આજની ભાગદોડ ભરી જીવનશૈલીમાં શરીરમાં વારે વારે થાક લાગવો, શરીરમાં લોહીની ઉણપ રહેવી, હિમોગ્લોબીન ઓછું થઈ જવું, બેચીની રહેવું, અરુચિ રહેવી, ડિપ્રેશનમાં રહેવું, કામ માં મન ના લાગવું, કોઈ પણ કામ કરવામાં ખુબ જ ઝડપથી થાકી જવું જેવી સમસ્યાઓ થતી હોય છે.
આ બઘી સમસ્યા થવાથી સ્વાસ્થ્યને લગતી અનેક બીમારીઓ થતી હોય છે. આ સમસ્યાઓ થવા પાછળ આપનો અનિયમિત ખોરાક ખાવાની ટેવના કારણે થતી હોય છે, આપણા ખોરાકમાં જરૂરી પોષક તત્વો યુક્ત ખોરાક લેતા નથી.
પરિણામે જરૂરી પોષક તત્વો શરીરને ના મળે તો સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓ થવા લાગે છે, શરીરમાં જે પોષક તત્વોની ઉણપ રહેશે તેના સંબધિત અનેક બીમારીઓ થવાનું શરુ થઈ જાય છે. શરીરમાં સૌથી વધુ પોષક તત્વોની કમીના કારણે જે સમસ્યાઓ થાય છે તેમાંથી એક સમસ્યા એનિમિયાની છે
એટલે કે હિમોગ્લોબીન ની ટકાવારી ઓછી થવી. એનિમિયાની સમસ્યા લોહીની કમી થવાના કારણે જોવા મળતી હોય છે. એવું ત્યારે જ જોવા મળે છે જયારે શરીરમાં હિમોગ્લોબીનની સ્તર નીચે આવી જાય છે. હીમોગ્લોબિન યોગ્ય માત્રામાં હોવું શરીરમાં ખુબ જરૂરી છે.
હિમોગ્લોબીન શરીરના દરેક અંગોને ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. શરીરમાં જયારે હિમોગ્લોબીનની ખામી સર્જાય છે ત્યારે શરીરમાં લોહીની અછત થવા લાગે છે. જેના કારણે શરીર નબળું પડી જાય છે. અને ત્વચા પણ સૂકી પડી જાય છે.
આ ઉપરાંત માથાનો દુખાવો, વારે વારે થાક લાગી જવો, કામ માં મન ના લાગવું, અરુચિ રહેવી જેવી અનેક તકલીફનો સામનો કરવો પડતો હોય છે. લોહીને ઉણપને દૂર કરવા માટે ઘણા લોકો દવાનો ઉપયોગ કરતા હોય છે.
પરંતુ આજે અમે તમને એક એવો ઘરેલુ ઉપાય જણાવીશું જેને નિયમિત પણે કરવાથી શરીરમાં ભરપૂર એનર્જી અને સ્ફૂર્તિ મળી રહેશે અને હિમોગ્લોબીનનું સ્તર ઘીરે ઘીરે લેવલમાં આવી જશે. તો ચાલો જાણીએ લોહીની ઉપાય દૂર કરવાનો દેશી ઘરેલુ ઉપાય.
હિમોગ્લોબીન વઘારવાનો ઘરેલુ ઉપાય: આ ઉપાય રાત્રે કરવાનો છે. સૌથી પહેલા એક બાઉલમાં અડઘો ગ્લાસ પાણી ઉમેરો, હવે તેમાં એક અંજીર, 5-7 દાણા કિસમિસ અને એક સૂકી ખારેક નાખો હવે તેને ઢાંકીને આખી રાત રહેવા દેવાનું છે. સવારે ઉઠીને ખાલી પેટ આ બઘી વસ્તુ ચાવી ચાવીને ખાઈ લેવાની છે.
આ વસ્તુઓ ખાઘા પછી 30-40 મિનિટ પછી જ નાસ્તો કરવો જોઈએ. આ બઘી વસ્તુમાં ભરપૂર માત્રામાં આયર્ન મળી આવે છે, જેને ખાવાથી થોડા જ દિવસમાં લોહીની માત્રામાં વઘારો કરશે અને હિમોગ્લોબીનના સ્તરને લેવલમાં લાવી દશે.
રોજે આ ત્રણ વસ્તુઓને પલાળીને ખાવામાં આવે તો શરીરમાં અનેક શારીરિક શક્તિમાં વઘારો થશે, આ ઉપરાંત શરીરમાં વારે થાક લાગવો, કમજોરી રહેવી, અરુચિ અને બેચીની રહેવી જેવી સમસ્યાઓ દૂર થઈ જશે. આ ત્રણ ડ્રાયફ્રૂટ્સમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે જે આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. માટે નિયમિત પણે આ ડ્રાયફ્રુટસનું સેવન કરવું જોઈએ.