આપણે જાણીએ છીએ કે ગોળ અનેક ગુણોથી ભરપૂર છે. ગોળ ખાવાથી ત્વચામાં નિખાર આવે છે અને તમે 55 વર્ષની ઉંમરે પણ યંગ દેખાવો છો. ગોળનું સેવન કરવાથી ફેસ પર પડતી કરચલીઓ દૂર થાય છે. ગોળ ખાવાથી શરીરમાં શક્તિ આવી જાય છે પરંતુ જો ગોળ સાથે ઘી નું સેવન કરવામાં આવે તો તેના અનેક ઘણા ફાયદા વધી જાય છે.
અનેક ગુણોથી ગોળ સમૃધ્ધ હોવાથી તેની સાથે ઘી નું સેવન કરવાથી આરોગ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. આથી હંમેશા ફિટ રહેવા માટે, બપોરના ભોજન પછી આ બંને વસ્તુનું સેવન કરવું સારું માનવામાં આવે છે. ઘી અને ગોળનું સેવન આપણા દાદા લોકો દરરોજ કરતા હતા જેથી તેમના હાડકા અને શરીરની 70 વર્ષ પછી પણ કોઈ શરીરમાં તકલીફ થતી ન હતી.
ઘણા લોકોને ભોજન પછી મીઠાઇ ખાવાની ટેવ હોય છે અને વિવિધ પ્રકારની મીઠાઇનો આનંદ લેતા હોય છે. પરંતુ, તમે આજે પણ આપણા વડીલોને જોયું હશે કે મીઠાઇને બદલે, તેઓ થોડો ગોળ અથવા ઘી ખાવાનું પસંદ કરે છે.
પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેઓ આવું શા માટે કરે છે? જો તમારો જવાબ ના છે તો તમને જણાવી દઈએ કે ગોળ અને ઘી બંને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારી માનવામાં આવે છે. જેને કારણે પાચક શક્તિને સ્વસ્થ રાખવાની સાથે રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે.
ગોળ અને ઘીનું જોરદાર સંયોજન આયર્ન અને આવશ્યક ફેટી એસિડથી સમૃદ્ધ છે. આ બંનેને ભેગું કરીને સાથે ખાવાથી મોઢાને ગજબની મીઠાશ આપે છે સાથે સાથે હોર્મોન્સ અને પ્રતિરક્ષા સંતુલિત કરવામાં મદદ કરી શકે છે.
ગોળ અને ઘીમાં ઘણા બધા ઘટકો મળી આવે છે. ગોળમાં આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને બી વિટામિન અને વિટામિન સી જેવા વિટામિન હોય છે. આ સાથે સાથે, ઘી એ વિવિધ પ્રકારના વિટામિન અને ફેટી એસિડ્સનો સમૃદ્ધ સ્રોત છે. વિટામિન એ, ઇ, અને ડી સિવાય વિટામિન કે પણ ધરાવે છે જે હાડકાંમાં કેલ્શિયમના શોષણમાં મદદ કરે છે.
બપોરના ભોજન પછી કે સાથે ગોળ અને ઘી ખાવાના ફાયદા: બપોરના ભોજન માં ઘી અને ગોળ ખાવાથી પ્રતિરક્ષા વધારવામાં મદદ કરે છે. આપણા શરીરમાં જમા થયેલો ઝેરી કચરો દૂર કરવામાં મદદ કરે છે. ગોળ આયર્ન થી ભરપૂર હોવાની સાથે સાથે આપણા શરીરમાં લોહી શુદ્ધ કરવામાં મદદ કરે છે.
ઘી અને ગોળ પાચક સિસ્ટમ ફિટ રાખે છે આથી જે લોકોને જમ્યા પછી પાચનની સમસ્યા રહે છે તેવા લોકો માટે ઘી અને ગોળ નું સેવન ખુબજ ફાયદાકારક રહે છે. આ ઉપરાંત જે લોકોને ભૂખ નથી લાગતી તેવા લોકો માટે પણ આનું સેવન ખુબજ ફાયદાકારક સાબિત થાય છે.
ઘી અને ગોળનું સેવન શરીરમાં લોહીના અભાવ પૂર્ણ કરે છે. જેના કારણે તમારે આગામી સમયમાં એનિમિયાની સમસ્યાનો સામનો કરવો નહીં પડે. જે લોકોના શરીરમાં લોહીની ઉણપ છે તેવા લોકોએ ઘી અને ગોળનું સેવન જરૂર કરવું.
ઘી અને ગોળનું સેવન શરીરમાં હોર્મોન્સના અસંતુલનની સમસ્યાને નિયંત્રિત કરે છે. આ સાથે સાથે તે તમારો મૂડ સારો રાખવામાં મદદ કરે છે. ઘી અને ગોળ સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે આ સાથે સાથે તે વાળ અને ત્વચાને પણ સ્વસ્થ રાખે છે.
ગોળ અને ઘીનું સેવન કેવી રીતે કરવું : ઘી અને ગોળ ખાવા માટે એક ચમચી ઘી થોડું ગોળ સાથે ભેળવવું અને લેવું. જો તમે ઇચ્છો તો, તમે રાત્રિભોજન પછી પણ તેનું સેવન કરી શકો છો.