી તમારો કબજિયાત મટી જાય છે, વાયુનું પ્રમાણ પણ ઓછું થઈ જાય છે. આ ઉપરાંત કાળા તલના તેલમાંથી નીકળતું કાળા તલના તેલની માલિશ કરવાથી તમારા વાના રોગોમાં પણ ખૂબ જ ફાયદો થાય છે, સુકાઈ ગયેલી ચામડી માં પણ ફાયદો થાય છે.
આ સાથે સાથે તમારા જો હાડકા નબળા પડી ગયા હોય તો આ તેલની માલિશ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. કાળા તલનું તેલ માથામાં નાખવાથી તમારા વાળ ના તમામ રોગોમાં ખુબ જ ફાયદો થાય છે, તમારું મન શાંત રહે છે અને તમારી માનસિક ચિંતાઓ પણ ઓછી થાય છે અને સરસ ઊંઘ આવે છે.
જમ્યા બાદ તરત પાણી પીવા કરતાં થોડા કાળા તલ ચાવીને ખાઓ. કાળા તલ તમને સરળતાથી ઘરે જ છે રસોડામાં મળી રહે જ છે. એક્વાતનું ધ્યાન રાખો કે તમારે એક સાથે વધુ પ્રમાણમાં તલ ખાવાના નથી. કોઈ પણ વસ્તુ ખાઓ તો તેને પ્રમાણસર ખાઓ જેથી તેનો તમને પૂરો લાભ મળી શકે.