આજના સમયમાં વધતી વસ્તી અને બહારના ધૂળ અને પ્રદૂષણને કારણે ત્વચાના રોમછિદ્રો ભરાઈ જાય છે, જેના કારણે ત્વચામાંથી કુદરતી તેલ બહાર નીકળી શકતું નથી અને ત્વચા નિર્જીવ દેખાવા લાગે છે. અને તમે તેને સામાન્ય ફેસવોશ અથવા સાબુથી સંપૂર્ણપણે સાફ કરી શકતા નથી અને આમાં ફેસ સ્ક્રબ પણ બહુ ફાયદાકારક નથી.
એટલા માટે તમારે ફેશિયલની જરૂર પડે છે. આ ત્વચાની કુદરતી કોમળતા અને ચમક જાળવવામાં મદદ કરે છે. ત્વચાને નિખારવાની સૌથી શ્રેષ્ઠ રીતોમાંની એક ફેશિયલ છે. ફેશિયલ ત્વચાને ચમકદાર રાખે છે. જેમ જેમ આપણી ઉંમર વધતી જાય છે તેમ તેમ આપણી ત્વચાને યુવાન રાખવા માટે જવાબદાર કોલેજન અસરગ્રસ્ત થવા લાગે છે.
જેના કારણે ત્વચાના અંદરના અને બહારના સ્તરો પ્રભાવિત થવા લાગે છે. ત્વચા તેની કુદરતી ભેજ અને સ્થિતિસ્થાપકતા ગુમાવવાનું શરૂ કરે છે અને ત્વચાની શુષ્કતા, ડાઘ અને ફાઇન લાઇન્સની સમસ્યા થાય છે. આ સમસ્યાઓથી બચવા માટે ફેશિયલ કરાવવું જરૂરી છે.
ફેશિયલ તમારી ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. પરંતુ તમારા મનમાં આ સવાલ તો આવતો જ હશે કે આપણે કયું ફેશિયલ કરવું જોઈએ, તો આજે અમે તમને એક ખાસ ફેશિયલ વિશે જણાવી રહ્યા છીએ જે તમે તાજા નારિયેળની મદદથી 3 સ્ટેપમાં ઘરે સરળતાથી કરી શકો છો.
કોકોનટ ફેશિયલ ટિપ્સ: ફેશિયલ માટે તાજા નારિયેળનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે સૌથી પહેલા એક નાળિયેર લો અને તેને તોડી લો. પછી તેનું પાણી કાઢી લો અને નાળિયેરને (ટોપરાને) બરાબર કાઢી લો અને તેના નાના ટુકડા કરી મિક્સરમાં થોડું પાણી ભેળવીને પીસી લો.
હવે તેને સારી રીતે ચાળી લો. હવે તમારી પાસે નારિયેળ પાણી , નારિયેળનું દૂધ અને નારિયેળનો પલ્પ છે. આ વસ્તુઓની મદદથી તમે સ્ટીમિંગ લિક્વિડ, સ્ક્રબ અને માસ્ક બનાવી શકો છો અને આ લેખમાં આપેલા સ્ટેપ્સને ફોલો કરી શકો છો.
સ્ટેપ 1: ફેશિયલ સ્ટીમિંગ: ફેશિયલના પહેલા સ્ટેપમાં તમારે સ્ટીમ લેવાની છે. આ માટે તમે 1/2 કપ ગરમ નારિયેળ પાણી અને 1 ચમચી નારિયેળનું દૂધ મિક્સ કરો. પછી તેમાં ધોયેલું કપડું અથવા હેન્કી પલાળી રાખો અને તેને રૂમ ટેમ્પરેચર પર ન આવે ત્યાં સુધી તમારી ત્વચા પર લગાવો.
જો તમારી પાસે ફેશિયલ સ્ટીમિંગ ડિવાઈસ છે, તો તમે તેની મદદથી પણ સ્ટીમ લઈ શકો છો. તમારે ફક્ત પાણીમાં નારિયેળનું પાણી અને નારિયેળનું દૂધ મિક્સ કરવાનું છે.
સ્ટેપ 2: સ્ક્રબિંગ: ફેશિયલના બીજા સ્ટેપમાં સ્ક્રબિંગ આવે છે. આ માટે 2 ચમચી નારિયેળનો પલ્પ અને એક ચપટી હળદર નાખીને સારી રીતે મિક્સ કરો. અને આ સાથે તમારી ત્વચાને 5 મિનિટ સુધી સારી રીતે સ્ક્રબિંગ કરો.
સ્ટેપ 3: માસ્ક: ત્રીજા સ્ટેપ માટે તમારે ઓટ્સનો લોટ અને નારિયેળના દૂધની જરૂર પડશે. આ બે વસ્તુઓને મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેને તમારા ચહેરા અને ગરદનની ત્વચા પર સરખી રીતે લગાવો. તેને 10 મિનિટ માટે આમ જ રહેવા દો અને સુકાઈ ગયા પછી ધોઈ લો.
આ પછી તમારા ચહેરા પર સારું મોઈશ્ચરાઈઝર લગાવો. ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે તમે અઠવાડિયામાં એકવાર આ સરળ અને ઝડપી તાજા નાળિયેરનું ફેશિયલ કરી શકો છો.
કોકોનટ ફેશિયલ શા માટે? નારિયેળ તમારા સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ઘણું સારું છે. તાજા નાળિયેરનું પાણી, દૂધ અને તેલ બધું જ ત્વચા માટે સારું છે. નારિયેળના દૂધને ત્વચા માટે ‘ચમત્કારિક લીકવીડ ‘ માનવામાં આવે છે, કારણ કે તે ત્વચાને ઇન્ફેકશનથી બચાવવામાં મદદ કરે છે, નારિયેળના દૂધમાં વિટામિન C, E, B1, B3, B5 અને B6 ભરપૂર માત્રામાં હોય છે.
તેમાં આયર્ન, સેલેનિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ પણ હોય છે. આ સિવાય ત્વચાને યુવાન અને સુંદર રાખવા માટે નારિયેળ તેલ ઉત્તમ છે. તેના એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો શરીરને હાનિકારક મુક્ત રેડિકલથી સુરક્ષિત કરીને વૃદ્ધત્વ પ્રક્રિયાને ધીમી કરે છે.
જો તમને આ માહિતી પસંદ આવી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવીજ માહિતી વાંચવા મળતી રહેશે.