શરીરને સ્વસ્થ અને હેલ્ધી રાખવા માટે આપણે ઘણા બઘા પ્રયત્નો કરતા હોઈએ છીએ અને કરતા જ રહેવું જોઈએ. આ માટે આપણે રોજિંદા જીવન શૈલીમાં સવારે અને સાંજે ઘણી બઘી ક્રિયાઓ થતી રહેતી હોય છે. જે આપણે સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
દિવસની શરૂઆતથી લઈને રાત્રે સુતા સુઘી આપણે શું કરીએ છીએ, શું ખાઈએ છીએ, દિવસ કેવી રીતે નીકાળીએ છીએ, તેની સીઘી અસર આપણા સ્વાસ્થ્ય પર પડી શકે છે. દિવસની શરૂઆતમાં થોડી પણ ગડબ થવાથી સ્વાસ્થ્ય પર તેની નકારાત્મક અસર પડે છે.
સ્વાસ્થ્ય નિષ્ણાત અનુસાર સવારે ઉઠીને પહેલા દાંત સાફ કરવાની સલાહ આપવામાં આવે છે. કારણકે આખી રાત મોં બંઘ રહેવાથી ઘણા બધા બેક્ટેરિયા ઉત્પન્ન થતા હોય છે, જે દાંત અને પેઠાને નુકસાન પણ કરી શકે છે.
માટે દાંતને સાફ કરતા રહેવું ખુબ જ જરૂરી છે. માટે સવારે ઉઠીને પહેલા દાંત સાફ કરવા જોઈએ. આ ઉપરાંત ઘણા લોકોને ઉઠીને તરત જ ચા કે કોફી પીવાની આદત હોય છે જેના કારણે તે પેહલા દાંત સાફ કરવાનું પણ ભૂલી જતા હોય છે. તો ચાલો જાણીએ બ્રશ ના કરવાથી થતા સ્વાસ્થ્યને નુકસાન વિષે જણાવીશું.
રોજે બ્રશ ના કરવાની આદત ના કારણે મોં માં બેક્ટેરિયા વધુ માત્રામાં જમા થાય છે, જેના કારણે પેઢાની સાથે દાંતમાં પણ પ્લેક બનાવાનું શરુ કરી દે છે જેના કારણે દાંતમાં સડો, દાંતમાં દુખાવો, પેઢામાં લોહી નીકળવું, પેઢામાં સોજો આવવો, જેવી સમસ્યા થવાનું શરુ થઈ જાય છે.
આ સ્થતિમાં જલ્દીથી ડોકટરની સલાહ લઈને જલ્દીથી નિરાકરણ લાવવું ખુબ જ જરૂરી બની જાય છે. બ્રશ ના કરવાથી પ્લેક દાંતને મૂળમાંથી નુકસાન પહોંચાડી શકે છે, જેના કારણે કેન્સર થવાનું જોખમ પણ ખુબ જ વધી જાય છે.
બ્રશ ના કરવાની ખરાબ આદત પેઢામાં દુખાવો અને બળતરાની સમસ્યા પણ થઈ શકે છે. રોજે બ્રશ ના કરવામાં આવે તો દાંતમાં રહેલ મૂળને નબળા પાડી દે છે જેના કારણે દાંત અને પેઢામાં ખુબ જ દુખાવો થાય છે જેના કારણે ઘણી વખત દાંત અને દાઢ પણ કઢાવી પડતી હોય છે.
નિયમિત પણે સવારે ઉઠીને બ્રશ ના કરવામાં આવે તો દાંતમાં સડો પણ થઈ શકે છે, આ માટે દાંતમાં થતા સડાને દૂર કરવા માટે રોજે દાંતને સાફ કરવા જોઈએ. જેથી દાંતને લગતી અનેક સમસ્યાથી બચી શકાય છે.
સવારે ઉઠતાની સાથે જ બ્રશ કર્યા વગર જ ખાવા પીવાની આદત હોય તો તે આદતને સુઘારવી જોઈએ. કારણકે બ્રશ કર્યા વગર આખી રાત મોં માં રહેલ બેક્ટેરિયા કઈ પણ વસ્તુ ખાવા પીવાથી તે સીઘા આપણા પેટમાં જાય છે જેના કારણે પેટને લગતી સમસ્યા નું જોખમ થવાનું પણ વધી શકે છે. આ માટે મોં અને દાંતની સાફઈ સવારે ઉઠતાની સાથે જ કરી લેવી જોઈએ, જેથી દાંત પણ સાફ રહે અને મોં દાંત ને લગતી અનેક સમસ્યાથી બચી શકાય છે.