પથરી એક એવો રોગ છે જે ઘણા બધા લોકોને સાંભળવા મળે છે. જ્યારે પથરી દુખે છે, ત્યારે તે એટલું જબરદસ્ત છે કે તેને સહન કરવું ખૂબ જ અઘરું બની જાય છે. આ દુખાવામાંથી છુટકારો મેળવવા માટે આપણે ધણી બધી દવાઓ અને ઇન્જેક્શન લઈએ છીએ, પરંતુ જો એવા કેટલાક ઘરેલૂ ઉપાયો અજમાવીએ તો આપણને દુખાવા માં થી રાહત મળી શકે છે
કિડની આપણા શરીરના સૌથી નાજુક અંગોમાંનું એક અંગ છે. કિડનીમાં પથરી આમ તો ખુબ જ નાની હોય છે. પણ તેના કારણે થતો દુખાવો ખૂબ વધારે હોય છે. જો પાથરી નો દુખાવો થાય તો તમને જમીન પાર આરોટતા કરી દે છે. કિડનીમાં પથરી થવાના ઘણા બધા કારણો હોય છે.
એકવાર કિડનીમાં પથરી આવી જાય અને તેની જો યોગ્ય રીતે સારવાર કરવામાં ન આવે તો કિડની પર ખુબ જ આડઅસર કરે છે. પાથરી ને રોકવા માટે તમે આ 5 ઉપાય કરી શકો છો જે નીચે મુજબ છે.
સાઇટ્રસ ફળો : સાઇટ્રસ ફળો ખાવામાં આવે તો ફરી વખત કિડનીમાં પથરી થવાનું જોખમ ઘટી જાય છે. કિડનીમાં પથરી ધરાવતા મોટાભાગના દર્દીઓમાં સાઇટ્રિક એસિડની કમી જોવા મળતી હોય છે. તેથી કિડનીને સ્વસ્થ રાખવા માટે ફળો અને તેમના રસ જેવા કે નારંગી અને લીંબુ, ચીકુ, કીવી વગેરેનું નિયમિત સેવન કરવું ખુબ જ જરૂરી છે..
વધારે પાણી પીવું : જયારે કિડનીમાં પથરીમાં પાથરી હોય છે ત્યારે ડોક્ટરો દર્દીઓને વધુમાં વધુ પાણી પીવાની સલાહ આપે છે. તમે જેટલું વધારે પાણી પીવામાં આવે તેમ તેમ જલ્દી પથરી ને બહાર નીકળી જશે. વધારે પાણી પીવામાં આવે તો નાના સ્ફટિકો પેશાબમાંથી પસાર થાય છે અને એક જગ્યાએ ભેગા થતા નથી અને પથરી બનતી નથી. એટલા માટે બને ત્યાં સુધી 10 થી 12 ગ્લાસ પાણી પીવું ખુબ જ આવશ્યક છે.
મીઠું ઓછું ખાવું : જો તમને વધારે મીઠું ખાવાની આદત હોય અથવા તમારા આહારમાં મીઠું શામેલ કરવાની આદત હોય તો આ આદત ખતરનાક બની શકે છે. તમે આ સાદું મીઠું ખાવું એના કરતા સિંધાલુ મીઠું ખાવું ખુબ જ ફાયદાકારક સાબિત થશે કારણ કે આ મીઠું એક કુદરતી મીઠું છે.
કોફીનું સેવન : જો તમને વારંવાર કોફી પીવાની આદત પડી ગઈ હોય, તો તમને કિડનીમાં પથરી થવાની સંભાવના વધી જાય છે. તેથી કોફીનો વપરાશ બને એટલો ઓછો કરવો જોઈએ. કોફી ઉપરાંત તમારે ચા અને અન્ય પીણાંનું સેવન ઓછું કરી દેવું જોઈએ. આ બધાની અંદર કેફીન ની માત્રા વધારે પ્રમાણમાં હોય છે. તેથી તેનું સેવન ઓછું કરી દેવું જોઈએ.
શાકાહારી બનો : જે લોકો એ પથરીના દુખાવાની પીડા અનુભવી છે તેમને આવી પીડા નો ફરીથી અનુભવ ના કરવો હોય તો ખાવામાં ફક્ત શાકાહારી ભોજન જ લેવું જોઈએ. જો તમે માંસાહારી નું સેવન કરો તો તેની અંદર યુરિક એસિડમાં વધારો થવાને કારણે કિડનીમાં પથરી બને છે અને માંસ ખાવાથી શરીરમાં યુરિક એસિડની માત્રા વધે છે. જેથી માંસ ખાવાનો આગ્રહ ના રાખવો.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે.