આજની ભાગદોડભરી જિંદગીમાં અને ખાવાની ખોટી આદતોના કારણે શરીરમાં બીમારી આવી કે રોગો થવા એ સામાન્ય બાબત થઇ ગઈ છે. કોઈ પણ વ્યક્તિને બીમાર થવું પસંદ હોતું નથી. બીમારીઓના પણ ઘણા પ્રકારની હોય છે. કેટલીક બીમારીઓ થોડાજ દિવસોમાં સારવાર કરવાથી મટી જાય છે તો કેટલીક બીમારીઓ જીવો ત્યાં સુધી તમારો સાથ છોડતી નથી.
તો એક આવી જ બીમારી છે ડાયાબિટીસ જે એકવાર થઈ જાય તો આખી જિંદગી તમારી સાથે રહે છે. આ રોગને કાબૂમાં કરી શકાય છે પરંતુ તેને મૂળમાંથી નાબૂદ કરી શકાતો નથી. ડાયાબિટીસના દર્દીઓ માટે શુગરને કંટ્રોલ કરવી ખૂબ જ જરૂરી છે.
લોહીમાં સુગરનું અનિયંત્રિત સ્તર સ્ટ્રોક અને કિડની નિષ્ફળતા તરફ દોરી શકે છે. સુગરને કંટ્રોલ કરવા માટે હેલ્ધી ડાયટ અને હેલ્ધી લાઈફસ્ટાઈલ ખૂબ જ જરૂરી છે.
તમને જણાવીએ કે કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર ખોરાક લેવાથી લોહીમાં સુગરનું સ્તર ઝડપથી વધે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓના આહારમાં એવા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ જેમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય. સુગરને કંટ્રોલ કરવા માટે કેટલીક જડીબુટ્ટીઓ ખૂબ અસરકારક સાબિત થાય છે.
સુગરને કંટ્રોલ કરવા માટે ઔષધીય ગુણોથી ભરપૂર સૂર્યમુખીના બીજ એક જડીબુટ્ટી જેવું કામ કરે છે. આ બીજ ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. ઘણા સંશોધનોમાં એ વાત સામે આવી છે કે સૂર્યમુખીના બીજનું સેવન ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે છે. તો ચાલો જાણીએ કે સૂર્યમુખીના બીજ સુગરને કેવી રીતે નિયંત્રિત કરે છે અને તેનું સેવન કેવી રીતે કરવું.
સૂર્યમુખીના બીજ સૂર્યમુખીના ફૂલની મધ્યમાં હોય છે. ફૂલ સુકાઈ જાય પછી તેની પાંખડીઓ પડી જાય છે અને તેના બીજ મધ્યમાં રહી જાય છે. આ બીજને ફૂલમાંથી સરળતાથી દૂર કરી શકાય છે. સૂર્યમુખીના ફૂલની મધ્યમાં બે હજારથી વધુ બીજ હોઈ શકે છે. સૂર્યમુખીના બીજમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે.
સૂર્યમુખીના બીજ ડાયાબિટીસને કેવી રીતે નિયંત્રિત કરે છે: સૂર્યમુખીના બીજમાં બહુ જ ઓછું કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. ઓછું કાર્બોહાઇડ્રેટ્સ બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં અસરકારક સાબિત થાય છે.
ડાયાબિટીસના દર્દીઓ સુગરને કંટ્રોલ કરવા માટે સૂર્યમુખીના બીજને નાસ્તા તરીકે ખાઈ શકે છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો છે જે સુગરને નિયંત્રિત કરે છે. જો ડાયાબિટીસના દર્દીઓ આ બીજનું સેવન કરે તો તેમના શરીરને ઉર્જા મળે છે.
સૂર્યમુખીના બીજ ખાવાના અન્ય ફાયદા: સૂર્યમુખીના બીજનું સેવન કબજિયાતથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. સૂર્યમુખીના બીજ હાડકાંને મજબૂત બનાવે છે. સૂર્યમુખીના બીજ મગજના સ્વાસ્થ્યને સુધારવા માટે અત્યંત ઉપયોગી છે.