પહેલા શરીરની નસોમાં લોહી ગંઠાઇ જવું આ સમસ્યા 50-65 ની ઉંમરમાં જોવા મળી હતી. પરંતુ અત્યારના સમયમાં આ સમસ્યા નાન બાળકોથી લઇને મોટી ઉંમરના દરેક લોકોમાં જોવા મળે છે. આ સમસ્યાથી છુટકાળો મેળવવા માટે આપણે ઘણી દવાઓનો સહારો લઈએ છીએ પરંતુ ઘણી વાર કોઈ ફરક જણાતો નથી.

શરીરની નસોમાં લોહી ગંઠાઇ જવાનો ઓપરેશન એક માત્ર તેનો ઇલાજ નથી પરંતુ તમારી લાઇફસ્ટાઇલમાં અનેક ફેરફાર કરીને પણ આ સમસ્યાને દૂર કરી શકાય છે. તો અહીંયા તમને એક ચૂર્ણ વિષે જણાવીશું જે ચૂર્ણ શરીરની નસોને ખોલવામાં મદદ કરશે. તો ચાલો જાણીએ આ ચૂર્ણનો કેવી રીતે બનાવવું અને સેવન કરવું.

ચૂર્ણ માટે જરૂરી સામગ્રી: એક ગ્રામ તજ, દસ ગ્રામ કાળા મરી, દસ ગ્રામ તમાલપત્ર, દસ ગ્રામ મગજતરી ના બીજ, દસ ગ્રામ અખરોટ, દસ ગ્રામ અળસી, દસ ગ્રામ સાકર.

આ ચૂર્ણ બનાવવાની રીત: ઉપર જણાવેલી બધી વસ્તુને જણાવ્યા માપ પ્રમાણે લઇ લેવાની છે અને તેને મિક્સરમાં વાટીને પાવડર બનાવી લો. તો અહીંયા આપણું ચૂર્ણ બનીને તૈયાર થઇ ગયું છે. જો તમે ઈચ્છો તો આ ચૂર્ણ ની નાની નાની પડીકીઓ બનાવી શકો છો.

હવે જાણીએ આ ચૂર્ણ ક્યારે લેવું: આ ચૂર્ણ સવારે ખાલી પેટ નવશેકા પાણી સાથે લેવાનું છે. જયારે પણ તમે આ ચૂર્ણનું સેવન કરો છો તેના એક કલાક સુધી કોઈ પણ વસ્તુનું સેવન કરવાનું છે. જો તમે ઈચ્છો તો ચા પી શકો છો.

આ એક ઘરેલુ ઉપાય કરવાથી પગથી લઈને માથા સુધીની કોઈ પણ બંધ નસ ખુલી જશે. હાર્ટ પેશન્ટ જો આ ઉપાય ચાલુ રાખે છે તો આ જીવન દરમિયાન હાર્ટએટેક કે લકવો ની સમસ્યાથી બચી શકે છે.

અહીંયા જણાવેલી માહિતી સામાન્ય છે. કોઈ પણ ઉપાય કરતા પહેલા તમારા ફેમિલી ડોક્ટરની માહિતી જરૂર લો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *