અત્યારના સમયમાં સૌથી મોટી સમસ્યા વજન ઓછું કરવાની છે. બધા જાણે છે કે કસરત કરવાથી વજન ઓછું કરી શકાય છે, પરંતુ આપણા સૌનું કસરત ના કરવા માટેનું મોટું બહાનું એ છે કે વહેલી સવારે પથારીમાંથી ઉઠી શકતા નથી.

ઘણા લોકો માટે પથારીમાંથી ઉઠીને કસરત કરવી ખૂબ જ મુશ્કેલ લાગે છે અને આ જ કારણ છે કે તેઓ પોતાની ફિટનેસ પર ધ્યાન આપી શકતા નથી. જ્યારે આપણે ફિટનેસ વિશે વાત કરી રહ્યા હોય ત્યારે, આપણે પણ એવી કેટલીક કસરતોને પસંદ કરવી જોઈએ, કે જે પલંગની ઉપર સૂઈને પણ કરી શકાય.

હા, આવી ઘણી કસરતો છે જે તમે ઉઠવામાં આળસુ હોવા છતાં, પણ પથારી પર સુતા સુતા આરામથી કરી શકો છો. આ કસરતો કરતી વખતે તમારે ફક્ત એટલું ધ્યાન રાખવું પડશે કે પથારી પર સૂતી વખતે તમારી મુદ્રા બગડે નહીં. જે લોકો કસરત કરવામાં આળસુ છે તેમના માટે આ કસરત ખુબ જ અસરકારક છે.

1. સાયકલ ક્રંચ : પથારીમાં સુતા સુતા કરવા માટેની આ સૌથી સહેલી કસરત છે. આ કસરતમાં, તમારા એબ્સને અસર થાય છે અને પીઠના નીચેના ભાગની ચરબી ઓગળી જાય છે. આ પથારી પર સરળતાથી કરી શકાય છે, તમારે ફક્ત તમારી મુદ્રાનું ખાસ ધ્યાન રાખવું પડશે.

આ કસરત કરવાની રીત : સૌથી પહેલા પીઠ પર સૂઈ જાઓ. પછી તમારા બંને હાથને માથાની પાછળ લઈ જાઓ અને માથું થોડું ઉંચુ કરો. હવે જમણા પગના ઘૂંટણ અને ડાબા હાથની કોણીને સ્પર્શ કરવાનો પ્રયાસ કરો. પછી રિટર્ન જાઓ. હવે જમણા હાથની કોણીને ડાબા પગના ઘૂંટણને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરો.

તમારે આ કસરતના 3 સેટમાં 15-15 વખત કરવાનું છે. આ કસરત સંપૂર્ણપણે એવી રીતે જ કરવામાં આવે છે કે જાણે તમે સાયકલ ચલાવી રહયા છો. જયારે પણ તમે આ કસરત કરો તો ઝડપથી કરવાનો પ્રયાસ કરો. પહેલી વાર તમે 1 સેટ કરતા જ થાકી જશો, પરંતુ ધીરે ધીરે 3 સેટ સુધી પહોંચી જશો.

2. સાઇડ પ્લેન્ક લિફ્ટ : પથારી પર સાઇડ પ્લેન્ક લિફ્ટ સરળતાથી કરી શકાય છે. આ સાઈડની ચરબી અને કમરને પાતળી કરવા શ્રેષ્ઠ કસરત છે અને આ કસરતમાં તમારે એક પછી એક બંને બાજુના પગને ઉંચા કરવાના હોય છે.

આ કસરત કરવાની રીત : સૌથી પહેલા ઉપર ફોટામાં બતાવ્યા પ્રમાણે બેડ પર ત્રાંસા થઈને સૂઈ જાઓ. પછી, એક બંનેમાંથી એક પગ ઊંચો કરો અને 45 ડિગ્રીનો ખૂણો બનાવો. પછી જે રીતે ત્રાસ સુતા હતા તે સ્થિતિમાં પાછા આવો. તમારે આ 15 વખત કરવાનું છે અને જો તમે તેનાથી વધુ કરી શકો તો તે પણ કરી શકો છો, પરંતુ શરૂઆતમાં માત્ર 15 વખતથી જ શરૂ કરો.

હવે બીજી બાજુ મોઢું કરીને ત્રાંસા કરીને સૂઈ જાઓ. હવે તે જ રીતે, તમારે આ જ કસરત બીજા પગ સાથે પણ કરવાની છે. તમે આ પ્રક્રિયાને બે વાર પુનરાવર્તિત કરી શકો છો, એટલે કે બંને પગ માટે 30 રાઉન્ડ થશે. આ કસરત પછી તમારા કમરની સાઈડની ચરબી ઝડપથી બળી જશે.

3. સ્ટ્રેટ પ્લેન્ક : આ કસરત જેમ જામીજન પાર કરી શકાય છે તેમ પથારીમાં સુતા પણ કરી શકો છો. તેનાથી તમારા એબ્સ પર અસર થશે અને કમર પણ પાતળી થશે. જો તમે પ્લેન્ક કરવાનું શરૂ કરી રહ્યા છો, તો તમારે શરૂઆતમાં થોડા સમય માટે હોલ્ડ કરી રાખવું પડશે અને ધીમે ધીમે તેનો સમય વધારવો પડશે.

આ કસરત કરવાની રીત : સૌથી પહેલા પથારીમાં જ પેટ પર સૂઈ જાઓ. પછી, તમે તમારા બંને હાથને પ્લેન્ક પોઝિશનમાં લાવો, જેમાં શરીરનું બધું જ વજન કોણીથી કાંડા સુધીના ભાગ પર હશે. હવે પગને ધીમે-ધીમે ઉંચા કરો અને તમામ વજન પગના અંગૂઠા પર લાવો.

ધ્યાનમાં રાખો કે આ કરતી વખતે, તમારી કમર ન તો ખૂબ ઊંચી હોવી જોઈએ અને ન તો તે ખૂબ નીચે હોવી જોઈએ. ઘૂંટણ પણ સીધા જ હોવા જોઈએ. શરૂઆતમાં તેને 20 સેકન્ડ સુધી હોલ્ડ કરવાનો પ્રયાસ કરો અને ધીમે ધીમે તેને 60 સુધી સેકન્ડ કરો.

જો તમે પણ કસરત કરવા માટે સવારે ઉઠી નથી શકતા તો, પથારીમાં આ કસરત કરી શકો છો. આ ત્રણેય કસરતો લગભગ દરેક માટે સારી છે, પરંતુ જો તમને કરોડરજ્જુની સમસ્યા હોય અથવા જો ડૉક્ટરે કસરત કરવાની ના પાડી હોય તો તમારે આ કસરતો ના કરવી જોઈએ.

જો તમને આ કસરત ગમી હોય તો, બીજાને પણ જણાવો. અને જો તમે પણ કમરની જિદ્દી ચરબી ઓછી કરવા માંગતા હોય તો આજે જ આ કસરત કરવાની શરુ કરો. ફિટનેસ સબંધિત આવી જ વધુ માહિતી માટે ગુજરાતફિટનેસ સાથે જોડાયેલા રહો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *