આપણા શરીરના સારા સ્વાસ્થ્ય માટે આપણે પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓ ખાવી જોઈએ. આ માટે આપણે આહારમાં કેટલાક ડ્રાયફૂટ્સનો સમાવેશ કરવો જોઈએ. તમને જણાવી દઉં કે ડ્રાય ફ્રૂટ્સ આપણા આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.
ડ્રાયફ્રૂટ્સ માં ઘણા બઘા પોષક તત્વો મળી આવે છે જે આપણા શરીર માટે ખુબ જ જરૂરી હોય છે. આપણા શરીરમાં પોષક તત્વો ની કમી પુરી થઈ જવાના કારણે આપણે ઘણી બઘી બીમારીઓથી બચી શકીએ છીએ.
શરીરમાં જયારે પણ કમજોરી આવી જાય, રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય, યાદશક્તિ ઓછી થઈ ગઈ હોય, શારીરિક કમજોરી થઈ ગઈ હોય જેવી સમસ્યા શરીરમાં જોવા મળે ત્યારે આપણે કેટલાક ડ્રાયફ્રૂટ્સ ખાવા જોઈએ. જે આપણા શરીરને મજબૂત અને શક્તિ શાળી બનાવે છે.
ડ્રાયફ્રૂટ્સ નાના થી લઈને મોટા દરેક વ્યક્તિ માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે, માટે ડ્રાયફ્રૂટ્સ ખાવા જોઈએ. આ માટે અમે અમે તમને જણાવીશું કે આહારમાં કયા ડ્રાયફ્રૂટ્સ ખાવા જોઈએ.
કિસમિસ: કિસમિસ માં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ જેવા અનેક પોષક તત્વો મળી આવે છે. તેમાં મળી આવતું આયર્ન લોહીની ઉણપને પૂર્ણ કરે છે, જેથી એનિમિયાની સમસ્યા થતી નથી, આ ઉપરાંત તેનું નિયમિત સેવન કરવાથી હાડકા પણ મજબૂત રહે છે અને શરીરને ફોલાદી બનાવી રાખે છે.
ખજૂર: ખજૂર લોહતત્વને વધારવામાં મદદ કરે છે. સાથે લોહીને શુદ્ધ કરી લીહોમાં રહેલ અશુદ્ધિ દૂર કરે છે. રોજે બે ખજૂર ખાવાથી આપણી પાચન શક્તિ પણ મજબૂત થાય છે અને શરીરમાં ભરપૂર એનર્જી પણ આપે છે. રોજે ખજૂર ખાવાથી વઘતી ઉંમરે શરીર મજબૂત રહે છે.
અખરોટ: અખરોટ મગજ ની રચના આકારનું હોય છે જે મગજને તેજસ્વી અને શક્તિ શાળી બનાવી રાખવામાં મદદ કરે છે. જેથી યાદશક્તિ પણ વઘશે. રોજે અખરોટને આહારમાં સમાવેશ કરવાથી શરીરમાં શારીરિક શક્તિમાં વઘારો કરી શક્તિ શાળી બનાવી રાખે છે.
બદામ: બદામ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, તેને રોજે રાત્રે પલાળીને સવારે ખાઈ લેવાથી યાદશક્તિ વઘે છે. આ ઉપરાંત રાત્રે દૂઘમાં બે થી ત્રણ બદામ નાખીને પીવાથી ખુબ જ સારી ઊંઘ આવે છે. દૂધ અને બદામ ખાવાથી શરીરમાં ભરપૂર એનર્જી અને સ્ટેમિનાર બની રહે છે.
