ઉનાળામાં ભરપૂર કાળઝાળ ગરમીમાં આપણા શરીરમાં ખુબ જ ગરમીનું પ્રમાણ વધુ હોય છે જેથી આપણે પરસેવાથી રેબઝેબ થઈ જતા હોઈએ છીએ જેના કારણે પણે કોઈ પણ કરવામાં સૌથી વધુ આળસ આવતી હોય છે, આ ઉપરાંત આપણા શરીરમાં ગરમી વધુ હોવાથી પાણી ની કંઈ થવાં કારણે ડિહાઈડ્રેશન ની સમસ્યા થતી હોય છે.
આવી પરિસ્થિતમાં આપણે એવા કેટલાક આહારને ભોજમાં સમાવેશ કરવો જોઈએ. જો તમે આ વસ્તુ ને ભોજનમા સમાવેશ કરશો તો શરીરમાં પાણીની કમી રહેશે નહીં. જેથી આપણે અનેક નાની મોટી બીમારીમાંથી બચી શકીએ છીએ. આ વસ્તુઓ ખાવથી ભરપૂર એનર્જી મળે છે જેથી આપણા શરીરમાં ઈમ્યુનીટી પાવરને વધારી રાખે છે જેથી અનેક વાયરલ બીમારીથી બચાવી રાખે છે.
પપૈયું આમ તો દરેક સીઝનમાં મળી આવે છે, જે સ્વાદમાં સ્વાદિષ્ટ હોવાની સાથે શારીટની ઘણી બધી બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે, પપૈયાને ખાવાથી હૃદયને લગતા રોગોમાં ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જે કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં કરીને હૃદયના રોગોથી બચાવી રાખે છે જેથી હાર્ટ અટેક અને સ્ટ્રોક નું જોખમ ઓછું થઈ જાય છે.
મોટાભાગે લોકો હૂંફાળું ગરમ પાણી પીવાની સલાહ આપતા હોય છે. કેમ કે જયારે આપણે હૂંફાળું પાણી પીએ છીએ ત્યારે આપણા શરીરનો બધો કચરો દૂર થઈ જાય છે. અને પેટ સાફ રહે છે, માટે હૂંફાળાં પાણીનું સેવન સવારે ઉઠીને કરવાની સલાહ આપવામાં આવે છે.
હૂંફાળું પાણી પીવાથી પેટને લગતી મોટાભાગની બીમારી દૂર થઈ જાય છે, આ ઉપરાંત આપણા શરીરમાં લોહી જાડું રહેતું હોય તો તેને પાતળું કરવામાં મદદ કરે છે અને લોહીના પરિવહનને તેજ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત ગળામાં કે ફેફસામાં કફ જામી જવાની સમસ્યા હોય તો ગરમ પાણી પીવાથી કફ ને તોડી ને બહાર નીકાળવામાં મદદ કરે છે.
આ ઉપરત હૂંફાળાઉ પાણી પીવાથી પેટની ચરબી ઓછી થાય છે, જેથી વજન પણ ઓછું થવા લાગે છે. માટે હેલ્થ નિષ્ણાત હૂંફાળું પાણી પીવાની સલાહ આપે છે, આ ઉપરાંત હૂંફાળા પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી શરીરમાં ભરપૂર એનર્જી મળી રહે છે જેથી હક અને નબળાઈ દૂર થાય છે.
આપણા શરીરના સારા સ્વાસ્થ્ય માટે કડવી વસ્તુ ખાવી ખુબ જ જરૂરી છે, જેથી આપણા શરીરમાં મોટામાં મોટા રોગોનો નાશ કરી શકાય છે. માટે મેથી દાણામાં ખાવાની સલાહ આપવામાં આવે છે જેમાં સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોલિક એસિડ જેવા તત્વોનો સારો સ્ત્રોત મળી આવે છે.
મેથીના દાણા ખાવાથી હાડકા મજબૂત રહે છે, જેથી સાઇટિકા અને સંધિવા હોય તેવા દર્દીએ રાતે એક બાઉલમાં પાણી લઈ તેમાં એક ચમચી મેથી દાણા મિક્સ કરીને આખી રાત રહેવા દઈને સવારે ઉઠીને ખાવાના છે. સવારે ઉઠીને આ દાણા ખાવાથી શરીરમાં ઘણા બધા ફાયદા થાય છે.
મેથીના દાણા ખાવાથી પેટની સમસ્યા, ડાયાબિટીસ, વાળ, ચામડીના રોગો વજન ધટાડવા જેવા અનેક રોગોમાં ફાયદાકરાક છે. પલાળેલા મેથીના દાણા ખાવાથી આંખોની કમજોરીને દૂર કરી આંખોના તેજને વધારવામાં મદદ કરે છે.
શરીરમાં નાની મોટી બીમારીથી દૂર રહેવા માટે લીલા શાકભાજી, ફળો, બદામ, અખરોટ, અંજીર જેવા ડ્રાય ફૂટનો સમાવેશ કરવો જોઈએ, જે આપણા શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખશે અને મોટા ભાગના રોગો સામે રક્ષણ આપવાનું કામ કરશે.