આપણું સ્વાસ્થ્ય સ્વસ્થ અને હેલ્ધી બની રહે તે માટે આપણે કેટલાક પ્રકારના ખોરાક ખાતા હોઈએ છીએ પરંતુ આપણી એવી કેટલીક ખાવાની ખરાબ ટેવના કારણે પેટ ખરાબ થવા લાગે છે પરિણામે પેટને કારણે અનેક બીમારીઓનું જોખમ રહેતું હોય છે. માટે કહેવામાં આવે છે કે પેટથી જ બીમારીઓ ચાલુ થાય છે.

આજના સમયમાં બાળકો, નવનવી દુલ્હન, પુરુષો અને સ્ત્રીઓને ચટાકેદાર અને મસાલેદાર સ્વાદિષ્ટ ખોરાક ખાવા ખુબ જ ગમે છે જેના કારણે અવારનવાર બહારના ફાસ્ટ ફૂડ અને જંકફૂડનું સેવન વધારે કરતા હોય છે. પરિણામે ગેસ, એસીડીટી, કબજિયાત, અપચો જેવી અનેક બીમારીઓનું આગમન થાય છે.

આ માટે આપણે પેટને ખરાબ થતા અટકાવવું પડશે. માટે આજે અમે તમને એવી બે વસ્તુ વિષે જણાવીશું જેને ભોજન પછી ખાવાથી પેટ એકદમ સાફ રહે છે અને પેટને લગતી બીમારીઓ પણ દૂર થઈ જાય છે. આ માટે આપણે ભોજન પછી જે વસ્તુ ખાવાની છે તે ગોળ અને અજમો છે જેનું આપડે પાણી બનાવીને પીવાનું છે.

ગોળ અને અજમાનું પાણી બનાવવાની રીત : સૌથી પહેલા એક પેન લો તેમાં એક ગ્લાસ પાણી ઉમેરો, ત્યાર પછી તેને ગેસ પર ગરમ કરવા મૂકી દો, થોડું ગરમ થાય ત્યાર પછી તેમાં એક ચમચી અજમો અને એક ટુકડો દેશી ગોળ ઉમેરો, અને 4-5 મિનિટ સુધી ઉકળવા દો, ત્યાર પછી ગેસને બંધ કરીને નીચે ઉતારી લો, હવે તે પાણી થોડું ઠંડુ થાય ત્યારે તેને ગાળીને પછી પીવાનું છે.આ પાણી રાત્રીના ભોજન કર્યાના 30 મિનિટ પછી પીવાનું છે.

અજમો અને ગોળનું પાણી પીવાથી શરદી, ખાંસી, તાવ, લોહીની કમી, વાયરલ ઈન્ફેક્શનથી બચવા, વજન ને કંટ્રોલમાં રાખવા, વારે વારે થાક લાગવો, શારીરિક કમજોરી જેવી અનેક બીમારીઓમાં આ પાણી ખુબ જ ફાયદાકારક સાબિત થશે.

દરેક મહિલાઓ થતી માસિક સમસ્યા દરમિયાન લોહીની ઉણપ રહેતી હોય છે તેવા સમયે આ પાણી પીવામાં આવે તો લોહીની ઉણપ પુરી થાય છે આ ઉપરાંત અનિયમિત માસિક અને માસિક દરમિયાન થતા દુખાવામાં રાહત આપશે. દરેક મહિલાઓ અને પુરુષોમાં થતી લોહીની ઉણપને પૂર્ણ કરવા આ પીણું ખુબ જ ફાયદાકારક છે.

જેમને પાચનક્રિયા મંદ હોય અને પાચન બરાબર ના થવાના કારણે પેટની સમસ્યા થતી હોય તેવા લોકો માટે આ પાણી અમૃત સમાન છે, આ પીણું પીવાથી પાચનતંત્ર મજબૂત બને છે જેથી મંદ પડી ગયેલ પાચનક્રીયામાં સુધારો થાય છે. જેથી આંતરડા અને પેટ બને ચોખ્ખા રહે છે. જેથી વર્ષો જૂની કબજિયાત, અપચો, ગેસ વગેરે સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત પેટમાં થતા દુખાવામાં પણ રાહત આપે છે.

આજના સમયમાં નાના થી લઈને મોટા દરેક વ્યક્તિને વાળ અને ત્વચા સંબધિત સમસ્યાઓ થતી જોવા મળે છે , વાળ અને ત્વચા માટે ગોળ અને અજમાનું આ પાણી ખુબ જ ફાયદાકારક છે, માટે તેનું નિયમિત સેવન કરવાથી વાળ મજબૂત અને ત્વચા હેલ્ધી બની રહે છે.

ઘણા લોકો ને સવારે ઉઠવામાં આળશ આવે છે ને ઉઠી ગયા પછી શરીરમાં સુસ્તી રહેતી હોય છે તેવા લોકોએ આ પીણું સવારે ખાલી પેટ પીવું જોઈએ જેથી આખો દિવસ શરીરમાં ભરપૂર ઉર્જા અને એનર્જી રહેશે. સવારે ખાલી પેટ અથવા રાતે ભોજન ના એક કલાક પછી આ પીણું પીવામાં આવે તો પેટની ચરબી ઓગાળી વજન ને કંટ્રોલમાં રાખે છે.

જે લોકો કોઈ પણ ખોરાક ખાય અને ગેસ, અપચો રહે તે લોકોએ ભોજન પછી રોજે અજમો અને ગોળ ખાવો જોઈએ જેથી ખાધેલ ખોરાકને પચવામાં ખુબ જ આસાની રહેશે અને ગેસ અપચામાં રાહત મળશે. શરીરમાં વારે વારે થાક લાગવાની સમસ્યા હોય તો સવારે ખાલી પેટ આ પીણું પીવાનું ચાલુ કરવું જોઈએ જેથી થાકની સમસ્યા દૂર થઈ જશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *