ચહેરા પર પડતી કરચલી ના કારણે નાની ઉંમરે જ ઘરડા દેખાવા લગતા હોઈએ છીએ પરંતુ ચહેરાની કરચલીને દૂર કરવા અને લાંબા સમય સુધી સુંદર અને યુવાન દેખાવા માંગતા હોય તો આ વસ્તુઓને આહારમાં સમાવેશ કરવો જોઈએ.
આજના યુગમાં મહિલાઓ હોય કે પુરુષો હોય બધા એક બીજા થી વધારે સુંદર દેખાવાનો પ્રયત્નો કરતા હોય છે, તેમાં માટે મહિલાઓ અને પુરુષો ઘણા બધા પ્રયત્નો અને પ્રયોગો કરતા હોય છે. આમ તો સૌથી વધુ પુરુષ કરતા મહિલાઓ વધારે સુંદર અને યુવાન દેખાવા માંગતા હોય છે.
પરંતુ આપણી ઉમર વધતી જાય છે તેની સાથે ચહેરાની સુંદરતા અને ચહેરો પણ બદલાતો જાય છે. આમ તો નાની ઉંમર મોટી થવી એ કુદરતી ક્રિયા છે તેવી રીતે નાની ઉંમરે દેખાતો ચહેરો અને વધતી ઉંમરે બદલાઈ જતો હોય છે. જેને આપણે રોકી શકતા નથી.
પરંતુ સુંદરતા ને અંદર અને બહારથી બનાવી રાખવા માટે આપણે ખાવામાં ખુબ જ કાળજી રાખવી જોઈએ આ માટે આપણે એવા ખોરાક ખાવા પડશે જે ચહેરાને પૂરતા પોષક તત્વો આપે અને ચહેરાને હેલ્ધી અને જુવાન બનાવી રાખવામાં મદદ કરે.
પોષક તત્વોથી ભરપૂર એવી વસ્તુઓ વિષે જણાવીશું જેને આહારમાં સમાવેશ કરીને લાંબા સમય સુધી યુવાન અને સુંદર બની શકો છો. આ વસ્તુઓ આપણા ત્વચા ઉપરાંત આરોગ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક છે.
લીંબુ: લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી નો સારો સ્ત્રોત મળી આવે છે. જે ત્વચા અને સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે. લીંબુ ને ઘણી બધી રીતે આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. પરંતુ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી ત્વચા સંબધિત અનેક સમસ્યામાં ખુબ જ ફાયદો થાય છે.
આ માટે રોજિંદા જીવનમાં લીંબુ પાણીનો સમાવેશ કરવો જોઈએ. આ માટે રોજે સવારે ખાલી પેટ એક ગ્લાસ લીંબુ પાણી પીવું જોઈએ જે આપણી ત્વચા અને શરીરને એકદમ ફિટ અને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે.
લીંબુનો ઉપયોગ ત્વચા પર કરવામાં આવે તો ત્વચા પરના ડાધ દૂર કરે છે. આ ઉપરાંત રોજે ખાલી પેટ લીંબુ પાણી પીવામાં આવે તો શરીરને ડીટોક્સ કરે છે અને શરીરનો બધો કચરો દૂર કરી ત્વચાને હાઈડ્રેટ અને હેલ્ધી બનાવી રાખે છે. જેથી ત્વચા લાંબા સમયે યુવાન અને સુંદર દેખાય છે.
ફણગાવેલ મગ: કઠોળ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, આ માટે રોજે આપણે એક વાટકી ફણગાવેલ મગ ખાવા જોઈએ મગનો સ્વાદ વધારવા માટે આપણે તેમાં લીંબુ નીચોવીને ખાવા જોઈએ, જે આપણા શરીરને જરૂરી પોષક તત્વોની કમી ને પુરી કરશે અને લાંબા સમય સુધી ત્વચા અને શરીરને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરશે.
અખરોટ: અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં મળી આવે છે આ ઉપરાંત ઘણા બધા પોષક તત્વોનો ખજાનો મળી આવે છે. જે આપણી ત્વચા માટે ખુબ જ ફાયદાકારક છે. આ માટે રોજે એક કે બે અખરોટને 6 કલાક પાણીમાં પલાળીને પછી ખાવી જોઈએ
જે ત્વચાને સૂર્યપ્રકાશના કિરણોથી બચાવી રાખવામાં મદદ કરે છે અને ચહેરાને લાંબા સમય સુધી હેલ્ધી અને યુવાન બનાવે છે. માટે પોષક તત્વોથી અખરોટને રોજિંદા આહારમાં સમાવેશ કરી ત્વચાને મુલાયમ અને ચમકદાર બનાવી શકો છો. આ ઉપરાંત લાંબા સમયે ચહેરા પર દેખાતી કરચલીથી છુટકાળો અપાવી 60 વર્ષની ઉંમરે પણ ચહેરાને સુંદર અને યુવાન બનાવી રાખશે.