આજની ભાગદોડ ભરી લાઈફસ્ટાઈલમાં દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય નું ઘ્યાન રાખવાનું પણ ભૂલી જતા હોય છે. કારણ કે અત્યારના આધુનિક યુગમાં લોકો ઓફિસના કામનું ટેન્શન, ઘરનું ટેન્સન, વ્યાહારિક જીવનનું ટેન્સન જેવી અનેક સમસ્યાઓના સકંજામાં સંડોવાયેલ હોય છે.
જેથી તેમની પાસે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ઘ્યાન રહેતું નથી. તેવામાં હાલના ચાલી રહેલ સમય માં મોટાભગના લોકો ઘરનો આહાર છોડીને બહારના આહાર ખાવાનું સૌથી વધુ પસંદ કરતા હોય છે, તેવામાં બહારના ભારે ખોરાક ખાવાથી શરીરમાં સોતરહીં વધુ ચરબી જમા થાય હે અને આપણે ઘણી બીમારીના શિકાર પણ બની શકીએ છીએ.
આ ઉપરાંત આપણી વ્યસ્ત લાઈફસ્ટાઈલમાં આપણે યોગા, કસરત અને વોકિંગ માટે સમય પણ નીકાળી શકતા નથી. જેના કારણે આપણું શરીર ઘણું નબળું હોય તેવું મહેશુસ કરતા હોઈએ છીએ. જેના કારણે શરીરમાં વારે વારે થાક અને કમજોરી આવી જતી હોય છે.
આજના સમયમાં યોગ્ય પોષક તત્વો અને શારીરિક પરિશ્રમના અભાવના કારણે આપણા શરીરને ઘણી બઘી સમસ્યાઓથી પીડાતા રહેવું પડે છે. શરીરમાં પોષક તત્વોની ઉણપના કારણે નાની ઉંમરમાં જ હાડકા કમજોર થઇ જતા હોય છે, જે પહેલા સમયમાં 60 વર્ષની ઉમર પછી જોવા મળતી હતી.
હાડકાની કમજોરી થવાથી શરીરમાં ઘુંટણના દુખાવા, કમરના દુખાવા, સ્નયુના દુખાવા, સાંધાના દુખાવા જેવી અનેક સમસ્યાઓ થઈ જતી હોય છે, આ માટે હાડકાને લગતી સમસ્યામાંથી કાયમી છુટકાળો મેળવવા માટે આજે અમે તમને બે વસ્તુ વિષે જણાવીશું જેને ખાવાથી સાંઘા દુખાવા જેવી દરેક સમસ્યા દૂર થઈ જશે.
દહીં ખાવું: હાડકાને મજબૂત બનાવવા માટે કેલ્શિયમની સૌથી વધુ જરૂર પડતી હોય છે જે કેલ્શિયમ દહીંમાં ખુબ જ સારી માત્રામાં મળી આવે છે. આ માટે દહીંને આહારમાં સમાવેશ કરવો જોઈએ. જેથી હાડકાને જરૂરી પોષક તત્વો મળી રહેશે જેથી હાડકાને લગતી સમસ્યામાં રાહત મળશે.
મેથીન દાણા: મેથીના દાણા સ્વાદે ખુબ જ કડવા હોય છે, જેને ખાવાથી હાડકાની સમસ્યા તો દૂર થઈ જાય છે સાથે અસંખ્ય બીમારીઓ પણ દૂર કરે છે, આ માટે હાડકામાં કડકડ અવવજ આવવો, સ્નાયુના દુખાવા, કમરના દુખાવા, સાંઘાના દુખાવા, જોઈન્ટ માં દુખાવા જેવી અનેક બીમારીમાં ખુબ જ લાભદાયક છે.
આ માટે મેથીના દાણાને 7 કલાક પાણીમાં પલાળીને પછી ચાવી ચાવીને ખાવાના છે અને ઉપરથી તે પાણી પણ પી જવાનું છે. આ સિવાય પણ તમે મેથીના દાણાનો પાવડર બનાવીને એક ચમચી હૂંફાળા પાણીમાં નાખીને પણ પી શકો છો,
જેથી શરીરના ગમે તેવા દુખાવા હશે તો તે માત્ર 7 દિવસમાં બંધ થઈ જશે, આ ઉપરાંત કાયમી સાંઘાના દુખાવામાંથી છુટકાળો મેળવવા માંગતા હોય તો મહિનામાં 7 દિવસ સતત મેથીદાણા નું સેવન કરવું જોઈએ.
સાંઘાના દુખાવામાં ખુબ જ ઝડપથી રાહત મેળવવા માટે સરસવના તેલમાં થોડા કપૂરના ટુકડા નાખીને ગરમ કરવાનું છે ત્યાર પછી તે તેલની માલિશ દિવસમાં બે વખત કરવાથી જેથી દુખાવામાં ખુબ જ ઝડપથી આરામ મળશે.