આપણા શરીરમાં થાક ત્યારે જ લાગે છે જયારે આપણે કોઈ પણ કામ કર્યું હોય. આવા સમયે આપણા શરીરમાં લાગેલ થાકને દૂર કરવા માટે શું કરવું જોઈએ તેના વિષે જણાવીશું. શરીરમાં થાક લાગવો એ ખુબ જ સામાન્ય સમસ્યા છે.
જયારે આપણે કોઈ પણ કરવા માટે વધારે ભાગ દોડ કરી હોય ત્યારે શરીરમાં વધારે થાક લાગતો હોય છે, આ ઉપરાંત કોઈન પણ વસ્તુ લાંબા સમય સુઘી ઉપાડી રાખો અને એ વસ્તુને લાંબા સમય સુઘી ચાલીને કયાંક લઈ જવાની હોય ત્યારે પણ શરીરમાં થાક લાગતો હોય છે.
શરીરમાં થાક લાગવાના ઘણા બઘા કારણો પણ હોય છે. તેમાં ઘણા લોકો કામના ટેન્સન ના કારણે પણ થાકી જતા હોય છે. જેના કારણે માનસિક થાક લાગતો હોય છે. આ થાકને દૂર કરવા માટે પણ આ ઉપાય ખુબ જ ઉપયોગી સાબિત થશે.
શરીરમાં જ્યારે પોષક તત્વોની કમી થાય છે ત્યારે પણ આપણા શરીરમાં કમજોરી આવી જતી હોય છે. આ વા સમયે શરીરની કમજોરી દૂર કરવા માટે પોષક તત્વોથી ભરપૂર ફળો અને વિટામિન થી ભરપૂર આહાર ખાવો જોઈએ જેથી પોષક તત્વોની ઉણપ પૂર્ણ થાય અને કોઈ પણ કામ કરવામાં થાક લાગશે નહીં.
આ સિવાય આપણા શરીરમાં પૂરતું પાણી રહે તે પણ ખુબ જ જરૂરી છે. જો શરીરમાં પાણીની કમી સર્જાય છે ત્યારે પણ હાથ પગ અને શરીર તૂટતું હોય તેવું થતું હોય છે. માટે આપણે દિવસમાં ઓછામાં ઓછું ત્રણથી ચાર લીટર પાણી પીવું જોઈએ જેથી શરીરમાં કમજોરી અને થાક દૂર કરી શકાય છે.
થાક દૂર કરવાનો ઉપાય: થાક લાગવાની સમસ્યા ઘણા લોકોને હોય છે. જો કોઈ પણ વ્યકતિ કામ કરીને આવ્યા હોય અને શરીરમાં થાક લાગે ત્યારે એક ડોલ જેટલું પાણી લઈને હૂંફાળું ગરમ કરી લેવું, પાણી ગરમ થાય ત્યાર પછી તેમાં ત્રણ ચમચી મીઠાની નાખીને પાણી હલાવીને મીઠાને ઓગાળી લેવું.
ત્યાર પછી બને પગને તે ડોલમાં ડબોળી રાખવાના છે અને ઢીચણ સુઘી પગને તે પાણીથી ઘોઈ લેવાના છે, આવી રીતે ત્રણ મિનિટ સુઘી પગને ડાબોળીને પગને ઘોવાના છે, જેથી શરીરમાં લાગેલ આખા દિવસનો થાક પણ દૂર થઈ જશે.
એટલું કર્યા પછી તમારે પગમાં ખાલી એક મિનિટ જ બદામનું તેલ લઈને પગના તળિયામાં માલિશ કરવાની. ત્યાર પછી પગમાં મોજા પહેરી લેવાના છે. આ રીતે જયારે પણ થાકીને એવો ત્યારે કરી લેવાનું છે. જેથી થાક હશે તે ગાયબ થઈ જશે.
વઘારે ચાલવાથી લાગેલ થાક, કોઈ પણ વજન ઊંચું કરીને શરીરમાં લાગેલ થાક, વઘારે ભાગદોડ કરવાથી લાગેલ થાક, માનસિક થાક જેવા થાકને માત્ર ચાર મિનિટમાં જ દૂર કરી દેશે. થાકને દૂર કરવા માટેનો આ એક ખુબ જ અસરકારક ઉપાય છે, જે ખુબ જ સરળ અને કારગર સાબિત થશે. આ ઉપાય કરવાથી શરીરમાં ભરપૂર સ્ફૂર્તિ અને એનર્જી પાછી આવી જશે.