ચહેરાને સુંદર બનાવવા માટે આપણે અનેક પ્રકારના બજાર માંથી મળી આવતા બ્યુટી પ્રોડક્ટ નો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ બજારમાં મળતી બ્યુટી પ્રોડક્ટમાં કેમિકલ અને રસાયણો જોવા મળતા હોય છે, જેના કારણે લાંબા સમયે ચહેરાને નુકસાન પણ થઈ શકે છે.
પરંતુ આપણા રસોડામાં એવી કેટલીક વસ્તુ મળી આવે છે જેનો ઉપયોગ કરવાથી ચહેરાને સુંદર બનાવી શકાય છે, આ સાથે ચહેરા પરના ડાઘ અને કરચલીને પણ દૂર કરવામાં ખુબ જ ઉપયોગી સાબિત થશે.
રસોડામાં મળી આવતી આ વસ્તુનું નામ હળદર છે, જેમાં ભરપૂર માત્રામાં ઔષઘીય ગુણ મળી આવે છે, જે આપણા શરીરની ઘણી બઘી બીમારીઓ ને ખુબ જ આસાનીથી દૂર કરવામાં સક્ષમ છે. જે શરદી ખાંસી માટે ખુબ જ અસરકારક માનવામાં આવે છે.
હળદર દરેકના ઘરે ખુબ જ આસાનીથી મળી આવે છે, કારણકે કોઈ પણ વસ્તુ બનાવતી વખતે હળદરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, માટે વર્ષોથી હળદરનો ઉપયોગ રસોઈ ઉપરાંત ચહેરાની સુંદરતા વઘારવામાં કરવામાં આવતો હતો. આ માટે આજે અમે હળદરનો ઉપયોગ કઈ રીતે ચહેરા પર કરવો તેના વિષે જણાવીશું.
ચહેરા પરના ખીલને દૂર કરવા માટે હળદરની પેસ્ટ ખુબ જ ફાયદાકારક છે આ માટે સૌથી પહેલા એક બાઉલમાં એક ચમચી હળદર લઈ લો, હવે તેમાં એક ચમચી ચંદન પાવડર મિક્સ કરી તેમાં ગુલાબજળની બે ચમચી નાખીને હલાવી બરાબર મિસ્ક કરો અને પેસ્ટ તૈયાર કરો.
હવે આ પેસ્ટ ચહેરા પર લગાવ્યા પહેલા ચહેરાને સાદા પાણી વડે ઘોઈ સાફ કરી લો, હવે આ પેસ્ટને આગળી વડે ચહેરા પર લગાવીને 2-3 મિનિટ મસાજ કરો અને 20 મિનિટ રહેવા દો, પછી ચહેરાને સાદા પાણી વડે ઘોઈ દેવો, આ રીતે હળદરની પેસ્ટનો ઉપયોગ કરવાથી ચહેરા પરના ખીલ દૂર થઈ જશે અને ચહેરા પ્રાકૃતિક ગ્લો આવશે.
હળદરની પેસ્ટને ચહેરા પર લગાવાથી ચહેરા પર ચોંટેલા ધૂળ માટીએ ને પ્રદુષણના રજકણો ને દૂર કરે છે અને ચહેરાને સુંદર બનાવવા નું કામ કરે છે, હળદરનો આ પ્રયોગ ખુબ જ દેશી જે ચહેરાને કુદરતી નિખાર લાવવામાં મદદ કરશે.
હળદરમાં પાણી મિક્સ કરીને ચહેરા પર આવેલ રૂંવાટી પર લગાવી 15 મિનિટ રહેવા દો અને પછી કોટન ના કપડાથી ઘસીને નીકાળી દો, આ રીતે આ હળદરનો પ્રયોગ કરવાથી ચહેરા પરની વઘારાની અણગમતી રુંવાટીને દૂર કરી શકાય છે.
આજના સમયમાં દરેક મહિલાઓ અને છોકરીઓ સૌથી વધુ ચહેરાને સુંદર બનાવવા માટે બ્યુટી પાર્લરમાં ખુબ જ ખર્ચા કરતા હોય છે, પરંતુ મફત માં જ ઘરે હળદરનો આ દેશી પ્રયોગ કરવાથી ચહેરાને બ્યુટી પાર્લર કરતા પણ સુંદર બનાવી શકશો.