વિટામિન ઇના નાના કેપ્સ્યુલ્સમાં તમારી ત્વચા અને વાળની ગુણવત્તા સુધારવા માટે જરૂરી તમામ ઘટકો હોય છે. વિટામીન E નું દરરોજ સેવન કરવાથી વાળની સાથે ત્વચાની અનેક પ્રકારની સમસ્યાઓથી છુટકારો મળે છે.
તેથી જો તમે દરેક પ્રકારના ફેસ પેકનો ઉપયોગ કરીને કંટાળી ગયા છો અને અત્યાર સુધી કોઈ ફાયદો થયો નથી, તો આજે અમે તમને વિટામિન E કેપ્સ્યુલ્સમાંથી બનાવેલા આ ફેસ પેક વિષે જણાવીશું ફેસપેકનો ઉપયોગ કરવાથી ત્વચાની સાથે સાથે વાળની સમસ્યાઓ દૂર થઇ જશે.
ગ્લિસરીન અને વિટામિન ઇ માસ્ક: આ પેકનો ઉપયોગ કરવાથી ચહેરો માખણ જેવો નરમ બની જાય છે. આ સાથે સાથે ડ્રાય સ્કિનવાળા લોકો માટે આ માસ્ક ખૂબ જ ફાયદાકારક છે.
ગ્લિસરીન અને વિટામિન ઇ માસ્ક માટે જરૂરી સામગ્રી – 1 ચમચી ગ્લિસરીન, 1 ચમચી ગુલાબજળ, 1 વિટામિન ઇ કેપ્સ્યુલ પ્રક્રિયા: એક વાસણમાં વિટામિન E કેપ્સ્યુલ ઓઇલ, ગ્લિસરીન અને ગુલાબજળ મિક્સ કરો.
ચહેરા પર કોઈપણ પેક લગાવતા પહેલા ચહેરા ને ધોઈ લેવો જરૂરી છે, જેના કારણે અસર ઝડપથી અને લાંબા સમય સુધી રહે છે. આ પેકને રાત્રે લગાવવાથી વધુ ફાયદો થાય છે. તેને ચહેરા પર લગાવો અને આખી રાત આમ જ રહેવા દો અને સવારે ચોખ્ખા પાણીથી ધોઈ લો.
પપૈયા અને વિટામિન ઇ માસ્ક: આ એક પ્રકારનો ક્લીન્ઝિંગ ફેસ માસ્ક છે. તમને જણાવીએ કે પપૈયું ટેનિંગ દૂર કરવાનું કામ કરે છે, અને વિટામિન E કેપ્સ્યૂલ ત્વચાના પોષણનું કામ કરે છે આ સાથે સાથે ગુલાબજળથી ત્વચાની કુદરતી ચમક જળવાઈ રહે છે.
પપૈયા અને વિટામિન ઇ માસ્ક માટે જરૂરી સામગ્રી: 2 ચમચી પપૈયાનો પલ્પ, 1 ચમચી ગુલાબજળ, 2 વિટામીન E કેપ્સ્યુલ્સ પ્રક્રિયા: એક બાઉલમાં પપૈયાનો પલ્પ, ગુલાબજળ અને વિટામીન E તેલ કાઢીને મિક્સ કરો. આ પેકને ચહેરા પર લગાવો અને સુકાવા દો. આ પેકને દૂર કરવા માટે સામાન્ય પાણીનો ઉપયોગ કરો.
એલોવેરા અને વિટામિન ઇ માસ્ક: આ ફેસ પેક ન માત્ર ત્વચાને અંદરથી પોષણ આપે છે પરંતુ વર્ષો જુના ડાઘની સમસ્યાને પણ દૂર કરે છે. એલોવેરા અને વિટામિન ઇ માસ્ક માટે જરૂરી સામગ્રી – 1 અથવા અડધા એલોવેરાના પાન, 1 વિટામિન ઇ કેપ્સ્યુલ
પ્રક્રિયા: એલોવેરાના પાનમાંથી તેની જેલ કાઢી લો. ત્યારબાદ જેલમાં વિટામિન E કેપ્સ્યુલનું તેલ મિક્સ કરો. ત્યારબાદ થોડીવાર બંનેને સારી રીતે મિક્સ કરો. હવે ચહેરો ધોઈ લો અને તેના પર આ ફેસ પેક લગાવો અને તેને સારી રીતે સુકાવા દો. સુકાઈ જાય ત્યારે ધોવા માટે ઠંડા અથવા સામાન્ય પાણીનો ઉપયોગ કરો.
મધ અને વિટામિન ઇ માસ્ક: આ બંને વસ્તુઓ ત્વચાને સ્વસ્થ રાખે છે અને તેની ચમક વધારે છે. મધ અને વિટામિન ઇ માસ્ક માટે જરૂરી સામગ્રી – 1 ચમચી મધ, 1 વિટામીન E કેપ્સ્યુલ
પ્રક્રિયા: બંને વસ્તુઓને એક વાસણમાં લઈ સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ તેને 15 થી 20 મિનિટ સુધી ચહેરા પર રાખો અને પછી પાણીથી ધોઈ લો.
જો તમે બધા ફેસપેકનો ઉપયોગ કરીને થાકી ગયા છો એકવાર જરૂરથી આ પેક બનાવી ઉપયોગ કરજો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તમારા મિત્રોને શેર કરો જેથી તેઓ પણ આ માહિતીનો લાભ શકે.