આજના સમયમાં દુનિયામાં એવા ઘણા લોકો છે જેમનું વજન વધારે હશે. તે લોકો પાસે કસરત કરવાનો સમય પણ મળતો નથી આ ઉપરાંત અનિમિત ખાણી પીની હોવાના કારણે તેમનું વજન કંટ્રોલ થવાની જગ્યાએ દિવસે ને દિવસે વધતું જ રહેતું હોય છે.

જો તમને કસરત કરવાનો પૂરતો સમય મળતો ના હોય તો તમારે કેટલાક ડાયટ પ્લાન અપનાવવા જોઈએ જેથી તમે ખુબ જ સરળતાથી વજન ને કંટ્રોલમાં કરી શકો છો. માટે આજે અમે તમને એવા કેટલાક ડાયટ પ્લાન જણાવીશું જેની મદદથી તમે વઘારે મહેનત કર્યા વગર જ વજન ઘટાડી શકો છો. તો ચાલો જાણીએ આખા દિવસ દરમિયાન ડાયટ કઈ રીતે કરવો જોઈએ.

વજન ઘટાડવા માટેનો ડાયટ પ્લાન: સૌથી પહેલા તો સવારે 6 વાગ્યા પહેલા ઉઠવાનું છે, ત્યાર પછી એક ગ્લાસ જેટલું હૂંફાળું પાણી કરીને પીવાનું છે, આ ઉપરાંત તમે હૂંફાળા પાણી સાથે એક લીંબુનો રસ મિક્સ કરીને પણ પી શકો છો, જેથી શરીરમાં રહેલ વઘારા નો કચરો સાફ થઈ જશે અને વઘારાની ચરબી હશે તે ઓગળવા લાગશે. વજન ઘટાડવા માટે સૌથી પહેલા આ એક કામ કરવુ ખુબ જ જરૂરી છે.

ત્યાર પછી 20-25 મિનિટ વોકિંગ અને જોગીગ કરવા જવાનું છે. સવારે 7 વાગ્યે એક ગ્લાસ દૂઘીનો જ્યુસ બનાવીને પીવાનો છે. દૂધીનો જયસુ પીવાથી વજન ધટાડવા માટે ખુબ જ ઉપયૉગી છે તેમાં ખુબ જ ઓછી કેલરી હોય છે. જેથી વજન ઓંછુ કરવા માટે દૂઘીને ડાયટમાં સમાવેશ કરવો ખુબ જ જરૂરી છે.

સવારે 8 વાગ્યે ફણગાવેલ કઠોળ ખાવાના છે, સવારે કઠોળ ખાવાથી શરીરની પૂરતા પ્રમાણ પ્રોટીન અને ફાયબર મળી રહેશે, જેથી વજન ધટાડવામાં ખુબ જ ઉપયોગી સાબિત થશે. માટે સવારે ચા કે કોફી કરતા ફણગાવેલ કઠોળ ખાવા સૌથી શ્રેસ્ટ માનવામાં આવે છે.

બપોરે 12 વાગ્યે ભોજન માં શાક, રોટલી, છાશની સાથે સલાડનો સમાવેશ કરવો, બપોરે આવા સાદા ભોજન સાથે સલાડ અને છાશ પીવાથી ખોરાકને ખુબ જ ઝડપથી પચાવી દેશે જેથી ચરબી ઉત્પન્ન નહીં થાય અને વજન વઘશે નહીં.

સાંજે 4 વાગ્યાને આસપાસ તમે કોઈ પણ એક ફળ સીઝન માં મળી આવતું ફળ ખાઈ લેવાનું છે, ત્યાર પછી રાત્રિનું ભોજન ખીચડી, દૂઘ જેવી વસ્તુ ખાવાની છે, રાત્રિનું ભોજન રાત્રિનું ભોજન હંમેશા ભરપેટ ક્યારેય ખાવું ના જોઈએ, રાત્રે હળવું ભોજન લીઘા પછી 20-25 મિનિટ ચાલવાનું છે,

જેથી આપણે જે કઈ પણ ખોરાક લીઘો છે તે ખુબ જ આસાનીથી પચાવી દેવામાં મદદ કરે છે અને પાચનશક્તિમાં સુઘારો થશે અને પાચનતંત્ર મજબૂત બનશે. ત્યાર પછી રાત્રે સુતા પહેલા એક ગ્લાસ હૂંફાળું પાણી ગરમ કરીને તેમાં એક ચમચી ત્રિફળા ચૂરણ મિક્સ કરીને પી જવાનું છે.

જો તમે આ રીતે આખા દિવસ નો ડાયટ પ્લાન અપનાવી લેશો તો તમારે વજન ઉતારવા માટે જીમ માં વધારે પૈસાનો ખર્ચ પણ નહીં કરવો પડે અને વજન પણ ખુબ જ ઝડપથી ઉતરવા લાગશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *