વિટામિન-ડી ઘણા બધા લોકોમાં ખુબ જ ઓછું જોવા મળતું હોય છે, જો શરીરમાં વિટામિન-ડી ઓછું થૈઇ તો શરીરમાં ઘણી બધી સમસ્યા થઈ શકે છે, જયારે આપણા શરીરમાં આ વિટામિનની કમી હોય છે ત્યારે શરીર કમજોર પડી જતું હોય છે.
કારણકે જયારે પણ આપણા શરીરમાં હાડકામાં વિટામિન-ડી ની ઉણપ થાય છે ત્યારે હાડકાને લગતી ઘણી સમસ્યા થઈ શકે છે, માટે હાડકાની કમજોરી ને દૂર કરવા માટે વિટામિન-ડીથી ભરપૂર હોય તેવા આહારનો સામેવશ કરવો જોઈએ. જેથી સ્નાયુઓ અને હાડકા મજબૂત રહે.
શરીર માં વિટામિન-સી ની ઉણપ થાય છે ત્યારે કોલેસ્ટ્રોલ લેવલ પર તેની અસર જોવા મળે છે આ ઉપરાંત તણાવ અને ડિપ્રેશનના શિકાર પણ બનાવી શકે છે. આજના સમયમાં દરેક વ્યક્તિની ભાગદોડ ભરી જીવન શૈલી અને આહાર પર પૂરતું ઘ્યાન આપી શકતા નથી, જેના કારણે શરીરમાં વિટામિનની ખામી જોવા મળતી હોય છે.
વિટામિન-ડી ની ઉણપ થવાના કારણો: શરીરમાં વારે થાક લાગવો, સાંઘાના દુખાવા, સ્નાયુના દુખાવા, કમજોરી, હાથ પગ દુખાવા, વાળ ખરવા, વધારે સમય સુધી પાચન ને લગતી સમસ્યા થવી, સ્કિનની સમસ્યા જેવા અનેક કારણો વિટામિન-ડી ની ઉણપના કારણો છે.
આજે વિટામિન-ડી કઈ વસ્તુ માંથી મળે છે, તેના વિષે જણાવીશું. જો તમારા સહરીરમાં પણ વિટામિન-ડીની ઉણપના કારણે શરીરમાં હાડકાના દુખાવા જેવી સમસ્યા થતી હોય તો આ વસ્તુઓ ખાઈ લેવી જોઈએ જેથી હાડકાની કમજોરી દૂર થાય અને હાડકાને મજબૂત બનાવે છે.
ગાયનું દૂઘ પીવું જોઈએ: ગાયના દૂધમાં સારી માત્રામાં કેલ્શિયમ અને વિટામિન-ડી મળી આવે છે, માટે જો તમને હાડકા અને સ્નાયુના દુખાવાની સમસ્યા હોય તો ગાયનું દૂધ પીવાનું ચાલુ કરવું જોઈએ જેથી હાડકાને જરૂરી વિટામિન-ડી અને કમીને પુરી કરી હાડકાને મહાભુત અને સ્ટ્રોંગ બનાવે છે.
દહીં ખાવું જોઈએ: દહીં પ્રોટીનથી સમૃદ્ધ છે, દહીંમાં વિટામિન-ડી ઉપરાંત અનેક પોષક તત્વો મળી આવે છે, આ માટે તમારે બજારમાં મળતું દહીં નથી ખાવાનું ધરે જ બનાવેલ શુદ્ધ દહીં ખાવાનું છે. જો તમે રોજે બપોરે એક વાર ચાર થી પાંચ ચમચી દહીં ખાઈ લેશો તો કયારેય વિટામિન-ડી ની ઉણપ થશે નહીં.
મોસંબી ખાવી જોઈએ: મોસંબીમાં વિટામિન-ડી નો સારો સ્ત્રોત મળી આવે છે, મોસંબી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, જેને ખાવાથી વિટામિન-ડીની કમી પુરી થાય છે. આ આ સાથે રોગપ્રતિકારક શક્તિ મજબુ બને છે જેથી અનેક રોગો સામે રક્ષણ મળે છે, મોસબીને આહારમાં સમાવેશ કરવો જોઈએ.
ઈંડા ખાવા જોઈએ: ઈંડામાં પણ સારી માત્રામાં વિટામિન-ડી ઉપરાંત કેલ્શિયમ મળી આવે છે વિટમિનની કમીને પુરી કરી હાડકાને મજબૂત બનાવે છે, માટે ઈંડાને દિવસમાં એક કે બે ખાઈ શકાય છે. ઈંડા ખાવાથી શરીર મજબૂત બને છે.
વિટામિન-ડી મેળવવા માટે તમે સવારે વહેલા સૂર્ય પ્રકાશના કિરણો લેવા જોઈએ જેથી શરીરમાં વિટામિન-ડી ની કમી પુરી થઈ જાય છે, સૂર્ય પ્રકાશના કિરણો લેવાથી આપણું આખું શરીર મજબૂત રહે છે અને સ્કિન અને વાળને લગતી સમસ્યાથી બચાવે છે. અખોર સારા સ્વાસ્થ્ય માટે સૂર્યપ્રકાશના પહેલા કિરણો ખુબ જ ફાયદાકારક છે.