અત્યારે ગરમીની સીઝન ચાલી રહી છે તેવામાં ગરમીનો પારો ચડ ઉત્તર કરી રહ્યો છે, તેવામાં આપણે શરીરને ઠંડક મળી રહે તે માટે ઘણા બધા પીણાં પણ પિતા હોઈએ છીએ. ઉનાળાની શરુઆત થતા જ નાના બાળકોથી લઈને મોટા લોકો પણ ખુબ જ ઉત્સાહમાં હોય છે.
કારણકે ઉનાળામાં રોજે કંઈક ના કંઈક નવું ખાવાની ઈચ્છા થતી હોય છે, પરંતુ આપણે એવી વસ્તુઓ ખાઈ લઈએ છીએ જેના કારણે આપણા સ્વાસ્થ્ય ને નુકસાન પણ થઈ શકે છે, તેવી જ એક વસ્તુ વિષે જણાવીશ. જે નાના બાળકો ખાવાની ખુબ જ જીદ કરતા હોય છે.
તે વસ્તુનું નામ બરફનો ગોળો છે, જેને ખાવામાં માટે ખુબ જ મોટી લાઈન લગતી હોય છે, મોટાભાગે લોકો રાત્રીના ભોજન પછી બરફના ગોળા ખાવા જતા હોય છે, અત્યારે હાલમાં બરફમાં લોકો બરફની છીણ, આઈસ્ક્રીમ, વિવિધ કલરના શરબત, ડાયફ્રુટ્સ, ટોપરા છીણ વગેરે નાખીને બનાવામાં આવે છે, જેનો સૌથી વધુ ક્રેઝ થઈ ગયો છે.
આ બરફની ડીસ હાલના સમયમાં 15-20 નહિ પરંતુ 60 થી લાઈને 200 રૂપિયા સુધીની મળી આવે છે, જેના કારણે બરફની લાળી પર ખુબ જ ભીડ જમા થઈ જતી હોય છે, પરંતુ હેલ્થ એનાલિસ્ટના જણાવ્યા અનુસાર બરફ ના ગોળામાં વપરાતા વિવિધ કલરના શરબતમાં સેકરીનનું પ્રમાણ ખુબ જ વધુ જોવા મળી રહ્યું છે.
સેકરીન વિષે ઘણા ઓછા લોકો જાણતા હોય છે, માટે તમને જાણાવી દઉં કે સેકરીન એટલે બનાવતી સુગરનું પ્રમાણ સૌથી વધુ હોય છે જેના કારણે બરફનો ગોળો ખાવાથી ગળામાં બળતરા આને ગળામાં દુખાવો થતો હોય છે. જેના કારણે ગળું બેસી જાય છે અને ખાંસી જેવી અનેક સમસ્યા થઈ શકે છે.
આ સેકરીનવાળા શરબતમાં લાળીવાળા અખાદ્ય અલગ અલગ રંગોની મિલાવટો પણ કરે છે જેના લીધે ગળું વધારે ખરાબ થઈ જાય છે જે વધુ ખાવાથી કેન્સર અને ડાયાબિટીસનું જોખમ પણ વધારી શકે છે.
આ માટે સ્વાસ્થ્ય ને થતા નુકસાન થી બચવા માટે બરફના ગોળા ખાવાનું ખુબ જ ઓછું કરવું અથવા બંધ કરવું સૌથી સારું માનવામાં આવે છે. ઉનાળામાં સ્વાસ્થ્ય ને ફાયદા થાય તેવી વસ્તુઓ ખાવી જોઈએ.
આ માટે આપણે તરબૂચ, ટેટી, કેવી, મોસંબી, શેરડીનો તાજો રસ વગેરે ખાવું જોઈએ જે શરીરને અંદરથી ઠંકડ પણ આપશે અને શરીરને હાઈડ્રેટ પણ રાખવાનું કામ કરે છે. માટે બરફનાં ગોળા ખાઈને સ્વાસ્થ્યને બગાડવું એના કરતા બંધ કરી પોષક તત્વોથી ભરપૂર એવા આહાર ખાવા જોઈએ જે આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે.