વધુ પડતા પ્રદુષણ અને ધૂળ માટીના રજકણોના કારણે આંખો ને સૌથી વધુ નુકશાન થતું હોય છે. આજના સમયમાં ધુળમાટીના રાજકણોએ ને ધુમાડા સિવાય આપણા આપણી કેટલીક ખરાબ ટેવના કારણે પણ આંખોને નુકસાન થતું હોય છે.
જેમ કે આજના સમયમાં નાના થી લઈને મોટા દરેક વ્યક્તિ મોબાઈલ ફોન અને લેપટોપ નો સૌથી વધુ યુઝ કરતા હોય છે, જેના કારણે આપણા આંખો લાલ થવી, આંખોમાં ખંજવાળ આવવી, આંખો સુજી જવી જેવી અનેક સમસ્યા થઈ શકે છે.
આપણી આંખોમાં સુકાઈ જવાના કારણે આંખોમાં પાણી આવતું નથી, આ ઉપરાંત આંખો લાલાશ પડતી થઈ જાય અને ખંજવાળ પણ આવતી હોય છે, આ માટે આજે અમે તમને આંખોની બળતરા અને આંખોની લાલાશને દૂર કરવાના ઉપાય જણાવીશું.
વધારે પ્રમાણમાં પાણી પીવું: આંખોને સ્વસ્થ અને સુરક્ષિત રાખવા માટે લેક્રીમલ નામની ગ્રંથીઓને યોગ્ય રીતે કાર્યશીલ બનાવવા માટે સાદું પાણી સૌથી બેસ્ટ માનવામાં આવે છે. દિવસ દરમિયાન વધારે પાણી પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે, આ ઉપરાંત કુદરતી રીતે આંખોને ભેજવાળી રાખી આંખોને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખે છે.
પાંપણો ને પટપટાવવી : આંખોને સ્વસ્થ અને સુરક્ષિત બનાવી રાખવા માટે દિવસમાં ત્રણ વખત સવાર, બપોરે, રાતે 15-15-15 સેકન્ડ આંખોની પાંપણને પાટપાટાવવી જોઈએ. કારણકે દિવસ દરમિયાન મોબાઈલ અને લેપટોપનો યુઝ સૌથી વધુ થઈ ગયો છે જેના કારણે આંખોને થતા નુકશાન ને બચાવી રાખવામાં મદદ કરશે.
આંખોને સાફ કરવી: પ્રદુષિત વાતાવરણ અને ધુળમાટીના રજકણોથી બચવા માટે દિવસમાં ત્રણ વખત આંખોને સાદા પાણી વડે ધોઈને સાફ કરવી જોઈએ જેથી આંખોમાં ગયેલ બધો જ કચરો દૂર થઈ જશે અને આંખો ભેજવાળી બની રહેશે જેથી આંખો સ્વસ્થ અને સુરક્ષિત રહેશે.
ચશ્મા પહેરવા: આંખો ખુબ જ નાજુક હોય છે જેને બચાવી રાખવા આપણી આંખોને ધૂળ માટી અને પ્રદુષણ થી બચાવી રાખવી જોઈએ આ માટે આપણે બહાર નીકળતી વખતે આંખોના ચશ્માં પહેરીને બહાર નીકળવું જોઈએ.
ઘણા લોકો ચશ્મા પહેરતા હોય છે તેમને ઘણા લોકો એવું કહેતા હોય છે કે ફેશન મારવા માટે ચશ્માં પહેરે છે પરંતુ જે ખોટું છે, કારણકે તે વ્યક્તિ પોતાની આંખોને સાચવી રાખવા અને આંખોમાં કચરો ના જાય તે માટે આંખોના ચશ્માં પહેરતા હોય છે. માટે કોઈ શું કહે તે વિચાર્યા વગર જ દરરોજ આંખો પર ચશ્મા પહેરીને જ બહાર નીકળવું જોઈએ.
આંખોંની સુરક્ષા આપણા માટે ખુબ જ જરૂરી છે, આંખોની લાલાશ, આંખોની ખંજવાળ, આવે ત્યારે બજારમાં મળતા કોઈ પણ ટીપાંઓ ઉપયોગ ડોક્ટરની સલાહ લીધા વગર ના કરવો જોઈએ, કારણકે અમુક વસ્તુનો ઉપયોગ કરવાથી આંખોનું ઇન્ફેક્શન પણ લાગી શકે છે જે આંખો માટે ખુબ જ નુકશાનકારક સાબિત થશે.
આંખોને સ્વસ્થ અને સુરક્ષિત રાખવા માટે ઉપર જણાવેલ ઉપાય નો ઘ્યાન પૂર્વક કરવા જોઈએ, આ ઉપરાંત આપણે વિટામિન-આ થી ભરપૂર હોય તેવા આહારનો સમાવેશ કરવો જોઈએ જે આંખોનું તેજ વધારવામાં મદદ કરશે.