આ આર્ટીકલ ની અંદર તમને ટામેટાનો ઉપયોગ ત્વચા માટે કેવી રીતે કરી શકીએ તે વિષે જણાવીશું. મોટાભાગે ટામેટાનો ઉપયોગ શાકભાજી બનાવવા માટે વધુ કરવામાં આવે છે. ટામેટાની અંદર સફરજન, સંતરા, મોસંબી, દ્રાક્ષ, વગેરે ફળો કરતા લોહી બનાવવાના ગુણ અનેક ગણા વધારે હોય છે.
અહીંયા તમને ટામેટાનો ઉપયોગ કરીને જુદા જુદા ફેસપેક બનાવી ત્વચા માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય તે વિષે જણાવીશું. આ ફેસપેકનો ઉપયોગ કરવાથી તમારે ત્વચા માટે કોઈ દિવસ બજારમાંથી પ્રોડક્ટ્સ લાવીને ઉપયોગ કરવો નહીં પડે.
આ ફેસપેક નો ઉપયોગ કરવાથી તમારા ચહેરામાં કુદરતી ચમક આવી જશે અને ચહેરા પરના ડાઘ, કરચલી અને ખીલ હંમેશા માટે દૂર થઇ જશે. એકવાર આ ફેસપેક નો ઉપયોગ કરવાથી તમને તરત જ તમારા ચહેરામાં ફર્ક જોવા મળશે. તો ચાલો જાણીએ ફેસપેક બનાવવાની રીત વિષે.
મધ અને ટમેટા નો ફેસપેક: આ ફેસપેક બનાવવા માટે એક બાઉલમાં અડધા ટમેટા ને છીણી ને તેમાં એક ચમચી મધ નાખીને મિક્ષ કરો. ત્યારબાદ તેને ચહેરા પર લગાવીને મસાજ કરી, 15 મિનીટ સુધી રહેવા દો. ત્યારબાદ નવસેકા પાણી થી ધોઈ લો.
આ ફેસપેકમાં ઉપયોગમાં લેવાતું ટામેટું ત્વચા માં નિખાર લાવે છે જયારે મધ ત્વચાને ટાઈટ બનાવે છે અને ચહેરા માં મોશ્યુંરાઈઝર નું લેવલ બનાવી રાખે છે તથા ખીલ અને તેના ડાઘા ને અમુક જ દિવસ માં દૂર કરે છે.
ટમેટા અને ચણા ના લોટ નો ફેસપેક: આ ફેસપેક બનાવવા માટે બે ચમચી ચણા ના લોટ માં પેક જેવું થાય એટલો ટમેટા નો રસ નાખો. ત્યારબાદ આ ફેસપેક ને ચહેરા પર 10 થી 15 મિનીટ સુધી રહેવા દો. જયારે સુકાઈ જાય પછી પાણીથી ચહેરાને ધોઈ નાખો,
આ ફેસપેકમાં ઉપયોગમાં લેવાતા ચણા ના લોટ સાથે ટમેટું લગાવવાથી ઘણા બધા ફાયદા થાય છે. આ ફેસપેક ત્વચાના રોમછિદ્રો ને ખોલીને ત્વચાને અંદર થી સાફ કરે છે ત્વચામાં નિખાર લાવે છે.
ચંદન પાવડર અને ટમેટા નો ફેસપેક: આ ફેસપેક બનાવવા માટે જરૂર અનુસાર ટમેટા નો રસ, ચંદન પાવડર અને એક ચપટી હળદર લઇ આ ત્રણેય ને મિક્ષ કરીને પેસ્ટ બનાવીને ચહેરા પર થોડીવાર મસાજ કરીને 10 થી 15 મિનીટ રહેવા દો, ત્યારબાદ ઠંડા પાણી થી ધોઈ લો.
આ ફેસપેકમાં ઉપયોગ લેવાતા ચંદન માં માઈક્રોબીયલ ગુણ હોય છે. જે ત્વચા ને એલર્જી થી રક્ષણ આપે છે તથા ચહેરા પર ના ડાઘ,ખીલ ને દૂર કરવામાં મદદ કરે છે. આ સાથે હળદર માં એન્ટી બેકટેરીયલ, એન્ટી ઓક્સીડેન્ટ જેવા ગુણ હોય છે જે ત્વચા ને કોઈ પણ પ્રકારની સમસ્યા થવા દેતી નથી.
દહીં અને ટમેટા નો ફેસપેક: આ ફેસપેક બનાવવા માટે એક બાઉલમાં એક નાની ચમચી લીંબુનો રસ, અડધા ટમેટા નો રસ અને એક ચમચી દહીં આ ત્રણેય ને સારી રીતે મિક્ષ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર થોડીવાર મસાજ કરો, પછી થોડીવાર ચહેરા પર રહેવા દો અને પાણી વડે સાફ કરી લો.
આ ફેસપેકમાં ઉપયોગમાં લેવાતા ટમેટા અને લીમ્બૂમાં વિટામીન સી ની માત્રા ભરપૂર પ્રમાણ માં હોય છે એવી જ રીતે દહીંમાં લેક્ટિક એસીડ નામના બેક્ટેરિયા મળી રહે છે આ બધા મળીને ત્વચાને ચમક પ્રદાન કરે છે અને ચહેરા પર ફાઈન લાઈન કરચલીઓ પડવા દેતું નથી.
ટમેટા અને એવોકાડો નો ફેસપેક: આ ફેસપેક બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં એક ચમચી ટમેટા નો પલ્પ અને એક ચમચી એવોકાડો નો પલ્પ મિક્ષ કરો. તેને ચહેરા પર 10 થી 15 મિનીટ લગાડી રાખો, પછી ચહેરાને સાદા પાણી વડે ધોઈ લો.
આ ફેસપેકમાં ઉપયોગમાં લેવાતા એવોકાડોમાં વિટામીન-ઈ, સી અને એ હોય છે જે ત્વચામાટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. વિટામીન-એ ત્વચાને ખીલ થી બચાવે છે, વિટામીન-સી ત્વચા ને એન્ટી ઓક્સીડેન્ટ અને વિટામીન-ઈ ત્વચા પર એન્ટી એમ્ફ્લામેંટરી ની જેમ કામ કરે છે.
અહીંયા જણાવેલ કોઈ પણ ફેસપેક નો ઉપયોગ કરવાથી તમારી ત્વચા માં કુદરતી નિખાર આવી જશે, કરચલીઓ દૂર થઇ જશે અને ચહેરા પર ખીલની સમસ્યાથી છુટકાળો મળી જશે.