વાળ ખરવાની સમસ્યા એવી છે કે આજે ઘણા લોકો તેનાથી પરેશાન થઇ ગયા છે. વાળ ખરવાથી પરેશાન થવું પણ સામાન્ય છે. નિષ્ણાતોના મતે, દરરોજ 50 થી 100 વાળ ખરવા સામાન્ય છે. વાળનું આયુષ્ય હોય છે, ત્યારબાદ તે ખરી જાય છે અને તેના સ્થાને નવા વાળ આવે છે. પરંતુ જો આનાથી વધુ વાળ ખરતા હોય તો તમારે નિષ્ણાતની મદદ લેવી જરૂરી છે.

જો તમારા વાળ ખૂબ જ ખરી જાય છે અથવા જો વાળ ખરવાનું શરુ થયું છે , તો પહેલા તમારે તેની પાછળનું કારણ જાણવાની જરૂર છે. વધુ પડતા તણાવ, ખરાબ જીવનશૈલી, સ્ટાઇલીંગ ટૂલ્સના વધુ પડતા ઉપયોગને કારણે વાળ નબળા પડી જાય છે અને ખરવા લાગે છે. તો ચાલો જાણીએ મહિલાઓના વાળ ખરવા પાછળના કેટલાક કારણો વિષે.

એનિમિયા: ભારતમાં 80 ટકા મહિલાઓ એનિમિયાથી પીડિત છે. ઘણી વખત આહારમાં બેદરકારીના કારણે મહિલાઓમાં આયર્નની ઉણપ થાય છે, જેના કારણે તેઓ એનિમિયાનો શિકાર બને છે.

જો તમને એનિમિયા શું છે તે ખબર નથી તો તમને જણાવીએ કે એનિમિયા એટલે શરીરમાં લોહીની ઉણપ. આનાથી કુપોષણ, માસિક દરમિયાન ભારે રક્તસ્ત્રાવ અને શરીરમાં આયર્નની ઉણપ થાય છે. તેથી વાળ પણ ખરવા લાગે છે.

ડાયટિંગ: ઘણી મહિલાઓનું વજન વધુ હોય છે જેથી તેમનું વજન ઘટાડવા માટે ડાયટિંગનો પણ સહારો લે છે, જેના કારણે તેમના શરીરમાં ઘણા જરૂરી પોષક તત્વોની ઉણપ રહે છે. પરિણામે વાળ ખરવા લાગે છે. તેથી, ડાયેટિંગ હંમેશા ન્યુટ્રિશનિસ્ટની સલાહ લીધા પછી જ કરવું જોઈએ. નહિંતર, વજન ઘટાડવાની પાછળ તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.

થાઇરોઇડ: ઘણી મહિલાઓમાં થાઇરોઇડની સમસ્યા જોવા મળે છે. જ્યારે થાઇરોઇડનું સ્તર ઓછું અથવા ઊંચું હોય ત્યારે થાઇરોઇડ ગ્રંથિ જરૂરી હોર્મોન્સ બનાવવામાં અસમર્થ હોય છે. જેના કારણે શરીરમાં જરૂરી પ્રોટીન અને એમિનો એસિડની કમી થાય છે. વાળને વૃદ્ધિ માટે જરૂરી પોષક તત્વોની પણ જરૂર હોય છે. તેથી વાળ ખરવા પાછળ પણ થાઈરોઈડ પણ હોઈ શકે છે

ગર્ભાવસ્થા: ગર્ભાવસ્થા દરમિયાન, હોર્મોન્સમાં ઘણા ફેરફારો થાય છે, જેના કારણે વાળ ખરવા પણ લાગે છે. જો કે આ સમય દરમિયાન જો વિટામીન, આયર્ન વગેરે લેવામાં આવે તો આ વાળ ફરી પાછા આવે છે.

હેર સ્ટાઇલ ટૂલ્સનો ઉપયોગ: ઘણા લોકો તેમના વાળને સ્ટાઇલ કરવા માટે દરરોજ સ્ટ્રેટનર, કર્લર અથવા હેર ડ્રાયરનો ઉપયોગ કરે છે. તેનાથી તમારા વાળ સારા દેખાઈ શકે છે, પરંતુ તેનાથી વાળને ઘણું નુકસાન પણ થાય છે. તેનો રોજ ઉપયોગ કરવાથી વાળ નબળા પડે છે અને ખરવા લાગે છે.

વાળ ખરતા કેવી રીતે અટકાવવા: આહારમાં ઓમેગા-3, બાયોટિન, પ્રોટીન અને આયર્નથી ભરપૂર ખોરાક લેવાનું શરુ કરો. કેમિકલ ફ્રી શેમ્પૂનો ઉપયોગ કરો. જો વાળ વધુ ખરતા હોય તો વાળના મૂળમાં હળવા હાથે માલિશ કરો. તેનાથી વાળ મજબૂત બનશે.

તમારા વાળના પ્રકાર પ્રમાણે ઘરે બનાવેલા હેર પેકનો ઉપયોગ કરો. ભીના વાળમાં ક્યારેય કાંસકો ન કરો. સ્ટાઇલ ટૂલ્સનો ઉપયોગ ન કરવાનો પ્રયાસ કરો.

જો તમને અહીંયા જણાવેલી માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રોને જરૂરથી શેર કરો અને આવીજ માહિતી વાંચવા ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *