આજના આધુનિક યુગમાં મોટા ભાગના લોકો ડાયાબિટીસ અને હૃદય રોગથી ખુબ જ પીડાઈ રહ્યા છે, જે ખુબ જ ગંભીર સમસ્યા કહેવાય. પહેલાના સમયમાં હૃદય રોગ અને ડાયાબિટીસ વૃદ્ધ લોકોમાં જોવા મળતી હતી.
પરંતુ અત્યારની જીવન શૈલી બેઠાળુ થઈ ગઈ છે તેવામાં આપણી અનિયમિત ખાવા પીવાની ખરાબ કુટેવનાં કારણે ઘણી બધી બીએમરીઓનું જોખમ પણ વધવા લાગ્યું છે, આજના સમયમાં કોઈ ના પાસે કસરત અને યોગા કરવાનો પણ સમય મળતો નથી, જેના કારણે શરીર શારીરિક અને માનસિક બંને રીતે કમજોર પડી જાય છે.
આજે નાની થી લઈને મોટા દરેક વ્યક્તિને બહારનું ખાવાનું ભાવે કારણે તે ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. પરંતુ તે સ્વાદિષ્ટ વસ્તુઓ આપણા હૃદયના સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકશાનકારક સાબિત થઈ શકે છે. આ માટે હૃદયને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા અને ડાયાબિટીસ ને કંટ્રોલમાં રાખવા માટે આપણે શું ખાવું જોઈએ તેના વિષે જણાવીશું.
આ માટે આપણે અખરોટ ડ્રાયફ્રૂટ્સ ખાવું જોઈએ. જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે. અખરોટમાં કેલ્શિયમ, ફાયબર, પોટેશિયમ, ઝીંક, વિટામિન-ઈ, મિનરલ્સ જેવા અનેક પોષક તત્વો મળી આવે છે જે આપણા શરીરના આરોગ્ય માટે ખુબ જ આવશ્યક છે.
અખરોટ ઓમેગા-3 ફેટી એસિડ મળી આવે છે જે શરીરમાં રહેલ ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મદદ કરે છે, જેથી આપણી નસોનું લોહી ચોખ્ખું થઈ જાય છે, જેથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે અને હૃદય સંબઘીત બીમારીનું જોખમ ખુબ જ નહિવત થઈ જાય છે, આ માટે અખરોટને આહારમાં સમાવેશ કરવો જોઈએ.
અખરોટ એક મગજના આકાર જેવું હોય છે, માટે મગજની કાર્ય ક્ષમતા વઘારવા અને મગજને તેજસ્વી બનાવી રાખવા માટે અખોર ખાવી જોઈએ, અખરોટ ખાવાથી માનસિક તણાવ અને ડિપ્રેશન ને દૂર કરવામાં મદદ કરે છે માટે માનસિક બીમારીથી બચવા માટે અખરોટ સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે.
અખરોટમાં મળી અબત પોષક તત્વો જેવા કે ફાયબર, મિનરલ્સ જેવા ઘણા બધા પોષક તત્વોનો સારો સ્ત્રોત મળી આવે છે જે લોહીમાં રહેલ સુગર લેવલને ઓછું કરવામાં મદદ કરે છે અને ડાયાબિટીસ ને કંટ્રોલમાં રાખવામાં ખુબ જ ઉપયોગી સાબિત થશે, આ માટે ટાઈપ-2 ડાયાબીટિસ ઘરાવતા દર્દી માટે અખરોટ ખાઈ શકાય છે.
હૃદય અને ડાયાબિટીસ ને કંટ્રોલમાં રાખવા માટે ફાયદાકારક છે આ માટે કેટલા અખરોટ ખાવા તે પણ જાણવું ખુબ જ જરૂરી છે. આ માટે આપણે એક દિવસમાં બે અખરોટ ખાવા જોઈએ. અખરોટને કઈ રીતે ખાવું તે પણ જાણવું ખુબ જ જરૂરી છે.
આ માટે રાત્રે સુતા પહેલા એક બાઉલમાં બે અખરોટને પલાળી રાખવાના છે. ત્યાર પછી તે અખરોટને સવારે ખાલી પેટ ખાઈ લેવાના છે, આ રીતે દિવસમાં બે અખરોટ ખાવાથી હૃદયને લગતી બીમારી પણ દૂર રહેશે અને ડાયબિટીસ પણ કંટ્રોલમાં રહેશે.