આજકાલની જીવનશૈલી અને આહારમાં બદલાવના કારણે પેટમાં અલ્સરના કેસ ઝડપથી જોવા મળી રહ્યા છે. સામાન્ય ભાષામાં, પેટમાં ઘાવ અને ચાંદાને કારણે અલ્સર થાય છે. પેટમાં અલ્સર હોવું માત્ર પીડાદાયક જ નથી પણ અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. આ સમસ્યાની જાણ થતાં જ તેની સારવાર શરૂ કરવી ખૂબ જ જરૂરી છે, નહીંતર તેનાથી અન્ય સમસ્યાઓ થઈ શકે છે.
ઊંઘનો યોગ્ય સમય ન હોવો, ઓફિસનો તણાવ, જંક ફૂડનું વધતું ચલણ અને વધુ પડતું ડાયટિંગને કારણે શરીરમાં પોષણની ઉણપ થાય છે. તેના પર ધૂમ્રપાન, આલ્કોહોલ અને તમાકુનો ઉપયોગ પેટની લાઇનિંગને નુકસાન પહોંચાડવાનું કારણ બને છે. પરંતુ ચિંતા કરશો નહીં કારણ કે તમારા ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓની મદદથી તમે પેટના અલ્સરથી સરળતાથી બચી શકો છો. તો ચાલો તમને જણાવીએ કેટલાક પેટના અલ્સરના ઉપાય અને તેના લક્ષણો વિશે જાણીએ.
પેટનું અલ્સર શું છે: મેડિકલ ભાષામાં પેપ્ટીક અલ્સર એટલે પેટમાં ચાંદા કે છાલા . પેટમાં લાળનું સરળ સ્તર હોય છે, જે પેપ્સિન અને હાઇડ્રોક્લોરિક એસિડથી પેટની આંતરિક અસ્તરનું રક્ષણ કરે છે. આ એસિડની વિશેષતા એ છે કે જ્યારે આ એસિડ પાચન પ્રક્રિયા માટે જરૂરી છે, ત્યારે તે શરીરની પેશીઓને પણ નુકસાન પહોંચાડે છે.
આ એસિડ અને લાળના સ્તરો વચ્ચે તાલમેલ હોય છે. જ્યારે આ સંતુલન ખોરવાય છે ત્યારે જ અલ્સર થાય છે. તે સામાન્ય રીતે અન્નનળી નળી, પેટ અને નાના આંતરડાના ઉપરના ભાગમાં આંતરિક પટલમાં થાય છે. વૈજ્ઞાનિકોએ નવા સંશોધનમાં શોધી કાઢ્યું છે કે મોટાભાગના અલ્સર હેલિકોબેક્ટર પાયલોરી અથવા એચ. પાયલોરી નામના બેક્ટેરિયાના કારણે થાય છે.
જો અલ્સરની સમસ્યાનો સમયસર ઈલાજ ન કરવામાં આવે તો તે ગંભીર સમસ્યા બની જાય છે. આ બેક્ટેરિયા ઉપરાંત ખોરાક અને જીવનશૈલી પણ અલ્સર માટે અમુક અંશે જવાબદાર છે. હવે તમને જણાવીએ આ બીમારીથી બચવા માટેના કેટલાક ઘરેલું ઉપાય.
પેટના અલ્સરના લક્ષણો: પેટમાં તીવ્ર દુખાવો એ એક સામાન્ય લક્ષણ છે, આ સિવાય રાત્રે પેટમાં બળતરા વધી જવી, લોહીની ઉલટી થવી, મળનો રંગ ઘેરો થવો, ઉબકા આવવા, વજનમાં ઝડપથી ઘટાડો અથવા ભૂખમાં ફેરફાર જેવા લક્ષણો પણ જોવા મળે છે.
ઠંડુ દૂધ : જો કે દૂધ પીવાથી ગેસ્ટ્રિક એસિડ બને છે, પરંતુ અડધા કપ ઠંડા દૂધમાં અડધુ લીંબુ નીચોવીને પીવાથી પેટમાં આરામ મળે છે. અથવા અલ્સર હોય તો થોડા ઠંડા દૂધમાં સરખી માત્રામાં પાણી ભેળવીને પીવડાવવું જોઈએ, થોડા દિવસમાં આરામ મળશે.
નાસપતી: નાસપતી માં ફ્લેવોનોઈડ્સ અને એન્ટી-ઓક્સીડેન્ટ ભરપૂર હોય છે, જે અલ્સરના લક્ષણોને ઘટાડવામાં મદદ કરે છે. તે એચ. પાયલોરી ના ચેપને પણ અટકાવે છે. તેમાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. નાસપતીનું નિયમિત સેવન કરનારાઓમાં નાના આંતરડાના અલ્સરનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે.
બદામ ખાવી: પેટના અલ્સરના દર્દીઓએ બદામનું સેવન કરવું જોઈએ. આ સિવાય બદામને પીસીને દૂધ બનાવીને સવાર-સાંજ પીવાથી પેટના અલ્સર મટે છે.
કાચા અને પાકેલા કેળા: કેળા પેટના અલ્સરને પણ રોકે છે. કેળામાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે પેટના એસિડને ઠીક કરે છે. પાકેલા અને કાચા બંને કેળા ખાવાથી અલ્સરના દર્દીને ફાયદો થાય છે.
ગાયનું ઘી: અલ્સરના દર્દીઓ માટે ગાયના દૂધમાંથી બનેલા ઘીનો ઉપયોગ કરવો ફાયદાકારક છે. ગાયના દૂધમાં એક ચમચી હળદર ઉમેરીને નિયમિત પીવાથી 3 થી 6 મહિનામાં કોઈપણ અલ્સર મટે છે.
પેટના બેક્ટેરિયા માટે મધ: નાસ્તા પહેલા એક ચમચી મધ લો. મધ બેક્ટેરિયા સામે લડે છે, ડિહાઇડ્રેશન અટકાવે છે અને શરીરમાં ભેજ જાળવી રાખે છે. તે પેશીઓને નુકસાનથી રક્ષણ આપે છે અને નવા પેશીઓના વિકાસમાં મદદ કરે છે. ઉપરાંત, મધમાં ગ્લુકોઝ પેરોક્સાઇડ હોય છે, જે પેટમાં રહેલા બેક્ટેરિયાને દૂર કરે છે.
કોબી: કોબીજમાં એસ. મેથિલમેથિઓનિન હોય છે, જેને વિટામિન યુ તરીકે પણ ઓળખવામાં આવે છે. અલ્સર પેટના પીએચ માં અસંતુલનને કારણે થાય છે અને વિટામિન U શરીરને આલ્કલાઈઝ કરવામાં મદદ કરે છે. વૈજ્ઞાનિકો માને છે કે તેમાં એમિનો એસિડ ગ્લુટામાઇન પણ હોય છે, જે પાચનતંત્રના મ્યુકોસલ લાઇનિંગને મજબૂત બનાવે છે અને પેટમાં લોહીનો પ્રવાહ સુધારે છે.
તે ન માત્ર અલ્સરને અટકાવે છે પરંતુ ઘાને ઝડપથી રૂઝાય છે. કોબીજ અને ગાજર સરખા પ્રમાણમાં લઈને તેનો રસ બનાવો, સવાર-સાંજ એક કપ આ રસ પીવાથી પેપ્ટીક અલ્સરના દર્દીઓને આરામ મળે છે.
હિંગ: પેટ માટે હીંગ કેટલી ફાયદાકારક છે તે કદાચ તમને કહેવાની જરૂર નથી. તમારા રસોડામાં હાજર આ મસાલો પેટના અલ્સરમાં પણ ફાયદાકારક છે. પેટના અલ્સરના કિસ્સામાં, હિંગને પાણીમાં ભેળવીને આપવી જોઈએ, તેની સાથે સાથે દર્દીએ સરળતાથી પછી જાય એવો ખોરાક લેવો જોઈએ.
પૌઆ: પૌઆઅલ્સર માટે ખૂબ જ ફાયદાકારક ઘરગથ્થુ ઉપચાર છે. પૌઆ અને વરિયાળીને સરખી માત્રામાં ભેળવીને પાવડર બનાવો, સવારે 2 લીટર પાણીમાં 20 ગ્રામ પાવડર ઓગાળી, રાત સુધી પીવો. આ નિયમિત પણે સવારે તૈયાર કરો અને બપોરે અથવા સાંજે પીવાનું શરૂ કરો. એક વાતનું ધ્યાન રાખો કે તેને 24 કલાકમાં પતાવી દેવાનું છે.
અહીંયા જણાવેલ ઘરેલુ ઉપચાર કરીને તમે પેટના અલ્સરને દૂર કરી શકો છો. આ એકદમ સરળ અને ઘરેલુ ઉપાય છે દરેક અલ્સરના દર્દીએ અપનાવવા જોઈએ.
