સવાર-સવારમાં બરાબર રીતે પેટ સાફ થવું આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ જરૂરી છે. સવાર સવારમાં સારી રીતે પેટ સાફ થવાથી આપણે આખો દિવસ તાજગી અને હળવાશ અનુભવીએ છીએ પરંતુ જો આપણને કબજિયાતની સમસ્યા છે અને આપણું પેટ બરાબર સાફ થતું નથી તો આપણે આખો દિવસ બેચેની અને પેટ ભારે ભારે નો અનુભવ કરીએ છીએ.

ઘણા લોકો કબજિયાતની તકલીફમાં બેદરકારી રાખતા હોય છે પરંતુ તમને જણાવીએ કે જો પેટ બરાબર સાફ નહીં થાય તો તમને અનેક નાના મોટા રોગો થઇ શકે છે. કબજિયાતના કારણે શરીરમાં ગેસ, એસિડિટી, પેટનો દુખાવો અને બળતરા જેવી અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે. કબજિયાતની સમસ્યામાં ઘરેલુ ઉપાય કરીને તમે કબજિયાતને દૂર કરી શકો છો.

કબજીયાત થવાના કારણો: કબજીયાત થવાના ઘણા કારણો હોઈ શકે છે જેમ કે ભોજનમાં ફાયબરનો અભાવ, શરીરમાં પાણીની અછત, ઓછું ચાલવું કે આખો દિવસ બેસી રહેવું, દવાઓનું સેવન કરવું, મોટા આંતરડામાં કોઈ ઈજાને કારણે કે આંતરડામાં કેન્સર, થાયરોઈડ હોર્મોનનું ઓછું બનવું, કેલ્શિયમ અને પોટેશિયમની અછત, યોગ્ય સમયે ભોજન ન લેવું વગેરે.

લસણ: વારંવાર કબજિયાની સમસ્યા રહેતી હોય તો જમવામાં લસણનું સેવન કરવું જોઇએ, કારણકે લસણ મળને નરમ કરે છે અને સરળતાથી તમારા આંતરડાની બહાર નીકાળવામાં મદદ કરે છે. લસણમાં રહેલું એન્ટિઇન્ફ્લેમેશન ગુણ પેટમાં થતા સોજાને પણ ઓછો કરે છે. કબજિયાતથી છૂટકળો મેળવવા તમે રોજ સવારે પણ 1 થી 2 કળી લસણ ગળી શકો છો.

સૂપ: જયારે પણ આપણે સૂપ બનાવીએ છીએ ત્યારે આપણે તેની અંદર ખૂબ જ સારા વેજિટેબલ્સ નો ઉપયોગ કરીએ છીએ. આ વેજિટેબલ્સ તે સુપને પૌષ્ટિક બનાવે છે તેમેજ વેજીટેબલ્સ નાખી બનાવેલ ભોજન પાચન કરવા માટે ખૂબ જ સરળ હોય છે. જે તમને કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મેળવવામાં મદદરૂપ થાય છે.

પાણી: આપણા સ્વાસ્થ્ય માટે પાણી ખૂબ જ લાભદાયક છે. દિવસમાં ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી ખુબજ જરૂરી છે. સવારે ઉઠીને નરણા કાંઠે બે ગ્લાસ ગરમ પાણી પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. કારણકે ગરમ પાણી તમારા શરીરમાં જમા થયેલા કચરાને સરળતાથી બહાર કાઢી દે છે.

બ્રોકલી: તમને જણાવીએ કે બ્રોકલી ની અંદર સુલ્ફોરફન નામનો એક ઉત્તમ પદાર્થ હોય છે જે આપણા આંતરડા માટે ખૂબ જ ફાયદાકારક છે અને તે આપણને કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદરૂપ થાય છે.

મેથી દાણા: મેથી આપણા સ્વાસ્થ્ય માટે જુના જમાનાથી ઉપયોગમાં લેવાથી ઉત્તમ વસ્તુ છે. દરરોજ સૂતા પહેલા એક ચમચી મેથીનું ચૂરણ પાણીમાં મેળવીને પીવાથી સવારે પેટને સાફ કરવામાં મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત દરરોજ દહીં ખાવાથી પણ કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

જો તમે પણ કબજિયાતથી પરેશાન થઇ ગયા છો તો અહીંયા જણાવેલ ઉપાય કરીને કબજિયાતથી છુટકાળો મેળવી શકો છો. જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રોને જરૂરથી જણાવો અને આવીજ માહિતી વાંચવા માટે ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *