પાકી કેરી ફળોનો રાજા છે જે દરેકને ખાવી ખુબ જ ગમે છે માટે દરેક વ્યક્તિના દિલમાં કેરી રાજ કરે છે. આખી દુનિયામાં 1% જેટલા લોકો હશે જેમને કેરી ભાવતી નહીં હોય, નાના થી લઈને મોટા વૃદ્ધ દરેક ને પાકી કેરી ખાવી ખુબ જ ગમે છે.
ઉનાળાની સિઝમમાં કેરી અવતાની સાથે જ બધાને મેંગો શેક, મેંગો લસ્સી, મેંગોની આઈસ્ક્રીમ વગેરે ખાવાનું મન થાય છે. કેરી સ્વાદે ખટમીઠી હોય છે જેને જોતા જ મોંમાં પાણી આવી જતું હોય છે.પરંતુ કેરી ખાતી વખતે પણ આપણે કેટલીક વસ્તુનું ઘ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.
કેરી ખાવાથી આપણા સ્વાસ્થ્ય ને ઘણા ફાયદા થાય છે, પરંતુ તેમાં નુટ્રીએશન ભરપૂર માત્રામાં મળી આવે છે, માટે તેની સાથે એવી કેટલીક વસ્તુ ખાવી શરીરના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી. માટે આજે અમે તમને જણાવીશું કે કેરી સાથે કઈ વસ્તુ ના ખાવી જોઈએ.
કોલ્ડ્રીંક ના પીવું: કેરીમાં નુટ્રીએશન ભરપૂર હોય છે જેને ખાધા પછી કોલ્ડ્રીંક પિવાવ આવાથી ફાયદાની જગ્યાએ તેની ઉંધી અસર થાય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. માટે કેરી ખાઈ ને તરત કોલ્ડ્રીંક ના પીવું જોઈએ.
પાણી ના પીવું: પાણી આપણા શરીરને સૌથી વધુ જરૂર પડતી હોય છે, આ ઉપરાંત આપણે કઈ પણ ખાઈએ છીએ તે પછી આપણે પાણી પીવાની આદત હોય છે, પરંતુ જો તમે કેરી ખાઓ છો તો તરત તેની ઉપરથી પાણી ના પીવું જોઈએ. તરત પાણી પીવામાં આવે તો પેટનો દુખાવો, ગેસ અને એસીડીટીની સમસ્યા થઈ શકે છે.
દૂધ ના પીવું: કેરી લોકો ઘણી બધી રીતે ખાઈ લેતા હોય છે. પરંતુ જયારે આપણે મેંગો શેક બાનવીએ છીએ તેમાં દૂધનો ઉપયોગ કરતા હોઈએ છીએ જેના કારણે આપણી જઠરાંગની મંદ પડી જાય છે, જેથી આહાર સારી રીતે પચતો નથી, જેથી પેટ ભારે ભારે લાગે છે અને ફુલેલું હોય તેવું લાગે છે, માટે આયુર્વેદમાં કયું છે કે ખાટા ફળો દૂધ સાથે ના લેવા જોઈએ.
કેરીની તાસીર ગરમ હોય છે જેથી તેની સાથે ઠંડી વસ્તુઓ ના ખાવી જોઈએ નહીતો તેની વિપરીત અસર થઈ શકે છે. જયારે આપણે ગરમ અને ઠંડો ખોરાક એક સાથે ખાઈએ છીએ ત્યારે શરીરમાં ટોક્સિન બને છે જે સ્કિન અને ચામડીને લગતી બીમારીનું જોખમ ઓછું કરે છે.
રસોઈમાં આપણે સૌથી વધુ મસાલાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ જો તમે કેરી ખાઓ છો અને તેની સાથે મસાલેદાર વસ્તુઓ ખાઓ છો તો પેટને લગતી સમસ્યા અને સ્કિન પ્રોબ્લમ પણ થઈ શકે છે માટે કેરી સાથે મસાલેદાર વસ્તુઓ ના ખાવી જોઈએ.
