આજે આપણે જાણીશું સાંધાનાં દુખાવાને જડમૂળમાંથી ખતમ કરવા માટે ના ઘરેલુ ઉપચાર વિશે. આ સાંધાનાં દુખાવાને સંધિવા તરીકે પણ ઓળખવામાં આવે છે જેની અંદર આપણને સાંધામાં દુખાવો થાય છે. આ દુખાવા ની જગ્યા આંગળીઓમાં હોઈ શકે, કલાઇમાં પણ હોઈ શકે અને ઘણી બધી વાર આ બીમારી ની અંદર આપણને માંસપેશીઓમાં તેમજ ઘુટણ ની અંદર પણ દુખાવો રહેતો હોય છે.

આ બીમારી આપણને કેમ થાય છે તેના કારણો તો ઘણા બધા છે પરંતુ જો આપણે સામાન્ય કારણ જોવા જઈએ તો યોગ્ય કસરત ન કરવાને કારણે, નાનપણ ની અંદર જો આપણે ઘણી બધી વાર પડી જતા હોઈએ અને તે સમય આપણને સાંધામાં વાગ્યું હોય હોય, બેઠો માર વાગ્યો હોય તેવા સમયે આપણને ખબર પડતી નથી પરંતુ ત્યારબાદ જ્યારે આપણી ઉંમર વધે છે ત્યારે તે જગ્યાએ આપણને દુખાવા ની શરૂઆત થઈ જાય છે.

હાડકાં નબળા પડવાને કારણે, શરીરમાં કેલ્શિયમની કમી હોવાને કારણે તેમ જ વજન વધવાના કારણે અને ઉંમર વધવાની સાથે આ બીમારી આપણને થાય છે. વજન આપણું વધારે હોય છે તેના કારણે જ્યારે પણ આપણે ઉભા થઈએ છીએ કે બેસીએ છીએ ત્યારે આપણા પગ પર ખુબ જ ભાર આવતો હોય છે તેના કારણે આપણને સાંધામાં દુઃખાવો થઈ જતો હોય છે.

સાંધામાં દુખાવાની સમસ્યામાં મોટાભાગના લોકોને દુખાવો ઘૂંટણ ઉપર થતો હોય છે. તો આજે આપણે અહીં ઘરેલુ ઉપચાર જાણવાના છે જેનાથી તમારો ગમે તેટલા વર્ષો જૂનો દુખાવો હોય તે દૂર થઈ જશે. તો ચાલો જાણીએ ઘરેલુ ઉપચાર આપણે કઈ રીતે બનાવવાનો છે..

આ ઘરેલુ ઉપચાર માટે આપણે પારિજાતનું ફૂલ લેવાનું છે. પારિજાતનું ફૂલ છે તે વર્ષમાં એક જ વાર ઉગે છે. આ જૂન મહિનાની અંદર આ પારિજાતનું ફૂલ જે ઉગે છે. આ ફૂલ રાત્રે ઉગે છે તેમજ સવારે કરમાઈ જાય છે. તો આપણે પારિજાતના ફૂલ ના ૫ થી ૬ પાન લેવાના છે અને તેની સારી રીતે પેસ્ટ બનાવી લેવાની છે.

ત્યારબાદ આપણે એક ગ્લાસ જેટલું પાણી લઈશું અને તેને ઉકળવા દઇશું. પાણીની અંદર આપણા પારિજાતના પાનની જે પેસ્ટ બનાવી છે તેને નાખી દઈશું અને તેને સારી રીતે ઉકળવા કરવા દઈશું. પાણીને આપણે ત્યાં સુધી ઉકળવા દઈશું જ્યાં સુધી પાણી અડધું ન થઈ જાય.

ત્યાર બાદ પાણીને ઠંડુ પડવા દઈશું અને ત્યારબાદ આ પાણીને આપણે લઈ આ પાણીનું સેવન કરીશું. આ પાણીનું સેવન આપણે સવારે કરવાનું છે તેથી જો બની શકે તો તમે રાતે જ આ પાણી તૈયાર કરી અને સવારે તેનું સેવન કરી શકો છો.

ફક્ત તમારે 21 દિવસ સુધી કરવાનું છે. આ 21 દિવસની અંદર તમારો સાંધાનો દુખાવો ગાયબ થઇ જશે. જો તમને વધુ દુખાવો થતો હોય તો તમને રાહત થવાની સાથે ધીરે ધીરે દુખાવો દૂર થઇ જશે.

તો તમારા ઘરે કોઈ પણ વ્યક્તિને સાંધામાં દુખાવો રહે છે તો તેમને આ પ્રયોગ જરૂર કરવો જોઈએ. અહીંયા જણાવેલી માહિતી સામાન્ય છે. સાંધામાં વધુ તકલીફ હોય તો તમારા ફેમિલી ડોક્ટરની મુલાકાત જરૂર કરો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *