અત્યારના સમયમાં ઘણા લોકો ડાયાબિટીસ રોગથી પીડાતા હોય છે, તેવામાં ડાયાબિટીસ દર્દીએ ખાવા પીવામાં ખુબ જ ઘ્યાન રાખવું જોઈએ, જેથી ડાયબિટીસ ને કંટ્રોલમાં કરી શકાય છે. આ માટે આપણે સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક થવાની ખુબ જ જરૂર છે.

આજના સમયમાં મોટાભગાએ ઘણા લોકો બહારના ખોરાક સૌથી વધારે પસંદ કરતા હોય છે કારણે તેમાં ભરપૂર માત્રામાં વિવિધ પ્રકારના મસાલા બનાવીને નાખવામાં આવે છે જેથી સરેક રસોઈનો સ્વાદ અલગ અલગ આવતો હોય છે.

તેવામાં બહારના ખોરાક ચરબી વાળા અને તેલ યુક્ત હોય છે જેથી તે ખોરાક ખુબ ઝડપથી પચતો નથી જેના કારણે તે ખોરાક સડવા લાગે છે અને તેના કારણે શરીરમાં ઘણી બધી બીમારીઓ થવાનું જોખમ વઘી જાય છે. જેમ કે ડાયાબિટીસ,હૃદયને લગતી બીમારી ની સમસ્યા જોવા મળતી હોય છે.

આપણી અસ્તવસ્ત જીવન શૈલીના કારણે આપણે અને અનિયમિત ખાણી પીનીના કારણે કોલેસ્ટ્રોલ લેવલમાં વઘારો થઈ શકે છે. જેના કારણે ઘણી વખત હાર્ટ અટેક પણ થઈ શકે છે માટે કોલેસ્ટ્રોલ ને કંટ્રોલમાં રાખીને હૃદયના ગંભીર રોગીથી બચી શકાય છે.

આજના સમયમાં સૌથી વધુ ડાયાબિટીસ અને હૃદય રોગના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે, આ માટે આજે અમે તમે એવા એક ડ્રિન્ક વિષે જણાવીશું જેને પીવાથી ડાયબિટીસ અને હૃદયરોગનું જોખમ ઓછું થઈ જશે.

ડાયાબિટીસ અને હૃદયના રોગ માટે ગ્રીન ટી પીવી સૌથી ફાયદાકારક સાબિત થાય છે. કારણકે તેમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે શરીરમાં રહેલ હાનિકારક ઝેરી બેક્ટેરિયાનો નાશ કરી શકે છે.

ગ્રીન ટી પીવાથી ખરાબ કોલેસ્ટ્રોલની માત્રાને દૂર કરે છે. જેથી શરીરમાં લોહી શુદ્ધ રહે છે અને લોહી ગંઠાઈ જવું અને લોહી જાડું થઈ જવાની સમસ્યાથી દૂર રાખે છે. જેથી લોહી સરળતાથી હૃદયની નસોમાં પહોંચે છે જેના કારણે હૃદય સ્વસ્થ રહે છે અને હૃદયને હેલ્ધી બનાવે છે.

માટે રોજે એક ગ્લાસ જેટલું ગ્રીન ટી પીવાથી હાર્ટ અટેક અને સ્ટ્રોક જેવા અચાનક આવતા હુમલાથી બચાવે છે. માટે હૃદયના સારા સ્વાસ્થ્ય માટે રોજે ગ્રીન-ટી પી શકાય છે. ગ્રીન-ટી ડાયાબિટીસ દર્દી માટે એક વરદાન રૂપ પીણું માનવામાં આવે છે, તેમાં મળી આવતું પોલીફીનોલ નામનું મહત્વ પૂર્ણ તત્વ લોહીમાં રહેલ સુગરને ઘટાડવામાં મદદ કરે છે.

આ ઉપરાંત તેમાં એન્ટી ઓક્સીડેન્ટ પણ મળી આવે છે. જેથી ડાયબિટીસ કંટ્રોલમાં રહે છે. માટે ડાયબિટીસ દર્દીએ આ અમૃત સમાન પીણું પીવું ખુબ જ લાભદાયક સાબિત થશે. ગ્રીન-ટી પીવાથી આપણા સ્વાસ્થ્ય ને અનેક લાભ થાય છે, માટે જો કોઈને કોઈ પણ બીમારી ના હોય અને બીમાર પડવું ના હોય તો રોજિંદા જીવનમાં રોજે સવારે દિવસની શરૂઆતમાં એક કપ ગ્રીન-ટી નો પીવો જોઈએ.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *