આપણે જાણીએ છીએ કે શરીરની જેટલી પાચનશક્તિ મજબૂત હશે એટલા આપણા શરીરમાં રોગો ઓછા થાય છે. પાચનશક્તિ નબળી હોવાથી ખાધેલો ખોરાક સારી રીતે પછી શકતો જેથી આપણને શરીરમાં જુદી જુદી સમસ્યાઓ થવાનું શરુ થાય છે.

પાચન શક્તિ પથ્થર જેવી મજબૂત બનાવવા માટે જમ્યા પછી વજ્રાસનમાં બેસવાથી ખુબજ ફાયદો થાય છે. પરંતુ જો તમારે જમ્યા પછી વજ્રાસનમાં બેસવું ન હોય અને પાચનશક્તિ પથ્થર જેવી બનાવવી હોય તો તમારે જમ્યા પછી એક કામ કરવાનું છે એટલે કે જમ્યા પછી એક નાનો ટુકડો અથવા તો એક બી ખાઈ લેવાનું છે .

આ એક ટુકડો કે બીજ ખાવાથી લીધેલું ભોજન બધું જ પછી જાય છે અને પેટની સમસ્યા થતી નથી. અહીંયા તમારે જમ્યાના 20 મિનિટ પહેલાં પણ એક કામ કરવાનું છે. આ કામ એટલે કે જમ્યાની 20 મિનિટ પહેલા તમારે આદુનો નાનો ટુકડો લેવાનો છે એને ચાવી ચાવીને ખાવાનો છે.

આયુર્વેદમાં કહેવાયું છે કે આદુનો નાનો ટુકડો જમ્યાના 20 મિનિટ પહેલા અથવા જમવાની સાથે સાથે તમે ચાવીને ખાવ તો તો એની અંદરથી જે રસ છુટા પડે છે, તે તમારી પાચન શક્તિને ખૂબ મજબૂત કરે છે, ગેસ અને કબજિયાતથી તમને છુટકારો આપી આપે છે.

આ ઉપરાંત તે જે લોકોનું વજન ઓછુ તેમને વજન વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત જે લોકોનું વજન વધુ છે તે લોકોના વજનને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

હવે જાણીએ કે જમ્યા બાદ શું ખાવું કે જેનાથી પાચનશક્તિ ખૂબ સારી થાય. તો જમ્યા બાદ આપણે જે લીલી ઈલાયચી આવે છે જેનો આપણે ખીર, ચા, શ્રીખંડ બનાવવા ઉપયોગ કરીએ છીએ, તેનો જમ્યા બાદ એ આખો ટુકડો છે તમારે ખાઈ લેવાનો છે એટલે કે ઈલાયચી ની અંદર જેટલા પણ નાના નાના દાણા હોય એ બધા ખાઈ લેવાના છે.

આ ઈલાયચીના નાના નાના દાણાને ચાવી ચાવીને ખાઈ લેવાથી તમારા શરીરમાં ખૂબ મોટી ફેરફાર જોવા મળેશે એટલે કે શરીર પરની વધારાની ચરબી ઘટી જશે, જે લોકોનું શરીર દુબળું – પાતળું હશે તેમનું શરીર મજબૂત થઈ જશે, પેટમાં ગેસની સમસ્યાથી છુટકાળો મળી જશે અને લીધેલા ખોરાકનું આરામથી પાચન થઈ જશે.

આ પ્રયોગ બધા લોકો માટે ફાયદાકારક સાબિત થાય છે. જો તમે પણ પેટની સમસ્યાઓ ગેસ, કબજિયા અને અપચાથી પરેશાન થઇ ગયા છો તો એકવાર આ પ્રયોગ જરૂર કરી જોવો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો અમારી સાથે જરૂરથી જોડાયેલા રહો.

Join the Conversation

1 Comment

Leave a comment

Your email address will not be published. Required fields are marked *