મોટાભાગે બધા લોકો કેળાનો ખાવામાં ઉપયોગ કરતા હોય છે પરંતુ તમને જણાવીએ કે કેળાનો ઉપયોગ તમે તમારા સ્વાસ્થ્ય સાથે સાથે ત્વચા માટે પણ કરી શકો છો. કેળા આપણી ત્વચાને ગોરી બનાવવાની સાથે સાથે આપણને યુવાન બનાવી રાખવામાં પણ મદદ કરે છે.
કેળામાંથી બનવેલા ફેસપેક નો ઉપયોગ કરવાથી ત્વચા પરની ઓઇલી થી લઇને રૂક્ષ ત્વચા અને ખીલ તેમજ બ્લેક હેડસયુક્ત ત્વચા બનાવી શકાય છે. તમને જણાવીએ કે કેળાનો ફેસપેક વિવિધ ત્વચાને અનુરૂપ વિવિધ રીતે બનાવામાં આવતો હોય છે. તો ચાલો જાણીએ કેળાનો ફેસપેક બનાવવાની રીત.
કેળાનો ફેસપેક ત્વચા માટે: 3 થી 4 કેળા અથવા 4 ચમચી પાકેલા કેળાનો ગર, 1 ચમચી મધ, 1 ચમચી ગુલાબજળ, 1 ચમચી ચંદન પાવડર, 1 ચમચી એલોવેરા જેલ, 1/2 ચમચી કોફી પાવડર
કેળાનો ફેસ બનાવવાની રીત: સૌ પ્રથમ બધા કેળાને મસળીને તેની મુલાયમ પેસ્ટ બનાવવી. ત્યારબાદ તેમાં એકએક કરીને બધી વસ્તુઓ વારાફરથી ભેળવીને ફેસપેક તૈયાર કરવો. ત્યારબાદ પાણીથી ચહેરો ધોઈને ચહેરા પર ફેસપેક લગાડવો.
5 થી 7 મિનિટ સુધી ગોળાકારમાં મસાજ કરવો અને 15 મિનિટ પછી તમારા ચહેરાને ધોઈ લેવો. આ ફેસપેકનો પ્રયોગ અઠવાડિયામાં બે થી ત્રણ વખત કરવાથી ફાયદો થાય છે. જો તમે ઈચ્છો તો વધુ દિવસ પણ આ ફેસપેક લગાવી શકો છો.
આ ફેસપેક બનાવામાં ઉપયોગમાં લેવામાં આવતી કોઈ પણ વસ્તુથી તમને એલર્જી હોય તો તે વસ્તુને તમે સ્કિપ કરી શકો છો. જો તમારી પાસે એલોવેરાના હોય તો તમે જેલનો ઉપયોગ કરી શકો છો. આ સાથે સાથે ચંદન પાવડરકના સાથે મુલતાની માટી અથવા ચોખાનો લોટ અથવા ઘઉંનો લોટ પણ ઉપયોગમાં લઇ શકો છો. ઘરે મધ ન હોય તો દહીં અથવા એક ચમચી મલાઇનો ઉપયોગ પણ કરી શકો છો.
કેળાની છાલનો ઉપયોગ: જો તમારી પાસે નિયમિત ત્વચાની કાળજી લેવાનો પૂરતો સમય ન હોય તો તમે કેળાની છાલનો ઉપયોગ કરી શકો છો. આ માટે વધેલી છાલને ફેકવાને બદલે તે છાલને ચહેરા અને
ઘણી વખત ત્વચાની નિયમિત કાળજી લેવાનો સમય મળતો હોતો નથી. તેવામાં કેળાની છાલને ચહેરા અને ગરદન પર 5 મિનિટ રગડવી. ત્યારબાદ 10 મિનિટ ચહેરા પર લગાડયા પછી ચહેરાને ધોઇ નાખવો. આમ કરવાથી ત્વચાને જરૂરી પોટેશિયમ, મેગ્નેશિયમ, આર્યન અને વિટામિન્સ જેવા તત્વો પ્રાપ્ત થાય છે.
દૂધીનો પેક: ગ્લોઈંગ ત્વચા માટે બજારુ પ્રોડક્ટ્સ નો ઉપયોગ કરતા, ઘરે દૂધીનો પેક બનાવી ઉપયોગ કરતા વધુ ફાયદો થાય છે. જો તમે તમારી ત્વચાને કોઈપણ નુકશાન કર્યા વગર ચમકાવવા માંગો છો તો એકવાર આ પેકનો ઉપયોગ જરૂર કરો.
દૂધીનો પેક બનાવવા જરૂરી સામગ્રી: તાજી દૂધીનો ટુકડો, અડધી ચમચી હળદર, અડધી ચમચી મધ, એક ચમચી એલોવેરા જેલ, એક ચમચી ગુલાબજળ અને એક કેપ્સ્યુલ વિટામિન ઇ
દૂધીનો પેક બનાવવાની રીત: દૂધીનો પેક બનાવવા માટે દૂધીને ધોઇ તેની ગોળગોળ સ્લાઇસ કરીને બાજુ પર રાખવી. ત્યારબાદ એક બાઉલમાં હળદર અને મધ ભેળવો. ત્યારબાદ તેમાં એલોવેરા જેલ અને ગુલાબજળ ભેળવો અને છેલ્લે વિટામિન ઇ કેપ્સ્યુલ ભેળવો.
ત્યારબાદ દૂધીની સ્લાઇસને આ મિશ્રણમાં ડુબાડી ચહેરા અને ગરદન પર ગોળાકારમાં રગડો. એક્વતાનું ધ્યાન રાખો કે સ્લાઇસનો બન્ને બાજુ ઉપયોગ કરવો. આ રીતે ચહેરા અને ગરદન પર 6 થી 7 સ્લાઇસ લગાડો.
આ દરેક સ્લાઇસનો 5 થી 7 મિનિટ સુધી મસાજ કરવો. આ પછી મિશ્રણને ચહેરા પર દસ મિનિટ સુધી રહેવા દઇ ચહેરો ધોઇ નાખવો. તેના પર મોઇશ્ચરાઇઝર અથવા એલોવેરા જેલ લગાડી હળવે હાથે મસાજ કરવો.
નિયમિત રીતે આ પ્રયોગ કરવાથી તમારી ત્વચામાં ગ્લો આવી જશે અને સાથે સાથે ચહેરા પરના ખીલ, ડાઘ, કાળા ધબ્બા, તૈલી ત્વચા વગેરે દૂર થઇ જશે. અહીંયા જણાવેલ પ્રયોગ કહેવાથી ત્વચામાં કુદરતી ચમક આવી જશે અને ચહેરાને કોઈ પણ જાતનું નુકશાન પણ થશે નહીં.