આપણા સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત બની રહે તે સૌથી જરૂરી છે, આ માટે ગાયનું દેશી ઘી ખુબ જ ફાયદાકારક છે, જેને ખાવું જોઈએ. ગાયના દેશી ઘી ને આહારમાં સમાવેશ કરવામાં આવે તો આપણા શરીરને ઘણા બધા ફાયદાઓ મળી આવે છે.
ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે ઘી ખાવાથી શરીરમાં ચરબીનું પરમં વધે છે પરંતુ તેમાં રહેલ કોન્ઝયુગેટેડ લિનોલેઇક નામનું એસિડ મળી આવે છે જે વજન ને વધવા દેતું નથી આ માટે વજન ને ઓછું કરવા માટે ઘી નો જરૂર સમાવેશ કરવો જોઈએ.
ગાયના દેશી ઘી માં વિટામિન-એ, ફાયબર, વિટામિન-ડી, વિટામિન-કે, કેલ્શિયમ, ફોસ્ફરસ, મિનરલ્સ, પોટેશિયમ જેવા અનેક પોષક તત્વોનો સારો સ્ત્રોત મળી આવે છે. આ માટે સવારે એક ચમચીનો સમાવેશ કરવાનો છે, દેશી ગાયનું ઘી ખાવાથી થતા ફાયદા વિષે જણાવીશું.
રોગપ્રતિકારક શક્તિને વધારે: રોજે એક ચમચી ઘી ખાવાથી શરીરમાં રહેલ વધારાના ટોક્સિનને બહાર નીકાળવામાં ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. ઘી ખાવાથી શરીરનો બધો જ કચરો દૂર થાય છે જેથી આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકાય છે.
પેટની સમસ્યા દૂર કરે: આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે પેટને સાફ રાખવું ખુબ જ જરૂરી છે, માટે દેશી ઘી ખુબ જ ફાયદાકારક છે, રોજે સવારે એક ચમચી દેશી ઘી ખાવાથી મંદ પડી ગયેલ પાચનક્રિયા તેજ થાય છે અને કબજિયાત અપચો જેવી સમસ્યાને દૂર કરે છે. માટે એક ચમચી દેશી ઘી પેટની દરેક સમસ્યા દૂર કરવા માટે ખાઈ શકાય છે.
વજન ઓછું કરે: ઘી માં મળી આવતું એમિનો એસિડ વજન ને ઓછું કરવા માટે ખુબ જ ફાયદાકારક છે, માટે પેટની ચરબી કે કમરની ચરબી વધી ગઈ હોય તો રોજે એક ચમચી ઘી નો સમાવેશ કરવાથી ખુબ જ ઝડપથી ઓગાળવામાં મદદ મેળવી શકાય છે.
હાડકા દુખાવા: ઘી હાડકાને મજબૂત બનાવી રાખવા માટે ખુબ જ ઉપયોગી છે, તેમાં મળી આવતી કેલ્શિયમ હાડકા અને જોઈન્ટ અંદરથી મજબૂત બનાવે છે. માટે હાડકાને લગતી કોઈ પણ સમસ્યા હોય તો રોજે એક ચમચી દેશી ઘી નો સમાવેશ કરવો જોઈએ.
રોજે એક ચમચી ઘી ખાવાથી આપણા શરીરમાં વિટામિન-એ મળી આવે છે જે આંખોની સ્વસ્થ બનાવી રાખવાનું કામ કરે છે, આ ઉપરાંત વાળ અને ત્વચાને સુંદર અને ચમકદાર બનાવી રાખવામાં માટે પણ દેશી ઘી એક ચમચી ખાવી જોઈએ.
માત્ર એક ચમચી દેશી ઘી આપણી માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, આ ઉપરાંત મગજની કાર્યક્ષમતા ને વધારીને મગજને તેજ બનાવી રાખવામાં મદદ કરે છે. પગના તળિયામાં દેશી ઘીની માલિશ કરવાથી શરીરમાં લાગેલ બધો જ થાક ઉતરી જાય છે અને ખુબ જ સારી ઊંઘ આવે છે.