આજના સમયની સૌથી મોટી સમસ્યા છે વજન. ઘણા લોકોનું વજન વધતું જાય છે, લોકોનું વજન બધા પ્રયત્નો કરવા છતાં પણ વધતું નથી. માણસનું વજન વધવાથી શરીર આળસુ બની જાય છે. વજન વધે ત્યારે ચાલવામાં પણ તકલીફ પડે છે અને કપડાં પહેરવામાં પણ તકલીફ પડે છે.
શરીરની મોટાભાગની ચરબી કમર અને પેટની આસપાસ જમા થાય છે. પેટની ચરબી શરીરને અસ્વસ્થ બનાવે છે અને શરીરમાં ઘણી સમસ્યાઓનું કારણ પણ બને છે. સ્થૂળતા વધવાથી ઘણી બીમારીઓ વધતી જાય છે જેવી કે ડાયાબિટીસ, થાઈરોઈડ અને બ્લડ પ્રેશરની બીમારીઓ વગેરે.
તેથી શરીરને રોગોથી બચાવવા માટે સ્થૂળતા વધતી અટકાવવી ખુબજ જરૂરી છે. સ્થૂળતા વધારવા માટે માત્ર તમારું ખરાબ ડાઈટ જ નહીં, પરંતુ અન્ય ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે. તો ચાલો જાણીએ ક્યા કારણોસર પેટની ચરબી વધે છે.
તણાવ: જ્યારે કોઈ વ્યક્તિ તણાવમાં હોય છે, ત્યારે તેના ચયાપચય પર પણ અસર થાય છે. તણાવના સમયમાં, લોકો આરામ માટે વધુ ખોરાક લેવાનું વલણ ધરાવે છે. તણાવ પણ પેટની આસપાસ ચરબી વધારવા માટે જવાબદાર છે.
ઊંઘઃ ઓછી ઊંઘને કારણે સ્થૂળતા ઝડપથી વધે છે. ઓછી ઊંઘ ખાવા પીવાની આદતો પર પણ અસર કરે છે, જે પેટની ચરબી વધારવા માટે જવાબદાર છે. જે લોકો નાઈટ શિફ્ટમાં કામ કરે છે, તેમની મેદસ્વીતા પણ ઝડપથી વધે છે.
ઊંઘની પેટર્નમાં ખલેલ પેટની ચરબી વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઓછામાં ઓછી 8 થી 9 કલાક ની ઊંઘ લેવી જરૂરી છે.
ખોટો આહારઃ સ્થૂળતા વધવાનું સૌથી મોટું કારણ ખરાબ આહારને માનવામાં આવે છે. આહારમાં તેલયુક્ત ખોરાક અને જંક ફૂડનો સમાવેશ કરવાથી પેટની ચરબી ઝડપથી વધે છે. સ્થૂળતા ઘટાડવા માટે પ્રોટીન, વધુ કાર્બ, વધુ ચરબીયુક્ત ખોરાક ચરબીના ચયાપચયને અસર કરે છે. પ્રોટીનનું સેવન કરવાથી વ્યક્તિને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી, ખોરાકમાં પ્રોટીનનું સેવન કરવાથી વજન ઝડપથી ઘટાડી શકાય છે.
વ્યાયામ ન કરવોઃ પેટની આસપાસની વધારાની ચરબી માટે આપણી નિષ્ક્રિય જીવનશૈલી પણ જવાબદાર છે. આપણે વધુ કેલરીનું સેવન કરીએ છીએ પરંતુ તેને બર્ન કરી શકતા નથી, તેથી સ્થૂળતામાં ઝડપથી વધારો થાય છે.
દારૂનું સેવનઃ દારૂનુ સેવન આજના લોકોનો શોખ બની ગયો છે. દારૂ પીવાથી પુરુષોના પેટની આસપાસ ચરબી વધવા લાગે છે.દારૂના સેવનથી ભૂખ વધે છે. આલ્કોહોલનું વધુ સેવન કરવાથી પેટનું ફૂલવું ની સમસ્યા વધવા લાગે છે અને તેના સેવનથી શરીરને ખુબજ નુકશાન થાય છે.
જો તમારી પણ આ ખોટી આદતો છે તો તમારું વજન બધા ઉપાયો કરવા છતાં પણ ઘટશે નહીં અને વજન વધતું જ જશે. જો તમને અમારી આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રોને જરૂરથી જણાવો.